હાર્દિક પંડ્યાની કેપ્ટન્સી પર ઉઠ્યા સવાલ, પૂર્વ દિગ્ગજે જણાવી આ મોટી ભૂલ

PC: BCCI

ભારતીય ટીમના પૂર્વ દિગ્ગજ બેટ્સમેન વસીમ જાફરે ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ પહેલી T20 મેચમાં હાર્દિક પંડ્યાની કેપ્ટન્સી પર સવાલ ઉઠાવ્યા છે. તેમણે કહ્યું કે, હાર્દિક પંડ્યાએ દીપક હુડાને ઓછી ઓવર કરાવી. વસીમ જાફરના જણાવ્યા મુજબ, દીપક હુડાને વધુ 2 ઓવર કરાવી શકાતી હતી. રાંચીમાં રમાયેલી પહેલી T20 મેચમાં ન્યૂઝીલેન્ડે ભારતીય ટીમને 21 રને હરાવતા 3 મેચોની સીરિઝમાં 1-0ની લીડ બનાવી લીધી છે. પહેલા બેટિંગ કરતા ન્યૂઝીલેન્ડની ટીમ સીમિત 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 176 રન બનાવ્યા હતા.

177 રનોનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમ સીમિત 20 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને 155 રનનો જ સ્કોર બનાવી શકી. વૉશિંગટન સુંદરે 28 બૉલમાં 5 ફોર અને 3 સિક્સની મદદથી 50 રન બનાવીને ટીમને જીત અપાવવાનો પૂરો પ્રયાસ કર્યો, પરંતુ તેને બાકી બેટ્સમેનોનો સાથ ન મળ્યો. સૂર્યકુમાર યાદવે પણ શાનદાર ઇનિંગ રમી, પરંતુ બાકી ખેલાડી પૂરી રીતે ફ્લોપ રહ્યા અને આ કારણે ભારતીય ટીમને અંતમા હારનો સામનો કરવો પડ્યો. વસીમ જાફરના જણાવ્યા મુજબ, હાર્દિક પંડ્યા પોતાના બોલરોને સારી રીતે પ્રયોગ કરી શકતો હતો.

એક સ્પોર્ટ્સ વેબસાઇટ સાથે વાતચીત કરતા કહ્યું કે, ભારતીય ટીમ દીપક હુડાને 2 ઓવર હજુ કરાવી શકતી હતી કેમ કે બાકી સ્પિનર્સને આ વિકેટ પર ટર્ન મળી રહ્યો હતો. અહીં સુધી કે કુલદીપ યાદવે પણ શાનદાર બોલિંગ કરી અને વૉશિંગટન સુંદરે પણ શાનદાર કામ કર્યું. બંને જ ટીમો તરફથી સ્પિનર્સે શાનદાર કામ કર્યું, એટલે ભારતીય ટીમ વધુ એક સ્પિનરનો પ્રયોગ કરી શકતી હતી. ફાસ્ટ બોલર ખૂબ વધારે મોંઘા સાબિત થઈ રહ્યા હતા.

વસીમ જાફરે કહ્યું કે, કદાચ મને લાગે છે કે આજે જે પ્રકારની કન્ડિશન હતી, એ હિસાબે બોલિંગ ન થઈ. દીપક હુડાની જે ઓવર બચી હતી તેનો ઉપયોગ કરી શકાતો હતો. જો કે, એ સિવાય ભારત પાસે વધુ વિકલ્પ નહોતા. જો તમે ઉમરાન મલિક પાસે એક જ ઓવર કરાવવાના હો અને શિવમ માવી પાસે બે ઓવર કરાવવાના હોવ તો તેની જગ્યાએ એક અતિરિક્ત બેટ્સમેન રમાડવાનો સારો વિકલ્પ હશે. કદાચ આ બદલાવ આગામી મેચોમાં જોવા મળી શકે છે. ઉલ્લેખનીય છે કે, ભારતીય ટીમ તરફથી બધા ફાસ્ટ બોલર ખૂબ મોંઘા સાબિત થયા હતા. અર્શદીપ સિંહે ખૂબ રન ખર્ચ કરી દીધા. ખાસ કરીને તેની છેલ્લી ઓવરમાં 27 રન બન્યા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp