કિશને જણાવ્યું-કોના કહેવા પર નંબર-4 પર બેટિંગ કરવા ઉતરેલો, રોહિતનો નહોતો નિર્ણય

PC: twitter.com/BCCI

વેસ્ટ ઇન્ડીઝ વિરુદ્ધ બીજી ટેસ્ટની બીજી ઇનિંગમાં ભારતીય બેટ્સમેનોએ મેજબાન બોલરોનો ઉધળો લઈ લીધો. માત્ર 24 ઓવરમાં જ ટીમે 181 રનો પર પોતાની બીજી ઇનિંગ ડિક્લેકર કરીને વેસ્ટ ઇન્ડીઝને 365 રનોનું લક્ષ્ય આપ્યું છે. ભારતીય ટીમ માટે આ દરમિયાન કેપ્ટન રોહિત શર્મા સિવાય ઇશાન કિશન ચમક્યા. ઇશાન કિશનને બીજી ઇનિંગમાં વિરાટ કોહલીની જગ્યાએ નંબર-4 પર બેટિંગ કરવાનો સોનેરી અવસર મળ્યો અને આ બેટ્સમેને તેનો ભરપૂર ફાયદો ઉઠાવ્યો.

બીજી ઇનિંગમાં ઇશાન કિશને 34 બૉલમાં 4 ચોગ્ગા અને 2 સિક્સની મદદથી નોટઆઉટ 52 રનોની ઇનિંગ રમી. પરંતુ શું તમે જાણો છો કે ઇશાન કિશનને નંબર 4 પર મોકલવાનો નિર્ણય કેપ્ટન રોહિત શર્માનો નહોતો. જી હાં, ચોથા દિવસની રમત સમાપ્ત થયા બાદ ઇશાન કિશને પોતે તેનો ખુલાસો કર્યો હતો. ઇશાન કિશને ચોથા દિવસની રમત સમાપ્ત થયા બાદ પોતાની ઇનિંગ અને ચોથા નંબર પર મોકલવાના નિર્ણય પર કહ્યું કે, હકીકતમાં તે ખાસ હતું. હું જાણતો હતો કે ટીમને મારી પાસે શું જોઈએ છે. બધાએ મારું સમર્થન કર્યું.

વિરાટ કોહલીએ મારું સમર્થન કર્યું અને મને કહ્યું કે, જા અને પોતાની રમત રમ. આશા રાખીએ છીએ કે અમે કાલે રમત સમાપ્ત કરી દઇશું. એ વિરાટ ભાઈ જ હતો, જેણે પહેલ કરી કે મારે અંદર જવું જોઈએ. ત્યાં એક ડાબા હાથનો બોલર હતો, જે બોલિંગ કરી રહ્યો હતો. આ ટીમ માટે એક સારો કોલ હતો. ક્યારેક ક્યારેક તમારે આ કોલ લેવાની જરૂરિયાત હોય છે. એ સિવાય ઇશાન કિશને ટીમના પ્લાન બાબતે વાત કરતા કહ્યું કે, અમારી યોજના હતી કે અમે વરસાદના બ્રેક બાદ 10-12 ઓવર રમીશું અને 70-80 રન બનાવીશું. અમે 370-380નું લક્ષ્ય ઇચ્છતા હતા.

જો મેચની વાત કરીએ તો વેસ્ટ ઇન્ડીઝે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પહેલા બેટિંગ કરતા ભારતીય ટીમે પહેલી ઇનિંગમાં 438 રન બનાવ્યા હતા. તેના જવાબમાં વેસ્ટ ઇન્ડીઝની ટીમ 255 રન પર જ સમેટાઇ ગઈ હતી. પહેલી ઇનિંગમાં ભારતીય ટીમને 183 રનની લીડ મળી હતી. જ્યારે ભારતીય ટીમે બીજી ઇનિંગમાં 2 વિકેટ ગુમાવ્યા બાદ 181 રનના સ્કોર પર દાવ ડિક્લેર કરી દીધો હતો અને વેસ્ટ ઇન્ડીઝને 365 રનોનું લક્ષ્ય આપ્યું છે. ચોથા દિવસની રમત સમાપ્ત થવા સુધીમાં વેસ્ટ ઇન્ડીઝે 2 વિકેટ ગુમાવીને 76 રન બનાવી લીધા છે. વેસ્ટ ઇન્ડીઝ હાલમાં જીતથી 289 રન દૂર છે, તો ભારતીય ટીમને જીત માટે 8 વિકેટની જરૂરિયાત છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp