ભારતને તેના ઘરમાં હરાવવું અશક્ય, પાકિસ્તાની ટીમ પર ગુસ્સે થયા રમીઝ રાજા

PC: news18.com

ભારતીય ટીમે શ્રીલંકા પછી ન્યૂઝીલેન્ડ વિરુદ્ધની ત્રણ વન-ડે સીરિઝમાંથી બે મેચમાં જીત મેળવીને સીરિઝ જીતી લીધી છે. ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ ઘર આંગણે રમાયેલી મેચમાં છેલ્લા 34 વર્ષથી ટીમ ઈન્ડિયા એક પણ વન-ડે સીરિઝ હારી નથી. ભારતની પોતાના ઘરે આ સતત સાતમી વન-ડે સીરિઝમાં જીત છે. રોહિત શર્માની કેપ્ટન્સીમાં ટીમ ઈન્ડિયા ઘણું જ સારું પ્રદર્શન કરી રહી છે. ટીમ ઈન્ડિયાના પાકિસ્તાની પ્લેયર્સ પણ વખાણ કરી રહ્યા છે. હવે પાકિસ્તાના ક્રિકેટ બોર્ડના પૂર્વ ચેરમેન રમીઝ રાજાએ ભારતની જીત પર મોટું સ્ટેટમેન્ટ આપ્યું છે.

 

પાકિસ્તાનના પૂર્વ ખેલાડી અને PCBના પૂર્વ ચેરમેન રમીઝ રાજાએ યુટ્યૂબ ચેનલ પર કહ્યું છે કે, ભારતને ભારતમાં હરાવવું ઘણું અઘરું છે. આ પાકિસ્તાન સહિત ઉપમહાદ્વીપની અન્ય ટીમો માટે શીખવા જેવી વાત છે. પાકિસ્તાન પાસે પૂરતી ક્ષમતા છે, પરંતુ સીરિઝ જીતવાના મામલામાં સ્થાનિક પ્રદર્શન ટીમ ઈન્ડિયા જેવું નથી. વન-ડે વર્લ્ડ કપ 2023નું આયોજન ભારતમાં થવાનું છે. ન્યૂઝીલેન્ડ એક ખરાબ ટીમ નથી. તે રેન્કિંગમાં ટોપની ટીમ છે. ન્યૂઝીલેન્ડની ટીમ પોતાની ગેમમાં ફસાઈ ગઈ કારણ કે તેમની બેટિંગમાં આત્મવિશ્વાસ અને લય ન હતો.

ભારતીય બોલરો માટે રમીઝ રાજાએ કહ્યું હતું કે ભારતના બોલર્સ પાસે ભલે વધારે સ્પીડ ના હોય, પરંતુ તેમની પાસે ક્વોલિટી છે. તેમણે પરફેક્ટ બોલ ફેંકવાની આદત બનાવી લીધી છે. તે ફીલ્ડના હિસાબે બોલિંગ કરે છે. તેમની સીમા કમાલની હતી. તેમણે સ્લીપથી જે દબાવ બનાવ્યો, તે જોવામાં શાનદાર હતો. સ્પીનર્સ પણ જીતમાં યોગદાન આપતા રહે છે. 

ભારતીય બોલરોના શાનદાર પ્રદર્શનના દમ પર ન્યૂઝીલેન્ડે બીજી વન-ડે મેચમાં ટીમ ઈન્ડિયાને માત્ર 110 રનનો ટાર્ગેટ આપ્યો હતો, જેને ભારતીય ટીમે બે વિકેટ ગુમાવીને હાંસલ કરી દીધો હતો. ભારત તરફથી મોહમ્મદ શમી અને મોહમ્મદ સિરાઝે કમાલનું પ્રદર્શન કર્યું. આ સિવાય રોહિત શર્માએ પણ જીતમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્મા ટોસ જીતીને પહેલા બેટિંગ કે ફિલ્ડીંગ કરવી તે માટેનો નિર્ણય લેવા માટે મેદાન પર બે ઘડી વિચાર કરતો જોવા મળ્યો હતો અને અંતે તેણે પહેલા ફિલ્ડીંગ કરવાનો નિર્ણય લીધો હતો, જે એકદમ સાચો સાબિત થયો હતો અને પહેલી 10 ઓવર સુધીમાં ઈન્ડિયન બોલરોએ કીવીની અડધી ટીમને પેવેલિયન ભેગી કરી દીધી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp