ભારતની દીકરીઓ ક્રિકેટ વર્લ્ડ કપ લઇ આવી, સન્માન કરવા સચિન તેંડુલકર અમદાવાદ આવશે

PC: twitter.com/BCCI

ભારતની અંડર-19 મહિલા ટીમે T20 વર્લ્ડ કપ 2023ની ટ્રોફી પોતાના નામે કરી લીધી છે. ફાઇનલ મેચમાં શેફાલી વર્માની આગેવાનીવાળી ભારતીય ટીમે ઈંગ્લેન્ડને 7 વિકેટે હરાવીને વર્લ્ડ ચેમ્પિયન બનવાનું ગૌરવ હાંસલ કર્યું. અંડર-19 T20 વર્લ્ડ કપની આ પહેલી સીઝન હતી અને શેફાલી વર્માની યુવા બ્રિગેડ કે પછી કહો યુવા સિંહણોએ પોતાની ગર્જનાથી આખી દુનિયાના હલાવી દીધી છે. હવે ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI)એ આ યુવા ટીમને સન્માનિત કરવાની તૈયારી કરી રહી છે.

મહાન બેટ્સમેન સચિન તેંદુલકર પહેલો ICC અંડર-19 મહિલા T20 વર્લ્ડ કપ જીતનારી ભારતની અંડર-19 મહિલા ક્રિકેટ ટીમને બુધવારે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં સન્માનિત કરશે. BCCIના સચિવ જય શાહે ટ્વીટ કરી કે, ‘ખૂબ ખુશી સાથે એ શેર કરી રહ્યું છું કે, ભારત રત્ન સચિન તેંદુલકર અને BCCIના પદાધિકારી ભારતની વિજેતા અંડર-19 ટીમને 1 ફેબ્રુઆરીના રોજ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં સાંજે 6:30 વાગ્યે સન્માનિત કરશે. યુવા ક્રિકેટરોએ ભારતને ગૌરવાન્વિત કર્યું છે અને અમે તેમની ઉપલબ્ધીઓનું સન્માન કરીશું.’

આ અગાઉ BCCI સચિવ જય શાહે મહિલા અંડર-19 T20 વર્લ્ડ કપમાં ટ્રોફી જીતનારી ટીમે 5 કરોડ રૂપિયા પુરસ્કાર આપવાની જાહેરાત કરી હતી. જય શાહે ટાઇટલી જીત બાદ ટ્વીટ કર્યું કે, ‘ભારતમાં મહિલા ક્રિકેટ આગળ વધી રહી છે અને વર્લ્ડ કપ જીતે મહિલા ક્રિકેટના કદને ઘણા પગલાં આગળ વધાર્યું છે. મને આખી ટીમ અને સહયોગી સ્ટાફ માટે પુરસ્કારના રૂપમાં 5 કરોડ રૂપિયાની જાહેરાત કરતા ખુશી થઇ રહી છે.

આ નિશ્ચિત રૂપે શાનદાર વર્ષે છે.’ તેમણે બિધવારે આખી ટીમને અમદાવાદ આપવાનું આમંત્રણ પણ આપ્યું છે. તેમણે કહ્યું કે, હું શેફાલી વર્મા અને તેની વિજયી ટીમને અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં અમારી સાથે જોડાવા અને એક ફેબ્રુઆરીના રોજ ત્રીજી T20 ઇન્ટરનેશનલ જોવા માટે આમંત્રિત કરું છું. આ મોટી ઉપલબ્ધિ નિશ્ચિત રૂપે એક સેલિબ્રેશની હકદાર છે.

મેચની વાત કરીએ તો ભારતીય મહિલા ક્રિકેટ ટીમે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ઇંગ્લિશ મહિલા અંડર-19 ટીમે પહેલા બેટિંગ કરતા 17.1 ઓવરમાં 68 રનના સ્કોર પર જ ઢેર થઇ ગઇ હતી. ઇંગ્લેન્ડની મહિલા ટીમ તરફથી સૌથી વધુ રન રીયાના મેકડોનાલ્ડે (19) બનાવ્યા હતા. એ સિવાય સોફિયા (11) અને હોલેન્ડ (10) જ ડબલ ડિજિટના આંકડા સુધી પહોંચી શકી. બાકી કોઇ પણ ઇંગ્લિશ મહિલા ખેલાડી ડબલ ડિજિટના આંકડા સુધી પણ ન પહોંચી શકી.

ભારત તરફથી બોલિંગ કરતા ટી. સાધુ, અર્ચના દેવી અને પાર્શ્વી ચોપરાએ 2-2 વિકેટ લીધી જ્યારે મન્નત કશ્યપ, શેફાલી વર્મા અને સોનમ કપૂરને 1-1 વિકેટ મળી. તો એક ખેલાડી જોશી ગ્રોવ્સ રનઆઉટ થઇ હતી. 69 રનનો પીછો કરવા ઉતરેલી ભારતીય મહિલા ક્રિકેટ ટીમે 14 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને આ લક્ષ્ય હાંસલ કરી લીધું હતું.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp