પંડ્યાએ ન્યૂઝીલેન્ડ સામે પહેલી T20માં મળેલી હાર પાછળનું કારણ જણાવ્યું

PC: BCCI

હાલમાં ન્યૂઝીલેન્ડની ટીમ ભારતના પ્રવાસે છે અને T20 સીરિઝ રમી રહી છે. આ અગાઉ ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે 3 મેચોની વન-ડે સીરિઝ રમાઇ હતી, જેમાં ભારતીય ટીમે ન્યૂઝીલેન્ડની ટીમને 3-0થી હરાવી હતી. પરંતુ હાર્દિક પંડ્યાની આગેવાની વાળી ભારતીય ટીમને ન્યૂઝીલેન્ડ સામે પહેલી T20 મેચમાં 21 રને હારનો સામનો કરવો પડ્યો. શુક્રવારે એટલે કે 27 જાન્યુઆરીના રોજ રમાયેલી T20 મેચમાં ભારતીય ટીમે પહેલા ટોસ જીતીને ફિલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો હતો.

ન્યૂઝીલેન્ડની ટીમે પહેલા બેટિંગ કરતા ડેવોન કોનવે (52 રન), ડેરીલ મિચેલ (59) અને ફિન એલન (35 રન)ની મદદથી સીમિત 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 176 રન બનાવ્યા હતા. 177 રનોનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમ સીમિત 20 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને 155 રન જ બનાવી શકી. ભારત તરફથી સૌથી વધુ રન વૉશિંગટન સુંદર (50)એ બનાવ્યા. એ સિવાય સૂર્યકુમાર યાદવે 47 રનની વિસ્ફોટક ઇનિંગ રમી. તો 5 ખેલાડી એવા રહ્યા, જે ડબલ ડિજિટના આંકડા સુધી પણ ન પહોંચી શક્યા.

પોસ્ટ મેચ પ્રેઝન્ટેશન કેપ્ટન હાર્દિક પંડ્યાએ પહેલી મેચમાં હાર પાછળનું કારણ જણાવ્યું હતું. હાર્દિક પંડ્યાએ કહ્યું કે, ‘મને અંદાજો નહોતો કે અહીં પીચ પર બૉલ એટલો ટર્ન થશે. કોઇએ વિચાર્યું નહોતું કે આ વિકેટ એવી હશે. તેનાથી બંને ટીમો હેરાન રહી ગઇ. ન્યૂઝીલેન્ડે આજે સારી ક્રિકેટ રમી. નવો બૉલ જૂના બૉલથી વધુ સ્પિન થઇ રહ્યો હતો. જે પ્રકારે બૉલ સ્પિન થઇ રહ્યો હતો અને ઊછળી રહ્યો હતો, તેણે અમને ચોંકાવ્યા, પરંતુ જ્યાં સુધી હું અને સૂર્યા બેટિંગ કરી રહ્યા હતા.

અમને લાગી રહ્યું હતું કે ચેઝ કરી લઇશું. અંતમાં અમે 25 રન આપી દીધા, આ એક યુવા ટીમ છે અને અમે આ પ્રકારે જ શીખીશું.’ ભારતીય ટીમની ઇનિંગમાં વૉશિંગટન સુંદરે અડધી સદી બનાવી અને ટીમની ઇનિંગને મુશ્કેલ સમયમાં સંભાળી. ભલે ટીમ જીતી ન શકી, પરંતુ સુંદરે બધાનું દિલ જરૂર જીતી લીધું છે. સુંદરે પહેલી મેચમાં 28 બૉલમાં 178.57ની સ્ટ્રાઇક રેટથી 50 રન બનાવ્યા, જેમાં 5 ફોર અને 3 સિક્સ સામેલ રહ્યા.

તેની ઇનિંગથી કેપ્ટન હાર્દિક પંડ્યા પ્રભાવિત થયો. તેણે સુંદરને લઇને કહ્યું કે, જે પ્રકારે વૉશિંગટને બોલિંગ, બેટિંગ અને ફિલ્ડિંગ કરી એમ લાગે છે કે ન્યૂઝીલેન્ડનો સામેનો ભારત સાથે નહીં વૉશિંગટન સાથે હતો. જો તે અને અક્ષર જેમ રમી રહ્યા છે એવી જ રીતે ચાલુ રાખે છે તો તેનાથી ભારતીય ક્રિકેટને ખૂબ મદદ મળશે. અમને કોઇ એવા વ્યક્તિની જરૂરિયાત હતી, જે બેટિંગ અને બોલિંગ કરી શકે. અમને ખૂબ આત્મવિશ્વાસ આપે અને તે અમને આગળ વધવામાં મદદ કરે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp