ગાવસ્કરે જાડેજાનો લીધો ઉધડો, કહ્યું- સામે કંઈક અલગ બોલો છો અને મેદાન પર જઈને...

PC: rapidleaks.com

ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ભારતીય ક્રિકેટ ટીમ બોર્ડર ગાવસ્કર ટ્રોફીની ત્રીજી ટેસ્ટ મેચમાં રમવા ઉતરી, પહેલી ઈનિંગમાં ટીમ ઈન્ડિયાને મહેમાન ટીમે માત્ર 109 રનમાં જ ઓલઆઉટ કરી દીધી. ઓસ્ટ્રેલિયાની બેટિંગ દરમિયાન રવીન્દ્ર જાડેજાએ ફરી એકવાર એ જ ભૂલ કરી જે છેલ્લી બે ટેસ્ટ મેચ દરમિયાન કરી હતી. આ વખતે પૂર્વ કેપ્ટન સુનીલ ગાવસ્કરને તેને લઈને જાડેજા પર ગુસ્સો આવ્યો અને તેને ખરીખોટી સંભળાવી હતી.

પૂર્વ ભારતીય કેપ્ટન સુનીલ ગાવસ્કરે મેચની કમેન્ટ્રી દરમિયાન રવીન્દ્ર જાડેજા દ્વારા કરવામાં આવેલી ભૂલ પર તેને સંભળાવ્યું હતું. ઓસ્ટ્રેલિયાના સ્ટાર માર્નસ લાબુશૈનને ઝીરો પર જાડેજાએ ક્લીન બોલ્ડ કરી દીધો હતો. ભારતીય ટીમના ખેલાડીઓએ સેલિબ્રેશન શરૂ પણ નહોતું કર્યું કે ચહેરા પર ઉદાસી છવાઈ ગઈ. અમ્પાયરે બોલને નો જાહેર કરી દીધો. ઓવર સ્ટેપના કારણે રવીન્દ્ર જાડેજાના હાથમાંથી વિકેટ ચાલી ગઈ અને ભારતીય ટીમની મુસીબત વધી ગઈ.

ગાવસ્કરે કહ્યું, જ્યારે જાડેજા અમારી પાસે આવે છે અને દિવસની ગેમ પૂર્ણ થયા બાદ વાતો કરે છે તો શું કહે છે. કેમેરાની સામે તે વાત કરે છે કે હું પોતાના વશમાં જે છે તે બધુ કરવાનો પ્રયત્ન કરું છું. નો બોલ ના થાય તેનો કંટ્રોલ સંપૂર્ણ રીતે તમારા હાથમાં જ હોય છે. જો તમે પોતાની બોલેલી વાતો પર જ અમલ ના કરી શકો તો કોઈ શું બોલી શકે. કોઈપણ બોલર ભલે ગમે તેટલા રન ખાઈ જાય તેમા તેને વધુ કંઈ ના કહી શકાય. નો બોલ કરવો તો એકદમ ખોટું છે, આ બાબત એવી છે જેને બોલરે ક્યારેય ના કરવી જોઈએ. નો બોલ તો તમારી ભૂલથી થાય છે, તમારું નિયંત્રણ હશે તો ક્યારેય નો બોલ ના થઈ શકે.

નાગપુર ટેસ્ટમાં સ્ટીવ સ્મિથને રવીન્દ્ર જાડેજાએ ક્લીન બોલ્ડ કરી ઓસ્ટ્રેલિયાની ઈનિંગ પૂર્ણ કરી દીધી હતી પરંતુ, તે બોલ નો બોલ નીકળી. દિલ્હી ટેસ્ટ મેચમાં પીટરહેન્ડ્સ કોમ્બને પણ જાડેજાએ આઉટ કરી દીધો હતો પરંતુ, અમ્પાયરે બોલને નો બોલ જાહેર કરી દીધો. હવે ઈંદોરમાં માર્નસ લાબુશૈનને ક્લીન બોલ્ડ કર્યા બાદ નો બોલના કારણે વિકેટ ગુમાવી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp