26th January selfie contest

ચીતે કી ચાલ, બાઝ કી નઝર, T20 મેચમાં ઈશાન કિશને પકડ્યો હેરાન કરી દે તેવો કેચ

PC: twitter.com

ભારેત શ્રીલંકા વિરુદ્ધની વાનખેડે સ્ટેડિયમ ખાતે રમાયેલી પહેલી T20 મેચ 2 રનથી જીતી લીધી છે. દીપક હુડ્ડા અને અક્ષર પટેલને છોડીને બાકીના ભારતીય બેટ્સમેનો કોઈ ખાસ કમાલ દેખાડી શક્યા ન હતા. પરંતુ જીત બોલરોના નામે રહી હતી. જેમણે શ્રીલંકન બેટ્સમેનોને ક્રીઝ પર ટકવાની તક આપી ન હતી. ફિલ્ડીંગમાં પણ ભારતીય ટીમ શ્રીલંકાથી એક કદમ આગળ રહી હતી. આ મેચમાં સ્ટાર વિકેટકીપર ઈશાન કિશને એક મસ્ત કેચ પકડ્યો હતો, જેના પછી સૌ તેના વખાણ કરી રહ્યા છે.

શ્રીલંકાની ઈનિંગની 8મી ઓવર ચાલી રહી હતી અને તેને ઉમરાન મલિક નાખી રહ્યો હતો. આ ઓવરની પાંચમી બોલ પર શ્રીલંકન બેટ્સમેન ચરિત અસલંકાએ મોટો સ્ટ્રોક લગાવવાની કોશિશ કરી, પરંતુ બોલ યોગ્ય રીતે બેટ પર લાગ્યો નહીં અને બોલ ફાઈન તરફજતી રહી. જ્યાં અક્ષર પટેલ ઉભો હતો, પરંતુ વિકેટકીપર ઈશાન કિશને કમાલની સ્ફુર્તી દેખાડી અને અક્ષર પટેલનો ઊભા રહેવાનો ઈશારો કર્યો અને પોતે કૂદીન કેચ પકડ્યો હતો. જોરદાર ફિલ્ડીંગના કારણે દરેક જગ્યાએ લોકોની વાહવાહી લૂટી રહ્યો છે.

ઈશાન કિશના આ કમાલના કેચના દરેક લોકો વખાણ કરી રહ્યા છે. પૂર્વ ભારતીય ક્રિકેટર ઈરફાન પઠાણે ટ્વીટ કરીને કહ્યું છે કે હાલના દિવસોમાં કોઈ વિકેટકીપર દ્વારા લેવામાં આવેલો સૌથી સારો કેચ. શાનદાર ફિલ્ડીંગ સિવાય ઈશાન કિશને વિસ્ફોટક બેટિંગમાં પણ પોતાનું યોદગાન આપ્યું છે. ભારતીય ટીમની શરૂઆત ઘણી ખરાબ રહી હતી.

જ્યારે શુભમન ગિલ મેચમાં કંઈ ખાસ કમાલ દેખાડી શક્યો નહીં અને 7 રન બનાવીને આઉટ થઈ ગયો. જેના પછી સૂર્યકુમાર યાદવ અને સંજૂ સેમસન પણ સસ્તામાં આઉટ થઈ ગયા હતા. પરંતુ તે સમયે ઈશાન કિશને કેપ્ટન હાર્દિક પંડ્યાની સાથે મળીને ટીમને મુશ્કેલીની પરિસ્થિતિમાંથી બહાર કાઢી હતી. તેણે 37 રનની ઈનિંગ રમી, જેમાં 2 સિક્સ સામેલ હતા.

આ સિવાય શ્રીલંકા સામેની મેચમાં T20માં ડેબ્યૂ કરનારા શિવમ માવીએ પણ ઘણું સારું પ્રદર્શન કર્યું અને બધાનું દિલ જીતી લીધું છે. તેના કારણે ટીમ ઈન્ડિયા  2 રનથી મેચ જીતવામાં સફળ રહી હતી. શ્રીલંકન બેટ્સમેનો પાસે માવીની બોલનો કોઈ તોડ હતો નહીં. તેમણે પોતાની પહેલી મેચમાં એક મોટો રેકોર્ડ બનાવી દીધો છે. શ્રીલંકા વિરુદ્ધ તેણે પોતાની 4 ઓવરના કોટામાં 22 રન આપીને 4 મહત્વની વિકેટો ઝડપી છે. તેની સાથે જ માવીએ એક ખાસ ઉપલબ્ધિ પણ હાંસલ કરી લીધી છે. તેણે ભારત માટેની ડેબ્યૂ મેચમાં 4 વિકેટ લેનારો ત્રીજો ભારતીય બોલર બની ગયો છે.      

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp