ભારતીય ટીમ માટે ખુશખબરી, બુમરાહ આ વનડે સીરિઝથી ટીમમાં કરશે કમબેક

PC: hindustantimes.com

ભારતીય ક્રિકેટ ટીમ માટે એક મોટી ખુશખબરી સામે આવી છે. ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહની ટીમમાં વાપસી થઈ છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ બુમરાહને શ્રીલંકા વિરુદ્ધ રમાનારી ત્રણ મેચોની વનડે સીરિઝ માટે સ્ક્વોર્ડમાં સામેલ કર્યો છે. જણાવી દઈએ કે, ભારતીય ટીમે શ્રીલંકા વિરુદ્ધ પોતાના જ ઘરમાં ત્રણ T20 અને ત્રણ વનડે મેચોની સીરિઝ રમવાની છે. પહેલા T20ની સીરિઝ રમાશે, જેની પહેલી મેચ મંગળવાર (3 જાન્યુઆરી) ના રોજ રમાશે. ત્યારબાદ ત્રણ વનડે મેચોની સીરિઝ રમવામાં આવશે. આ ત્રણેય વનડે 10, 12 અને 15 જાન્યુઆરીના રોજ રમવામાં આવશે.

29 વર્ષીય જસપ્રીત બુમરાહ પીઠની ઈજાના કારણે સપ્ટેમ્બર 2022થી જ ક્રિકેટિંગ એક્શનથી દૂર હતો. તે ઓસ્ટ્રેલિયામાં રમાયેલા T20 વર્લ્ડકપમાં પણ રમ્યો ન હતો. તે ત્યારથી જ બેંગલુરુ સ્થિત નેશનલ ક્રિકેટ એકેડમી (NCA)માં રિહેબ માટે ગયો હતો. પરંતુ, હવે NCAએ તેને ફિટ જાહેર કરી દીધો છે. હવે તે વનડે સીરિઝ માટે ભારતીય ટીમમાં સામેલ થશે.

જસપ્રીત બુમરાહે છેલ્લી મેચ 25 સપ્ટેમ્બર, 2022ના રોજ ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ હૈદરાબાદમાં T20 મેચ રમી હતી. આ મેચમાં બુમરાહે 50 રન લુંટાવ્યા હતા અને કોઈ વિકેટ લઈ શક્યો ન હતો. ત્યારબાદ બુમરાહે બેક સ્ટ્રેસ ફ્રેક્ચરના કારણે સૌથી પહેલા એશિયા કપમાંથી બહાર થવુ પડ્યું હતું. ત્યારબાદ તેની ઈજામાંથી થોડી રિકવરી આવતા તેને T20 વર્લ્ડ કપ માટે ટીમમાં પસંદ કરવામાં આવ્યો હતો. પરંતુ, છેલ્લાં સમયે તેની ઈજા ફરી ઉભરી આવી, તો તેણે આખા વર્લ્ડકપમાંથી જ બહાર થવુ પડ્યું હતું. ત્યારબાદ તેણે હવે ટીમમાં ફરી કમબેક કર્યું છે. 

View this post on Instagram

A post shared by jasprit bumrah (@jaspritb1)

વનડે સીરિઝ માટે ભારતીય સ્ક્વોર્ડ

રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, શ્રેયસ ઐય્યર, કેએલ રાહુલ (વિકેટ કીપર), ઈશાન કિશન (વિકેટ કીપર), હાર્દિક પંડ્યા (વાઈસ કેપ્ટન), વોશિંગ્ટન સુંદર, યુઝવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, અક્ષર પટેલ, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ, ઉમરાન મલિક, અર્શદીપ સિંહ.

શ્રીલંકા વિરુદ્ધ વનડે સીરિઝનું શિડ્યૂલ

પહેલી વનડે- 10 જાન્યુઆરી, ગુવાહાટી

બીજી વનડે- 12 જાન્યુઆરી, કોલકાતા

ત્રીજી વનડે- 15 જાન્યુઆરી, તિરુવનંતપુરમ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp