
પાકિસ્તાનના પૂર્વ દિગ્ગજ ક્રિકેટર મિયાદાદે થોડા દિવસ અગાઉ ભારતના પાકિસ્તાન પ્રવાસ પર આપત્તિજનક નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે, જો ભારત પાકિસ્તાન આવવા માગતુ નથી તો તે ભાડમાં જાય. જો કે, હવે તેણે આ નિવેદન પર પલટી મારી છે. તેણે એમ પણ કહ્યું કે, જો ભારત પાકિસ્તાનમાં રમવા માટે આવવા માગતુ નથી તો અમને બોલાવી લો. અમે રમવા આવી જઈશું. ભારતે પાકિસ્તાનમાં એશિયા કપ રમવાની ના પાડી દીધી હતી.
જાવેદ મિયાદાદે નાદિર અલી પૉડકાસ્ટમાં ભારત અને પાકિસ્તાન સંબંધ પર બોલી રહ્યો હતો. યુટ્યુબ પર પ્રસારિત આ પૉડકાસ્ટ 47મી મિનિટમાં જાવેદ મિયાદાદને જ્યારે પૂછવામાં આવ્યું કે, ભારતે પાકિસ્તાન આવવું જોઈએ. તેના પર પાકિસ્તાનના પૂર્વ દિગ્ગજ ક્રિકેટરે કહ્યું કે, ભારતે બિલકુલ આવવું જોઈએ, આપણે પાડોશી છીએ. આપણે ઈચ્છીએ છીએ, જો તેઓ આવતા નથી તો અમને બોલાવી લો, અમે રમવા આવી જઈશું. આપણી ટીમ સિક્યોરિટીની પણ ચિંતા કરતી નથી.
આપણું માનવું છે કે જો મોત આવવી હોય તો આવી જશે. આપણે તો એ ઈચ્છીએ છીએ કે તે (ભારતીય ટીમ) પણ આવે કેમ કે આ વખત પાકિસ્તાન આવવાનો વારો તેનો છે. જાવેદ મિયાદાદને નાદિરે પૂછ્યું કે, તમે હાલમાં જ નિવેદન આપ્યું હતું કે, જો ભારત પાકિસ્તાનના પ્રવાસે આવવા નથી માગતુ તો ભાડમાં જાય? આ સવાલ પર મિયાદાદે નાદિરને કહ્યું કે, બીજું શું કરીએ. મને કહે. પંજાબીમાં કહેવાય છે કે મટ્ટી પાઓ.. ખતમ કરો.
જાવેદ મિયાદાદ અહી જ ન રોકાયો અને કહ્યું કે, પાકિસ્તાનની ક્રિકેટ ટોપ માનવામાં આવે છે. પાકિસ્તાન ક્રિકેટમાં ભારતથી ખૂબ આગળ છે. બાળ ઠાકરે સાથે મુલાકાત બાબતે પણ તે બોલ્યો. તેણે કહ્યું કે, જ્યારે તે ભારતના પ્રવાસે મુંબઈ ગયો હતો તો તેમની સાથે (બાળ ઠાકરે) સાથે મુલાકાત થઈ હતી. તેઓ મને જોઈને ખૂબ ખુશ હતા. મુંબઇમાં જ્યાં તેઓ રહેતા હતા, એ આખી ગલી ભરેલી હતી. ભારત અને પાકિસ્તાનની જનતા ક્રિકેટ ઈચ્છે છે, પરંતુ બંને દેશોમાં નફરત રાજનેતા ભરી રહ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp