શું ભારતીય ટીમના ડ્રેસિંગ રૂમમાં બરાબર ચાલી રહ્યું નથી? જાણો કેમ ઊભા થયા સવાલ

PC: deccanherald.com

શું ભારતીય ડ્રેસિંગ રૂમમાં બધુ બરાબર ચાલી રહ્યું નથી? આ સવાલ ભારતીય ટીમના સ્ટાર સ્પિનર રવિચંદ્રનના નિવેદન બાદ ઊભો થઈ ગયો છે.ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન સુનિલ ગાવસ્કરે પણ હવે આ સવાલ ઉઠાવ્યો છે. સુનિલ ગાવસ્કરનું કહેવું છે કે જો ભારતીય ટીમના ડ્રેસિંગ રૂમમાં બધુ બરાબર નથી તો એ ખૂબ જ દુઃખદ છે. ગયા મહિને ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ (WTC) ફીના બાદ જ ભારતીય ટીમને લઈને ગંભીર સવાલ ઊભા થઈ રહ્યા છે.

આ સવાલોને તેજી ત્યારે મળી જ્યારે રવિચંદ્રન અશ્વિને કહી દીધું કે, ડ્રેસિંગ રૂમમાં પહેલા મિત્ર થયા કરતા હતા, હવે માત્ર કલિગ હોય છે. રવિચંદ્રન અશ્વિને પોતાનું દુઃખ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ ફાઇનલની પ્લેઇંગ ઇલેવનમાં જગ્યા ન મળ્યા બાદ જાહેર કર્યું હતું. સુનિલ ગાવસ્કરે કહ્યું કે, ‘એ ખૂબ જ દુઃખદ છે. રમત સમાપ્ત થયા બાદ તો તમારે સાથે હોવું જ જોઈએ. તમે રમતની વાત ન કરો, પરંતુ તમારે મ્યૂઝિક, ફિલ્મોની કે પછી એ વસ્તુઓની વાત કરવી જોઈએ જેમાં તેમારી રુચિ હોય, જો એવું થઈ રહ્યું નથી તો એ નિરાશાજનક છે.

સુનિલ ગાવસ્કરે એમ થવાનું એક કારણ પણ જણાવ્યું છે. સુનિલ ગાવસ્કરે કહ્યું કે, ‘20 વર્ષ અગાઉ કંઈક એવું થયું હતું, જે તેનું કારણ હોય શકે છે. 20 વર્ષ અગાઉ ખેલાડીઓને અલગ રૂમ મળવા લાગ્યા હતા. સિંગલ રૂમ મળવા પણ ખેલાડીઓના સાથે ન હોવાનું એક કારણ હોય શકે છે. રવિચંદ્રન અશ્વિનને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઇનલથી બહાર રાખ્યા બાદ રોહિત શર્માની કેપ્ટન્સી પર પણ સવાલ ઊભા થાય હતા. અશ્વિન ભારતીય ટીમનો નંબર વન સ્પિન બોલર છે. છતા તેના વિદેશી પ્રવાસો પર અશ્વિનને મોટા ભાગે પ્લેઇંગ ઇલેવનથી બહાર જ રાખવામાં આવે છે. જો કે, વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસ પર અશ્વિનની રમતની આશા છે.

પૂર્વ ક્રિકેટર સુનિલ ગાવસ્કર હાલની ભારતીય ટીમની તૈયારીઓ અને રોહિત શર્માની કેપ્ટન્સીથી જરાય ખુશ નથી. એક અંગ્રેજી અખબારને આપેલા ઇન્ટરવ્યૂમાં તેમણે સીનિયર ખેલાડીઓ, કેપ્ટન રોહિત શર્મા અને કોચ રાહુલ દ્રવિડ પર સવાલ ઉઠાવ્યા છે. તેમણે કહ્યું કે, પોતાને સૌથી ફિટ કહેનારા ટીમના ખેલાડી વર્ક લોડ અને તણાવની વાતો કરે છે. તેમણે રોહિત શર્માની કેપ્ટન્સી પર પણ નિરાશા વ્યક્ત કરી. તેમણે કહ્યું કે, મને તેની પાસે વધારે આશા હતી, પરંતુ વિદેશી પ્રવાસો પર ટીમ તેના નેતૃત્વમાં મોટી સફળતા હાંસલ ન કરી શકી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp