જાડેજાની પત્ની રીવાબા બીજી ક્રિકેટર પત્નીઓથી છે એકદમ અલગ, જાણો પહેલીવાર ક્યાં..

PC: hindi.news18.com

ટીમ ઈન્ડિયાના વિસ્ફોટક ઓલરાઉન્ડર ખેલાડી રવિન્દ્ર જાડેજાની પત્નીનું નામ રીવાબા સોલંકી છે. CSKની જીત બાદ, રીવાબા જાડેજાને મેદાનમાં ગળે લગાવીને અભિનંદન આપતા જોવા મળ્યા હતા. ત્યારથી તે હેડલાઇન્સમાં છે.

રવિન્દ્ર જાડેજા અને રીવાબા સોલંકીની પ્રથમ મુલાકાત જાડેજાની બહેન નયના દ્વારા ગોઠવવામાં આવી હતી. જો સમાચારનું માનીએ તો પહેલીવાર આ બંને ક્યૂટ કપલ પાર્ટીમાં જોવા મળ્યા હતા. અહીં જાડેજા રીવાબાને જોતા જ તેની સુંદરતાથી મોહિત થઇ ગયા હતા.

પછી શું હતું, અહીં બંનેએ પોતાના મોબાઈલ નંબર એક્સચેન્જ કર્યા. આ પછી, વાતચીતનો જે સિલસિલો ચાલુ થયો હતો, તે લગ્ન થઇ ગયા પછી સીધો બંધ થઈ ગયો. બંનેએ આગામી ત્રણ મહિનામાં સગાઈ પણ કરી લીધી. તેના થોડા જ સમય પછી આ સંબંધ લગ્નમાં ફેરવાઈ ગયો.

જાડેજા અને રીવાબાના લગ્નમાં હવામાં જોરદાર ફાયરીંગ થયું હતું. આ અંગે પોલીસ સમક્ષ ફરિયાદ પણ કરવામાં આવી હતી. અહીં તમને જણાવી દઈએ કે, જાડેજા એક રાજપૂત પરિવારમાંથી આવે છે. અહીં આ સમાજમાં લગ્ન પ્રસંગે ગોળીબાર કરવો સામાન્ય બાબત છે. આ જ કારણ હતું કે, તેમના લગ્નમાં પણ હવામાં ઘણી ગોળીઓ ચલાવવામાં આવી હતી.

બંને ક્યુટ કપલ હાલમાં ખૂબ જ ખુશ છે. જ્યાં જાડેજા ટીમ ઈન્ડિયા માટે ત્રણેય ફોર્મેટમાં ભાગ લઈ રહ્યો છે. બીજી તરફ રીવાબા BJP સાથે જોડાયેલા છે. જાડેજા અને રીવાબાને નિધ્યાના નામની એક સુંદર બાળકી છે.

ચેન્નાઈ સુપર કિંગ પાંચમી વખત ચેમ્પિયન બન્યું ત્યારે રવિન્દ્ર જાડેજા વિજયનો હીરો બન્યો હતો. જીત પછી જ્યારે રવીન્દ્ર જાડેજા મહેન્દ્ર સિંહ ધોની પાસે પહોંચ્યો ત્યારે તેણે તેને ઉપાડ્યો અને પછી ગળે લગાવીને ઉજવણી કરી. જો કે, રવિન્દ્ર જાડેજાની પત્નીનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, રિવાબા જાડેજા મેચ દરમિયાન મેદાનમાં હાજર હતી, જેની ઘણી તસવીરો સામે આવી છે.

મેચ જીત્યા બાદ જાડેજા જ્યારે તેની પત્ની રીવાબા પાસે પહોંચ્યો ત્યારે રીવાબાએ જાડેજાના પગને સ્પર્શ કરીને તેને પગે લાગી હતી. આ પછી બંનેએ ગળે મળીને ખુશી વ્યક્ત કરી. સોશિયલ મીડિયા પર રવિન્દ્ર જાડેજાના પગ સ્પર્શ કરતી રીવાબાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે અને લોકો તેના પર અલગ-અલગ પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp