IPLમાં સૌથી વધુ કમાણી કરનારા ટોપ-10 ખેલાડી, ધોની-કોહલી નહીં આ ખેલાડી 187 કરોડ...
IPLની 16મી સિઝનની શરૂઆત 31 માર્ચથી થવાની છે. દુનિયાના સૌથી લલચામણી T20 લીગમાં ગત વર્ષની જેમ આ વખતે પણ 10 ટીમો લડતી દેખાશે. IPL એક એવું પ્લેટફોર્મ છે જ્યાં ખેલાડીઓને નામના મળે છે, તેમના પર પૈસાનો વરસાદ પણ થાય છે. IPLમાં સૌથી વધુ કમાણી કરનારા ખેલાડીઓની વાત કરીએ તો રોહિત શર્મા, મહેન્દ્ર સિંહ ધોની જેવા ધુરંધર આ લિસ્ટમાં સૌથી આગળ છે. IPLમાં અત્યારસુધી સાત ખેલાડીઓએ 100 કરોડ અથવા તેના કરતા વધુની કમાણી કરી છે. તમે પણ IPLમાં સૌથી વધુ કમાણી કરનારા ટોપ-10 ખેલાડીઓ વિશે જાણી લો.
રોહિત શર્મા (2008થી 2023)
સ્ટાર બેટ્સમેન રોહિત શર્મા IPLનો સૌથી સફળ કેપ્ટેન હોવાની સાથોસાથ સૌથી વધુ કમાણી કરનારો પ્લેયર પણ છે. રોહિત IPLમાં સૌથી વધુ કમાણી કરવાના મામલામાં મહેન્દ્ર સિંહ ધોનીને પછાડીને ટોપ પર છે. મુંબઈ ઇન્ડિયન્સના કેપ્ટનની IPL કમાણી આશરે 187 કરોડ રૂપિયા છે. રોહિતે અત્યારસુધી 227 IPL મેચોમાં 30.30 ની એવરેજથી 5879 રન બનાવ્યા છે. આ દરમિયાન તેણે એક સદી અને 40 અડધી સદી ફટકારી છે.
એમએસ ધોની (2008થી 2023)
ચેન્નાઈ સુપર કિંગ્સનો કેપ્ટન એમએસ ધોની IPLની પહેલી સિઝનની નીલામીમાં સૌથી મોંઘો પ્લેયર હતો. તેની પહેલી સેલેરી 6 કરોડ રૂપિયા હતી, જે 2011માં વધીને 8.28 કરોડ રૂપિયા, 2014માં 12.5 કરોડ રૂપિયા અને 2018માં 15 કરોડ રૂપિયા થઈ ગઈ. ધોનીની IPL 2023માં સેલેરી 12 કરોડ રૂપિયા છે અને તે IPLમાંથી આશરે 176 કરોડ રૂપિયાની કમાણી કરી ચુક્યો છે. 41 વર્ષીય એમએસ ધોનીએ અત્યારસુધી 234 IPL મેચોમાં 39.20ની સરેરાશથી 4978 રન બનાવ્યા છે, જેમા 24 અડધી સદી સામેલ છે.
વિરાટ કોહલી (2008થી 2023)
ટીમ ઇન્ડિયાના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીએ પોતાના IPL કરિયરમાં 173 કરોડ રૂપિયાની કમાણી કરી છે. તે આ લિસ્ટમાં એકમાત્ર ભારતીય છે, જેણે ક્યારેય ઇન્ડિયન પ્રીમિયર લીગનું ટાઇટલ નથી જીત્યું. વિરાટ કોહલી IPLના ઇતિહાસમાં સૌથી વધુ રન બનાવનારો બેટ્સમેન છે. RCBના આ પૂર્વ કેપ્ટને અત્યારસુધી 223 IPL મેચોમાં 36.20ની સરેરાશથી 6624 રન બનાવ્યા છે. વિરાટના નામ પર IPLમાં 5 સદી અને 44 અડધી સદી સામેલ છે.
સુરેશ રૈના (2008થી 2021)
મિસ્ટર IPLના નામથી જાણીતો સુરેશ રૈના આ T20 લીગના સૌથી સફળ બેટ્મેનો પૈકી એક રહ્યો અને તેણે CSK માટે ચાર ખિતાબ જીત્યા. રૈનાએ કુલ 205 મેચોમાં 5528 રન બનાવ્યા, જેમા એક સદી અને 39 અડધી સદી સામેલ છે. રૈનાએ 2008થી 2019 સુધી દરેક સિઝનમાં 300 અથવા તેના કરતા વધુ રન બનાવ્યા, જે એક રેકોર્ડ છે. રૈનાએ IPLમાંથી 110 કરોડ રૂપિયાની કમાણી કરી.
રવીન્દ્ર જાડેજા (2008થી 2023)
જ્યારે IPLની શરૂઆત થઈ હતી ત્યારે રવીન્દ્ર જાડેજા એક અનકેપ્ડ ખેલાડી હતો. IPLની શરૂઆતી સિઝનની નીલામીમાં તેને રાજસ્થાન રોયલ્સે 12 લાખ રૂપિયામાં ખરીદ્યો હતો. આ લીગમાં જાડેજાએ સતત સારું પ્રદર્શન કર્યું જેને પગલે તેની સેલેરી પણ વધતી ગઈ. IPLમાં અત્યારસુધી જાડેજાની ટોટલ કમાણી 109 કરોડ રૂપિયા રહી છે. ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજાએ અત્યારસુધી IPLમાં 210 મેચ રમીને 2502 રન બનાવ્યા છે. આ સાથે જ તેણે 132 વિકેટો પણ લીધી છે.
સુનીલ નરેન (2012થી 2023)
2012ની સિઝનથી સુનીલ નરેન KKRની ટીમનો હિસ્સો છે. કેરેબિયન સ્ટાર નરેનની શરૂઆતી સેલેરી 3.51 કરોડ રૂપિયા હતી. પછી તેણે 2018થી 2021 સુધી પ્રતિ સિઝન 12.5 કરોડ રૂપિયાની કમાણી કરી પરંતુ, 2022માં આ રકમ ઘટીને 6 કરોડ રૂપિયા રહી ગઈ. તેની IPLમાં કુલ કમાણી 107 કરોડ રૂપિયા છે. નરેને અત્યારસુધી IPL માં કુલ 148 મેચ રમી છે, જેમા તેના નામ પર 25.13ની સરેરાશથી 152 વિકેટ છે. નરેને 1025 રન પણ બનાવ્યા છે.
એબી ડિવિલિયર્સ (2008થી 2021)
IPL 2021ની સમાપ્તિ બાદ એબી ડિવિલિયર્સે રિટાયરમેન્ટ લઈ લીધુ હતું. મિસ્ટર 360 ડિગ્રીના નામથી જાણીતા એબી ડિવિલિયર્સની શરૂઆતી IPL સેલેરી 1.2 કરોડ રૂપિયા હતી, પરંતુ સતત સારા પ્રદર્શનને પગલે તેની સેલેરી વધતી ગઈ. ડિવિલિયર્સ આશરે 102 કરોડ રૂપિયાની કમાણી સાથે IPLમાંથી વિદાય થયો. આફ્રિકી દિગ્ગજ ડિવિલિયર્સે 184 IPL મેચોમાં 39.70ની સરેરાશથી 5162 રન બનાવ્યા, જેમા ત્રણ સદી અને 40 અડધી સદી સામેલ રહી.
ગૌતમ ગંભીર (2008થી 2018)
બેટ્સમેન ગૌતમ ગંભીરે 154 મેચોના પોતાના IPL કરિયરમાં 4217 રન બનાવ્યા. વર્ષ 2008માં ગંભીરે દિલ્હી ડેરડેવિલ્સ સાથે 2.9 કરોડ રૂપિયાનો કરાર કર્યો હતો. પછી IPL 2011ની નીલામીમાં ગંભીરને કોલકાતા નાઇટરાઇડર્સે 11.04 કરોડ રૂપિયામાં ખરીદ્યો. KKR માટે રમતા ગંભીર ખૂબ જ સફળ રહ્યો અને તેણે પોતાની ટીમને બેવાર ચેમ્પિયન પણ બનાવી. 2018માં સંન્યાસ લેતા પહેલા ગંભીરે IPLમાંથી આશરે 94 કરોડ રૂપિયાની કમાણી કરી.
શિખર ધવન (2008-2023)
બેટ્સમેન શિખર ધવને દરેક IPL સિઝનમાં ભાગ લીધો છે. IPL 2008માં દિલ્હી કેપિટલ્સ સાથે તેનો કરાર આશરે 12 લાખ રૂપિયાનો હતો. સતત સારા પ્રદર્શનને પગલે ધવનની IPL સેલેરી પણ વધતી ગઈ. પંજાબ કિંગ્સના કેપ્ટન શિખર ધવનની ઓલ ટાઇમ IPL ઇનકમ આશરે 91 કરોડ રૂપિયા છે. ધવને અત્યારસુધી 206 IPL મેચોમાં 35.08ની એવરેજથી 6244 રન બનાવ્યા છે, જેમા બે સદી અને 47 અડધી સદી સામેલ છે.
દિનેશ કાર્તિક (2008-2023)
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનો વિકેટકીપર બેટ્સમેન IPLમાં સૌથી વધુ કમાણી કરનારા ખેલાડીઓના લિસ્ટમાં 10માં નંબર પર છે. કાર્તિકની IPLમાં અત્યારસુધીની કમાણી આશરે 86 કરોડ રૂપિયા છે. દિનેશ કાર્તિક 229 IPL મેચ રમી ચુક્યો છે, જેમા તેણે 26.85ની સરેરાશથી 4376 રન બનાવ્યા. આ દરમિયાન દિનેશ કાર્તિકે કુલ 20 અડધી સદી ફટકારી અને તેનો બેસ્ટ સ્કોર 97 રન રહ્યો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp