આ ખેલાડીએ ખોલી રોહિતની પોલ, બોલ્યો-તે મેચમાં ગાળ આપે છે, એક વખત મને પણ..

PC: twitter.com/ImRo45

ભારતીય વિકેટકીપર બેટ્સમેન ઇશાન કિશન અને ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્મા ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં મુંબઈ ઇન્ડિયન્સ (MI) તરફથી રમે છે. બંને વચ્ચે સારી બોન્ડિંગ છે. રોહિત શર્માની કેપ્ટન્સીમાં મુંબઈ ઇન્ડિયન્સે 5 વખત IPL ટ્રોફી પોતાના નામે કરી છે. હાલમાં વન-ડે ઇન્ટરનેશનલ ક્રિકેટમાં બેવડી સદી બનાવનાર ઇશાન કિશને ગયા વર્ષે એક ઇન્ટરવ્યૂમાં ઘણા મજેદાર કિસ્સા શેર કર્યા હતા. તેમાંથી એક રોહિત શર્મા બાબતે પણ હતો. ઇશાન કિશનનું કહેવું હતું કે રોહિત શર્મા મેચ દરમિયાન ક્યારેક ક્યારેક ખેલાડીઓને ગાળો પણ આપી દે છે અને એક વખત તેને પણ તેનાથી આમ તેમ થવું પડ્યું હતું.

ડાબા હાથના બેટ્સમેન ઇશાન કિશને એપ્રિલ 2021માં એક ઇન્ટરવ્યૂમાં રોહિત શર્માની કેપ્ટન્સીને લઈને ખૂબ વખાણ કર્યા હતા. તેનું કહેવું હતું કે રોહિતનું મન ગ્રાઉન્ડ પર ખૂબ ચાલે છે. તે ખૂબ શાંત રહે છે અને જે તે કરે છે, તે યોગ્ય હોય છે. તેણે કહ્યું કે, એક વખત હું બેટર સ્ટ્રાઈક પર આવ્યો તો મને લાગ્યું કે, તેણે ફિલ્ડ કેમ સજાવી નથી, પરંતુ ત્યારબાદ જુએ છે કે એ જ થાય છે જે રોહિત શર્માએ કર્યું. ઇશાન કિશનને ગત IPL ઓક્શનમાં મુંબઈ ઇન્ડિયાન્સે 15.25 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો.

તે ત્યારે સૌથી મોંઘો ખેલાડી બન્યો હતો. ઇશાન કિશને એક IPL મેચના કિસ્સાને યાદ કરતા કહ્યું કે, રોહિત ભાઈ મોટા ભાગે શાંત રહે છે, પરંતુ મેચ દરમિયાન જો સાથી ખેલાડી કોઈ ભૂલ કરે છે તો તેને તે ગાળો પણ આપી દે છે. જ્યારે મેચ પૂરી થાય છે તો તે કહે છે કે પ્લીઝ તેને કોઈ તેને દિલ પર ના લેતા. કેમ મેચમાં એમ થઈ જાય છે. જૂના બૉલથી તમને ફાયદો પહોંચે છે. એક વખત બૉલને જૂનો કરવાનો પ્રયત્નમાં તેણે જમીન પર પટક્યો જેથી અમને ફાયદો થાય કેમ કે ઝાકળ ખૂબ પડી રહ્યું હતું.

મેં બૉલને જમીન પર પટકતા રોહિત ભાઈ તરફ ફેક્યો. ત્યારબાદ બૉલને ઉઠાવીને રૂમાલથી સાફ કર્યો અને મને ગાળો આપી અને કહ્યું કે, તું શું કરી રહ્યો છે. જો કે ત્યારબાદ કહ્યું કે, તેને દિલ પર ન લેતો. મેચમાં ક્યારેક એમ થઈ જાય છે. મુંબઈ ઇન્ડિયન IPL 2023માં પોતાના અભિયાનની શરૂઆત રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) વિરુદ્ધ કરશે. બંને ટીમો 2 એપ્રિલના રોજ બેંગ્લોરના એમ. ચેન્નાસ્વામી સ્ટેડિયામાં સામસામે હશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp