લગતા હૈ પડોસિયોને ટીવી કે સાથ મોબાઇલ ભી તોડ દિયે...ઇરફાને પાક ફેન્સની લીધી મઝા

PC: twitter.com

ભારતીય ટીમે પાકિસ્તાન વિરુદ્ધ એશિયા કપ 2023ની સુપર-4ની મેચ 228 રનોથી પોતાના નામે કરી લીધી. વન-ડે ઇન્ટરનેશનલ ઇતિહાસમાં પાકિસ્તાન વિરુદ્ધ ભારતીય ટીમની રનોના હિસાબે અત્યાર સુધી સૌથી મોટી જીત હતી. પાકિસ્તાનની આ હાર પર મીઠું નાખવાનું કામ ભારતીય ટીમના પૂર્વ ક્રિકેટર ઈરફાન પઠાણે કર્યું છે. એ સિવાય વસીમ જાફરે પણ પાકિસ્તાનને ટ્રોલ કર્યું છે. ભારતે સીમિત 50 ઓવરમાં બે વિકેટ ગુમાવીને 356 રન બનાવ્યા, જવાબમાં પાકિસ્તાની ટીમ 128 રન જ બનાવી શકી. આ જીતથી ભારતીય ટીમ એશિયા કપ 2023ના પોઈન્ટ ટેબલમાં ટોપ પર પહોંચી ગઈ છે.

ઈરફાન પઠાણે મજા લેતા સોશિયલ મીડિયા મજા લેતા સોશિયલ મીડિયા પર લખ્યું કે, પાડોશીઓએ ટી.વી. સાથે મોબાઈલ પણ તોડી નાખ્યા, તો વસીમ જાફરે પાકિસ્તાનની હાર પર એક મીમ શેર કર્યું છે. ઈરફાન પઠાણે સોશિયલ મીડિયા પર લખ્યું કે, ખૂબ શાંતિ છવાઈ છે.. લાગે છે કે જ્યારે કોઈ ટીમ પહેલી ટીમથી પહેલા ટીમના સ્કોરથી 200 કરતા વધુ રનોના અંતર પર ઓલઆઉટ થઈ જાય છે. પાકિસ્તાની ફાસ્ટ બોલર શોએબ અખ્તર મોટા ભાગે એક વાત કહે છે કે ભારતીય ટીમને ફેન્ટા લગાવવું છે.

તો વસીમ જાફરે તેના મજા લેતા એક મીમ શેર કર્યું છે. ઇન્ડિયન ક્રિકેટ ફેન્સે પણ પાકિસ્તાન ક્રિકેટ ફેન્સને ટ્રોલ કર્યા છે. તો પાકિસ્તાન ક્રિકેટ ફેન્સે ચેમ્પિયન્સ ટ્રોફી 2017નો હવાલો આપ્યો અને કહ્યું કે ત્યાં પણ ગ્રુપ સ્ટેજમાં પાકિસ્તાની ટીમ હારી હતી, પરંતુ પછી ટ્રોફી પર કબજો કર્યો હતો.

મેચની વાત કરીએ તો ભારત અને પાકિસ્તાન વચ્ચે 10 તારીખે મેચ નક્કી થઈ હતી. આ મેચ માટે રિઝર્વ ડે પણ રાખવામાં આવ્યો હતો. 10 તારીખે ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચના દિવસે વરસાદ વિલન બન્યો. મેચમાં વરસાદ આવવા સુધી 24.1 ઓવરમાં ભારતનો સ્કોર 2 વિકેટ પર 147 હતો. બીજા દિવસે વિરાટ કોહલી અને કે.એલ. રાહુલ મેદાન પર ઉતર્યા અને મેચ આગળ વધી. આ બંને જ ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કરતા સદી ફટકારીને સીમિત 50 ઓવરમાં 356 સુધી સ્કોર પહોંચાડ્યો હતો. તેના જવાબમાં પાકિસ્તાની ટીમ 128 રન જ બનાવી શકી. ભારત તરફથી સૌથી વધુ 5 વિકેટ કુલદીપ યાદવે લીધી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp