શું દ્રવિડને સાઇડલાઇન કરવાની યોજના બનાવી રહ્યું છે બોર્ડ?સામે આવ્યો BCCIનો પ્લાન

PC: khabarchhe.com

શ્રીલંકા વિરુદ્ધ T20 અને વન-ડે સીરિઝની જાહેરાત થઇ તો ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI)એ પોતાના ઇરાદા ઘણી હદ સુધી સ્પષ્ટ કરી દીધા છે. આ વખત મોટા નામો પર ગાજ પડી છે. ઉપકેપ્ટન કે.એલ. સાથે-સાથે વન-ડેમ મોટા ભાગે કાર્યવાહક કેપ્ટનની ભૂમિકામાં નજરે પડનારા શિખર ધવનને પણ બહારનો રસ્તો દેખાડી દેવામાં આવ્યો. બોર્ડ પહેલા જ T20 વર્લ્ડ કપ 2022માં ખરાબ પ્રદર્શન બાદ ચેતન શર્માના નેતૃત્વવાળી સિલેક્શન સમિતિને સસ્પેન્ડ કરી ચૂક્યું છે.

એવામાં હવે માનવામાં આવી રહ્યું છે કે, આ સંદર્ભે આગામી નંબર હેડ કોચ રાહુલ દ્રવિડનો છે. ચેતન શર્મા માત્ર નવી સિલેક્શન સમિતિ બને ત્યાં સુધી ભારતીય ટીમના કાર્યવાહક સિલેક્ટર તરીકેની ભૂમિકા ભજવી રહ્યા છે. રિપોર્ટ્સ મુજબ BCCIએ રાહુલ દ્રવિડ પર કાતર ફેરવવાનું મન બનાવી લીધું છે. બોર્ડ ભારતીય ટીમની કોચિંગના 2 ભાગોમાં વહેંચવાની થિયોરી પર વિચાર કરી રહ્યું છે.

BCCIના ઉચ્ચ અધિકારીએ ઇચ્છે છે કે, T20 ફોર્મેટમાં કોઇ વિદેશી કોચને ચાંસ આપવામાં આવે. જ્યારે વન-ડે અને ટેસ્ટમાં રાહુલ દ્રવિડ કોચના રૂપમાં પોતાનો કાર્યકાળ પૂરો કરે. એક BCCI અધિકારીએ સ્પોર્ટ્સ વેબસાઇટ સાથે વાતચીત કરતા કહ્યું કે, અત્યારે કશું જ ફાઇનલ નથી. અમે કેટલાક વિકલ્પોની શોધ કરી રહ્યા છે. રાહુલ દ્રવિડ અમારા પ્લાનમાં છે, પરંતુ તેમના પર ખૂબ વર્કલોડ છે. અમારું ફોકસ આ સમયે ભારતમાં થનારા વર્લ્ડ કપ પર છે. તેના માટે સંદેશ સ્પષ્ટ છે.

આપણે વર્લ્ડ કપ જીતવો જ પડશે. તો અત્યારે T20 તરફ અમારું ફોકસ નથી. આ સમયે ઘણા પ્રકારની ચર્ચાઓ ચાલી રહી છે. કોઇ પણ પ્રકારે અંતિમ નિર્ણય માટે ક્રિકેટ એડવાઇઝરી કમિટી અને સિલેક્ટર્સને તેમાં સામેલ કરવા પડશે અને આ બધી વસ્તુઓમાં ખૂબ સમય લાગવાનો છે. ક્રિકેટ એડવાઇઝરી કમિટી આ સમયે નવા સિલેક્ટર્સની નિમણૂકની પ્રક્રિયામાં લાગી છે. ગત દિવસોમાં સતત અરજી આપનારા પૂર્વ ક્રિકેટર્સના ઇન્ટરવ્યૂ થયા છે.

નવા સિલેક્ટર્સ અને આખી પેનલના નામની જાહેરાત કરી શકે છે. રાહુલ દ્રવિડને T20 વર્લ્ડ કપ 2021 બાદ ભારતીય ટીમના કોચ બનાવવામાં આવ્યા હતા. તેમની આગેવાનીમાં ભારતીય ટીમે સતત ઘણી દ્વિપક્ષીય સીરિઝ પોતાના નામે કરી, પરંતુ મલ્ટિનેશનલ ટૂર્નામેન્ટ્સમાં કમાલ ન થઇ શક્યો. એશિયા કપ T20 વર્લ્ડ કપ 2022માં મળેલી હાર બાદ હવે નવી માગ થવા લાગી હતી. ભારતીય ટીમ સતત ક્રિકેટ રમી રહી છે. ઘણી વખત રાહુલ દ્રવિડની ગેરહાજરીમાં V.V.S. લક્ષ્મણ ભારતીય ટીમની ભૂમિકામાં નજરે પડે છે. જે અત્યારે NCAના ડિરેક્ટર છે. એવામાં હવે એ સંભવ છે કે T20 ફોર્મેટ માટે અલગ કેપ્ટન અને અલગ કોચિંગ સ્ટાફ જોવા મળે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp