પિતા બન્યો બૂમરાહ, એશિયા કપ છોડી ભારત પાછો આવ્યો, નેપાળ સામે નહીં રમે

PC: twitter.com

ભારતીય ક્રિકેટ ટીમને એશિયા કપમાં નેપાળ વિરુદ્ધ થનારી મેચ અગાઉ ભારતીય ટીમનો સ્ટાર બોલર જસપ્રીત બૂમરાહ નેપાળ સામેની મેચથી બહાર થવાના સમાચાર સામે આવ્યા હતા. ત્યારે વ્યક્તિગત કારણોસર તેણે ટૂર્નામેન્ટને વચ્ચે જ છોડીને મુંબઈ ફરવાનો નિર્ણય લીધો છે. એવું કહેવામાં આવી રહ્યું હતું, પરંતુ હવે બુમરાહે પોતે જ સોશિયલ મીડિયાની મદદથી ગુડ ન્યૂઝ આપ્યા છે.

બુમરાહે લખ્યું કે અમારો નાનો પરિવાર મોટો થઈ ગયો છે. મારું અને પરિવારનું દિલ ખુશીઓથી ભરાઈ ગયું છે. આજે સવારે જ સંજના ગણેશને દીકરાને જન્મ આપ્યો છે. જસપ્રીત બુમરાહે પોતાના દીકરાનું નામ અંગદ રાખ્યું છે. જસપ્રીત બુમરાહ પોતાના પરિવારમાં થયેલી નવી શરુઆતને લઈને ઘણો જ ખુશ છે. હવે આગળ કેવી ખુશીઓ આવશે તે અંગે બુમરાહ રાહ જોઈ રહ્યો છે.

પાકિસ્તાન વિરુદ્ધ ભારતની મેચ વરસાદના કારણે રદ્દ થઈ ગઈ હતી. એશિયા કપમાં ભારતીય ટીમની આગામી મેચ નેપાળ વિરુદ્ધ આજે એટલે 4 સપ્ટેમ્બરના રોજ રમાવાની છે. ભારતીય ટીમને આ મેચ અગાઉ જ જસપ્રીત બૂમરાહ પોતાના પહેલા સંતાન માટે ભારત આવતો રહ્યો છે. જસપ્રીત બૂમરાહ નેપાળ સામેની મેચનો હિસ્સો નહીં રહે. ત્યારબાદ તે ટીમ સાથે આગામી મેચ માટે સાથે જોડાશે. ભારતીય ટીમને સુપર-4માં જગ્યા બનાવવા માટે નેપાળની ટીમ સામે રમવાનું છે. જો કોઈ ઉલટફેર ન થયો તો ભારતીય ટીમ વરસાદના કારણે મેચ રદ્દ થયા બાદ પણ સુપર-4માં જગ્યા બનાવી લેશે.

ભારતીય ટીમને આગામી ચરણમાં 10 સપ્ટેમ્બરના રોજ પાકિસ્તાનની ટીમ સાથે ફરીથી રમવાનું છે. જસપ્રીત બૂમરાહ ત્યાં સુધીમાં પરત ફરી જશે. પાકિસ્તાન વિરુદ્ધ ભારતીય ટીમે જે પ્લેઇંગ ઉતારી હતી, તેમાં જસપ્રીત બુમારહ ગયા બાદ એક બદલાવ તો પાક્કો થઈ ગયો છે. ટીમનો અનુભવી ફાસ્ટ બોલર મોહમ્મદ શમીને પહેલી મેચમાં બહાર બેસાડવામાં આવ્યો હતો. તે નેપાળ વિરુદ્ધ વાપસી કરશે. જસપ્રીત બુમારહની જગ્યાએ પ્લેઇંગ ઇલેવનમાં મોહમ્મદ શમીને સામેલ કરવાનું પાક્કું છે.

ભારત અને પાકિસ્તાન વચ્ચે શનિવારે રમાયેલી મેચ વરસાદના કારણે રદ્દ કરી દેવામાં આવી હતી. આ મેચમાં જસપ્રીત બૂમરાહને બોલિંગ કરવાનો અવસર મળ્યો નહોતો, પરંતુ બેટિંગમાં પોતાનો દમ દેખાડ્યો હતો. તેણે 14 બૉલમાં 16 રન બનાવ્યા હતા. પોતાની ઇનિંગમાં તેણે 3 ચોગ્ગા લગાવ્યા હતા. જસપ્રીત બુમરાહની મદદથી ભારતીય ટીમ 266ના સ્કોર સુધી પહોંચવામાં સફળ રહી હતી. બૂમરાહે ગયા મહિને આયરલેન્ડ પ્રવાસ પર કેપ્ટન તરીકે વાપસી કરી હતી. તે ગયા વર્ષે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ સીરિઝમાં કમરની નીચેના હિસ્સામાં લાગેલી ઇજા (સ્ટ્રેસ ફ્રેક્ચર)ના કારણે 11 મહિના સુધી ક્રિકેટથી દૂર રહ્યો હતો. આ સીરિઝમાં તે ખૂબ સારા લયમાં નજરે પડી રહ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp