જાડેજા અને સ્ટીવ સ્મિથ મેચ દરમિયાન ટકરાયા, જુઓ વીડિયો

દિલ્હીના મેદાન પર ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બીજી ટેસ્ટ મેચ રમાઈ રહી છે. ઓસ્ટ્રેલિયાએ પહેલી ઇનિંગમાં 263 રન બનાવ્યા છે. ભારતીય ટીમે બીજા દિવસે બેટિંગ કરતા ટી બ્રેક સુધીમાં 7 વિકેટ ગુમાવીને 179 રન બનાવી લીધા હતા. ટી બ્રેક સુધીમાં અક્ષર પટેલ (28) અને રવિચંદ્રન અશ્વિન (11) રન બનાવીને બેટિંગ કરી રહ્યા હતા. બીજી ટેસ્ટ મેચની પહેલી ઇનિંગમાં ભારતીય ટીમની હાલત કફોળી નજરે પડી રહી છે. તો મેચ દરમિયાન એક વખત સ્ટીવ સ્મિથ અને રવીન્દ્ર જાડેજા વચ્ચે ટક્કર થઈ ગઈ હતી. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

ભારતીય ટીમના સ્ટાર ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજાએ ખૂબ લાંબા સમય બાદ ભારતીય ટીમમાં જોરદાર કમબેક કર્યું છે. તેણે નાગપુર ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયન બેટ્સમેનો હોશ ઉડાવી દીધા હતા. તો રવીન્દ્ર જાડેજા દિલ્હીમાં રમાઈ રહેલી બીજી મેચમાં પણ સારા લયમાં નજરે પડી રહ્યો છે. તેણે બોલિંગ કરતા 3 વિકેટ પોતાના નામે કરી છે. જ્યારે બેટિંગ પણ સારા લયમાં નજરે  પડી રહ્યો હતો. રવીન્દ્ર જાડેજા 26 રન બનાવીને ટોડ મર્ફીનો શિકાર થઈ ગયો. આ મેચ દરમિયાન એક દિલ જીતનારો નજારો જોવા મળ્યો.

થયું કંઇક એવું હતું કે રવીન્દ્ર જાડેજા ટોડ મર્ફીની ઓવરમાં રન લેવા માટે વિકેટો વચ્ચેથી દોડી રહ્યો હતો, પરંતુ સ્પીડ હોવાના કારણે પોતાની જાતને રોકી શકતો નથી અને સ્લીપમાં ઊભા ઓસ્ટ્રેલિયન ખેલાડી સ્ટીવ સ્મિથ સાથે ટકરાઇ જાય છે. આ દરમિયાન બંને ખેલાડી એક બીજાને ગળે લગાવતા નજરે પડે છે. ત્યારબાદ આ નજારો કેમેરામાં કેદ થઈ જાય છે. હવે આ સુંદર વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. બીજી ટેસ્ટ મેચની વાત કરીએ તો પહેલા બેટિંગ કરતા ઓસ્ટ્રેલિયન ટીમે 263 રન બનાવ્યા છે.

ભારત તરફથી બોલિંગ કરતા સૌથી વધુ વિકેટ મોહમ્મદ શમીને (4 વિકેટ) મળી છે, જ્યારે રવિચંદ્રન અશ્વિન અને રવીન્દ્ર જાડેજાને 3-3 વિકેટ મળી છે. તેના જવાબમાં ભારતીય ટીમે પહેલી ઇનિંગમાં ટી બ્રેક સુધીમાં 7 વિકેટ ગુમાવીને 179 રન બનાવી લીધા છે. ભારત તરફથી અત્યાર સુધી પહેલી ઇનિંગમાં વિરાટ કોહલીએ સૌથી વધુ 44 રન બનાવ્યા છે, જ્યારે કેપ્ટ રોહિત શર્માએ 32 રન બનાવ્યા છે. ઓસ્ટ્રેલિયા તરફથી બેટિંગ કરતા નાથન લાયનને સૌથી વધુ 5 વિકેટ મળી છે અને મેથ્યૂ કુહ્નેમેન અને ટોડ મર્ફીને 1-1 વિકેટ મળી છે.

બીજી ટેસ્ટ મેચમાં ભારતની પ્લેઇંગ ઇલેવન:

રોહિત શર્મા (કેપ્ટન), કે.એલ. રાહુલ, ચેતેશ્વર પૂજારા, વિરાટ કોહલી, શ્રેયસ ઐય્યર, રવીન્દ્ર જાડેજા, શ્રીકર ભરત, અક્ષર પટેલ, રવિચંદ્રન અશ્વિન, મોહમ્મદ શમી અને મોહમ્મદ સિરાજ.

બીજી ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયન પ્લેઇંગ ઇલેવન:

ડેવિડ વોર્નર, ઉસ્માન ખ્વાજા, માર્નસ લાબુસેન, સ્ટીવ સ્મિથ, ટ્રેવિસ હેડ, પીટર હેન્ડ્સકોમ્બ, એલેક્સ કેરી, પેટ કમિન્સ (કેપ્ટન), ટોડ મર્ફી, નાથન લાયન, મેથ્યુ કુહ્નેમેન.

  

About The Author

Related Posts

Top News

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં ફરીવાર ધર્માંતરણનો મુદ્દો વેગ પકડી રહ્યો છે. ઓમકાર સેવા મિશન ચેરિટેબલ ટ્રસ્ટ કડીના બુડાસણ ખાતે આવેલા પંડિત દીનદયાળ ઉપાધ્યાય...
Gujarat 
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં આ તારીખથી બદલાશે વાતાવરણ, માવઠું પડશે.., અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે ફરી એકવાર માવઠાના જોખમની ચેતવણી આપી છે. તેમણે તાજેતરમાં આગાહી કરી છે કે રાજ્યમાં ડિસેમ્બરમાં માવઠું પડી...
Gujarat 
ગુજરાતમાં આ તારીખથી બદલાશે વાતાવરણ, માવઠું પડશે.., અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

નરેન્દ્રભાઇને મેં જ કહ્યું હતું કે, અમિતભાઇને ગૃહ મંત્રી બનાવોઃ આનંદીબેન પટેલ

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને યુપીના રાજ્યપાલ આનંદીબેન પટેલના જીવન પર આધારિત બુકની ગુજરાતી આવૃત્તિનું વિમોચન થયું હતું. 'ચુનૌતીયાં મુઝે...
Gujarat 
નરેન્દ્રભાઇને મેં જ કહ્યું હતું કે, અમિતભાઇને ગૃહ મંત્રી બનાવોઃ આનંદીબેન પટેલ

આવી ભાભી થોડી હોય... સરપ્રાઈઝના નામે નણંદની આંખો પર પટ્ટી બાંધી, પછી લોખંડના તવાથી 50 વાર કર્યા

ઉત્તર પ્રદેશના આગ્રા જિલ્લામાં એક એવી ઘટના પ્રકાશમાં આવી છે, જેણે કૌટુંબિક સંબંધોને કલંકિત કર્યા છે. ટ્રાન્સ-યમુના પોલીસ સ્ટેશન...
National 
આવી ભાભી થોડી હોય... સરપ્રાઈઝના નામે નણંદની આંખો પર પટ્ટી બાંધી, પછી લોખંડના તવાથી 50 વાર કર્યા
Copyright (c) Khabarchhe All Rights Reserved.