IPL જીતનારી ટીમ પર પૈસાનો વરસાદ, હારનાર, ત્રીજા-ચોથા નંબરની ટીમો પણ થશે માલામાલ

IPL 2023ની ફાઈનલ ચેન્નાઈ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. બંને ટીમો ટાઇટલ જીતવા માટે શ્રેષ્ઠ પ્રયાસ કરશે. અહીં તમને જણાવી દઈએ કે, ધોનીની CSK રેકોર્ડ 10મી વખત IPLની ફાઈનલ મેચ રમવા જઈ રહ્યો છે. આ સાથે જ હાર્દિકની ટીમ સતત બીજી વખત IPLની ફાઇનલમાં પહોંચી છે. તમને જણાવી દઈએ કે, પ્રથમ IPL 2008માં રમાઈ હતી. તે પ્રથમ સિઝનમાં વિજેતા ટીમને 4.8 કરોડ રૂપિયા મળ્યા હતા. પરંતુ હવે આ ઈનામની રકમ 4 ગણાથી વધુ વધી ગઈ છે. આ વખતે IPLનો ખિતાબ જીતનારી ટીમ પર પૈસાનો વરસાદ થવાનો છે. એટલું જ નહીં હારનાર ટીમ પણ માલામાલ થઇ જશે. આ સિવાય BCCI પણ ત્રીજી અને ચોથી ટીમ પર મહેરબાન છે. આ ટીમો પર પણ પૈસાનો વરસાદ થશે.
ઈનામની રકમ આ પ્રમાણે છે: IPL વિજેતા- 20 કરોડ, IPL ઉપવિજેતા- 13 કરોડ રૂપિયા
BCCI અને પર પણ કૃપા કરશેઃ IPL નંબર ત્રીજી ટીમ- રૂ. 7 કરોડ (મુંબઇ ઇન્ડિયન્સ), IPL નંબર ચાર ટીમ- રૂ. 6.5 કરોડ (લખનઉ સુપર જાયન્ટ્સ), IPL ઓરેન્જ કેપ- રૂ. 15 લાખ, IPL પર્પલ કેપ- રૂ. 15 લાખ, IPL ઇમર્જિંગ પ્લેયર- 20 લાખ રૂપિયા, IPL મોસ્ટ વેલ્યુએબલ પ્લેયર- 12 લાખ રૂપિયા, IPL ગેમ ચેન્જર ઓફ ધ સીઝન- 12 લાખ રૂપિયા, IPL સુપર સ્ટ્રાઈકર ઓફ ધ સીઝન- 12 લાખ રૂપિયા.
અન્ય રમતોની પ્રાઈઝ મની: ફિફા વર્લ્ડ કપ 2022- કુલ ઈનામની રકમ: રૂ. 3,632 કરોડ; વિજેતા: રૂ. 344 કરોડ, NBA 2022- કુલ પ્રાઇઝ મની: રૂ. 227 કરોડ, વિજેતા: 31.37 કરોડ, ચેમ્પિયન્સ લીગ 2022/23- કુલ પ્રાઈઝ મની: રૂ. 13,289 કરોડ; વિજેતા: રૂ. 177 કરોડ, IPL 2023: કુલ પ્રાઈઝ મની: રૂ. 46.5 કરોડ- વિજેતાઃ રૂ. 20 કરોડ.
કયા સમયે ફાઇનલ મેચ જોઈ શકશો: CSK Vs GT ફાઇનલ મેચ IST સાંજે 7:30 વાગ્યે શરૂ થશે જ્યારે ટોસ સાંજે 7:00 વાગ્યે થશે.
આજે શું છે ખાસઃ અમદાવાદમાં ગુજરાત ટાઇટન્સના હોમ ગ્રાઉન્ડ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આ મેચ રમાવા જઇ રહી છે, ચેન્નાઇ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઇટન્સ એકબીજા સામે 4 IPL મેચ રમી છે જેમાં CSK એક વખત અને ગુજરાત 3 વખત જીતી છે, ફાઈનલ શરૂ થાય તે પહેલા, સમાપન સમારોહ પણ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાશે, સમાપન સમારોહ ભારતીય સમય અનુસાર સાંજે 6:00 વાગ્યે શરૂ થશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp