
ઇન્ડિયન પ્રીમિયર લીગની 16મી સિઝન એટલે કે IPL 2023ની મેચો હાલ રમવામાં આવી રહી છે. તેમા દુનિયાભરના 200 કરતા વધુ ખેલાડી ઉતરી રહ્યા છે. હાલ ખેલાડીઓને દરેક સિઝન માટે કોન્ટ્રાક્ટ મળે છે. IPL ટીમો હવે આખા વર્ષના કોન્ટ્રાક્ટના મોડલ પર કામ કરી રહી છે, જેથી આ ખેલાડીઓ બીજી લીગમાં પણ તેમની ટીમમાંથી રમી શકે.
ઇન્ડિયન પ્રીમિયર લીગની શરૂઆત 2008માં થઈ. ત્યારબાદ તમામ મોટા દેશોએ પોતપોતાની T20 લીગ શરૂ કરી દીધી. IPL આજે દુનિયાની સૌથી મોટી T20 લીગ છે. IPL 2023ની વાત કરીએ, તો 200 કરતા વધુ દેશી-વિદેશી ખેલાડીઓ તેમા સામેલ થઈ રહ્યા છે. એક ટીમ ખેલાડીઓની સેલેરી પર એક વર્ષમાં 95 કરોડ રૂપિયા ખર્ચ કરી શકે છે. આ પ્રકારે તમામ 10 ટીમો સેલેરી તરીકે ખેલાડીઓને દર વર્ષે 950 કરોડ રૂપિયા આપે છે.
IPL ટીમો હવે નવા મોડલ પર કામ કરી રહી છે. તેઓ હવે માત્ર એક ટૂર્નામેન્ટ માટે ખેલાડીઓ સાથે કોન્ટ્રાક્ટ કરવા નથી માંગતા પરંતુ, તેઓ તેમને આખુ વર્ષ પોતાની સાથે જોડીને રાખવા માંગે છે. કારણ કે, તેમની ટીમો દુનિયાની અન્ય લીગમાં પણ ઉતરી રહી છે. એવામાં તેઓ ખેલાડીઓ દરેક લીગમાં એક જ ટીમમાંથી રમી શકશે. મીડિયા રિપોર્ટ અનુસાર, IPL ટીમો તરફથી ઇંગ્લેન્ડના 6 ખેલાડીઓને આ પ્રકારની ઓફર આપવામાં આવી છે. તેને માટે તેમને દર વર્ષે મહત્તમ 51 કરોડ રૂપિયા મળી શકે છે. આ ઇંગ્લિશ બોર્ડ તરફથી મળનારી રકમના પાંચ ગણી વધુ છે.
આ મોડલ પર દુનિયાભરમાં ચર્ચા પણ થઈ રહી છે. તેઓ ફુટબોલ મોડલની જેમ જ, જ્યાં આખુ વર્ષ ખેલાડી ક્લબ માટે રમે છે અને ઇન્ટરનેશનલ મેચો માટે રીલિઝ કરી દેવામાં આવે છે. જાણકારી અનુસાર, આ વર્ષના અંત સુધી ખેલાડીઓને આ પ્રકારની ઓફર આપવામાં આવી શકે છે. IPL ટીમો ભારત ઉપરાંત, UAE, સાઉથ આફ્રિકા, વેસ્ટ ઇન્ડિઝ અને અમેરિકામાં પણ ઉતરી રહી છે.
IPL ટીમો ખેલાડીઓને ઓછામાં ઓછી 5 ટૂર્નામન્ટ માટે સાઇન કરી શકે છે. તેમણે આખા વર્ષમાં આશરે 7 મહિના રમવુ પડી શકે છે. IPL આવનારા વર્ષોમાં 10 અઠવાડિયાની થવા જઈ રહી છે. આ ઉપરાંત, સાઉદી અરબ પણ મોટી T20 ટૂર્નામેન્ટ શરૂ કરવાની તૈયારીમાં છે. ઇંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડના મુખ્ય કાર્યકારી રિચર્ડ ગોલ્ડે ગત અઠવાડિયે કહ્યું હતું કે, અમે ગ્લોબલ ટૂર્નામેન્ટના કારણે ચિંતિત છીએ. કેટલાક ખેલાડીઓને લાંબો કોન્ટ્રાક્ટ તો મળશે જ સાથે જ તેમની ફીમાં પણ મોટો વધારો થઈ શકે છે.
હાલ નિયમ અનુસાર, કોઈપણ ખેલાડીએ IPL માં ઉતરવા માટે ઘરેલૂં ક્રિકેટ બોર્ડ તરફથી NOC મેળવવાનું હોય છે. IPL 2023ની વાત કરીએ તો ઇંગ્લેન્ડના 11 ખેલાડી તેમા રમી રહ્યા છે. સેમ કરનને પંજાબ કિંગ્સે રેકોર્ડ 18.5 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. આ ઉપરાંત, બેન સ્ટોક્સને 16.25 કરોડ અને હેરી બ્રુકને 13.25 કરોડ રૂપિયા મળ્યા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp