ભારત-પાકિસ્તાન મેચમાં લાગી રેકોર્ડ્સની લાઇન, તૂટ્યા વર્ષો જૂના રેકોર્ડ
એશિયા કપ 2023માં 2 સપ્ટેમ્બર (શનિવાર)ના રોજ ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાયેલી મેચનું કોઈ પરિણામ ન નીકળી શક્યું. પલ્લેકેલમાં થયેલી આ મેચમાં ભારતે પાકિસ્તાનને જીત માટે 267 રનોનો ટારગેટ આપ્યો હતો, પરંતુ સતત વરસાદના કારણે પાકિસ્તાની ઇનિંગમાં એક પણ બૉલ ન ફેકાયો. પરિણામે બંને ટીમોને 1-1 પોઈન્ટ મળ્યા. ભારત પોતાની અંતિમ ગ્રુપ મેચ 4 સપ્ટેમ્બરના રોજ નેપાળ વિરુદ્ધ રમશે. પાકિસ્તાન વિરુદ્ધ મેચમાં વિકેટકીપર બેટ્સમેન ઇશાન કિશન અને હાર્દિક પંડ્યાનો જલવો જોવા મળ્યો.
હાર્દિક પંડ્યાએ 90 બૉલમાં 87 રન બનાવ્યા, જેમાં 7 ચોગ્ગા અને એક છગ્ગો સામેલ રહ્યા. તો ઇશાન કિશને 82 રન બનાવ્યા. ઇશાન કિશને 81 બૉલનો સામનો કર્યો અને 9 ચોગ્ગા અને 2 છગ્ગા લગાવ્યા. ઇશાન કિશન અને હાર્દિક પંડ્યાએ પાંચમી વિકેટ માટે 138 રનોની પાર્ટનરશિપ કરી. આ પાકિસ્તાન વિરુદ્ધ વન-ડે મેચમાં ભારત તરફથી પાંચમી વિકેટ માટે સૌથી મોટી પાર્ટનરશિપ રહી. હાર્દિક અને કિશને રાહુલ દ્રવિડ અને મોહમ્મદ કૈફનો રેકોર્ડ તોડી દીધો. દ્રવિડ-કેફની જોડીએ વર્ષ 2005માં કાનપુર વન-ડેમાં પાંચમી વિકેટ માટે 135 રન જોડ્યા હતા.
એટલું જ નહીં ભારત-પાકિસ્તાન વચ્ચે વન-ડે મેચમાં પાંચમી કે તેનાથી નીચેની વિકેટ માટે આ બીજી સૌથી મોટી પાર્ટનરશિપ રહી. આ બાબતે ઈમરાન ખાન અને જાવેદ મિયાદાદની જોડી પહેલા નંબર પર છે. ઈમરાન-મિયાંદાદે વર્ષ 1987માં નાગપુર વન-ડેમાં 142 રન જોડ્યા હતા. તેની સાથે જ એશિયા કપના વન-ડે ફોર્મેટમાં પાંચમી કે તેનાથી નીચેની વિકેટ માટે આ ત્રીજી સૌથી મોટી પાર્ટનરશિપ છે.
વન-ડેમાં ભારત-પાકિસ્તાન વચ્ચે પાંચમી કે તેનાથી નીચેની વિકેટ માટે સૌથી મોટી પાર્ટનરશિપ:
142- ઈમરાન ખાન અને જાવેદ મિયાંદાદ, નાગપુર, 1987
138- ઇશાન કિશન અને હાર્દિક પંડ્યા, પલ્લેકેલ, 2023
135- રાહુલ દ્રવિડ અને મોહમ્મદ કૈફ, કાનપુર, 2005
132*- રાહુલ દ્રવિડ અને મોહમ્મદ કૈફ, લાહોર, 2004
125*- મહેન્દ્ર સિંહ ધોની અને રવિચંદ્રન અશ્વિન, ચેન્નાઈ, 2012
એશિયા કપ (વન-ડે)માં 5મી કે તેનાથી નીચેની વિકેટ માટે સૌથી મોટી પાર્ટનરશિપ:
214- બાબર આઝમ અને ઈફ્તિખાર અહમદ (પાકિસ્તાન), મુલ્તાન 2023
164- અસગર અફઘાન અને સમીઉલ્લાહ શિનવારી (અફઘાનિસ્તાન), ફતુલ્લાહ 2014
138- ઇશાન કિશન અને હાર્દિક પંડ્યા (ભારત), પલ્લેકેલ, 2023
137- શાહિદ આફ્રિદી અને ઉમર અકમલ (પાકિસ્તાન), દામ્બુલા, 2010
133- રાહુલ દ્રવિડ અને યુવરાજ સિંહ (ભારત), દામ્બુલા, 2004.
ઇશાન કિશન પાકિસ્તાન વિરુદ્ધ એશિયા કપ મેચમાં સૌથી મોટી ઇનિંગ રમનારો ભારતીય વિકેટકીપર બેટ્સમેન બની ગયો છે. ઇશાન કિશને પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીને પછાડી દીધો. ધોનીએ વર્ષ 2008માં એશિયા કપમાં પાકિસ્તાન વિરુદ્ધ કરાચીમાં 76 રન બનાવ્યા હતા. ઇશાન કિશને સતત ચોથી વન-ડેમાં અડધી સદી ફટકારી.
એશિયા કપમાં પાકિસ્તાન વિરુદ્ધ બેસ્ટ સ્કોર (ભારતીય વિકેટકીપર્સ)
ઇશાન કિશન: 82 રન, પલ્લેકેલ 2023
મહેન્દ્ર સિંહ ધોની- 76 રન, કરાચી 2006
સુરિન્દર ખન્ના, 56 રન શારજાહ 1984
મહેન્દ્ર સિંહ ધોની- 56 રન, દામ્બુલા 2010
વન-ડેમાં પાકિસ્તાન વિરુદ્ધ બેસ્ટ સ્કોર (ભારતીય વિકેટકીપર્સ):
148- મહેન્દ્ર સિંહ ધોની, વિશાખાપટ્ટનમ, 2005.
113- મહેન્દ્ર સિંહ ધોની, ચેન્નાઈ, 2012.
99- રાહુલ દ્રવિડ, કરાચી, 2004.
82- ઇશાન કિશન, 2023.
77*- મહેન્દ્ર સિંહ ધોની 2006.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp