26th January selfie contest

IPL શરૂ થવા પહેલા MIને લાગ્યો જોરદાર ઝટકો, આખી સીઝનથી બહાર થયો આ દિગ્ગજ બોલર

PC: BCCI

ભારતીય ક્રિકેટ ટીમ અને મુંબઈ ઇન્ડિયન (MI) માટે એક માઠા સમાચાર સામે આવ્યા છે. જસપ્રીત બૂમરાહ ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2023માં હિસ્સો નહીં લઈ શકે. તે આગામી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC)માં પણ નહીં રમી શકે. વન-ડે વર્લ્ડ કપને જોતા ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (BCCI) જસપ્રીત બૂમરાહ અને નેશનલ ક્રિકેટ અકાદમી (NCA) સાથે વાત કરીને તેની સર્જરી પર જલદી નિર્ણય કરી શકે છે. ગયા વર્ષે ઑગસ્ટમાં જસપ્રીત બૂમરાહ ઇજાગ્રસ્ત થઈ ગયો હતો.

તેને પીઠમાં થોડી પરેશાની આવી હતી. ગયા વર્ષે તે એશિયા કપ અને T20 વર્લ્ડ કપ પણ રમી શક્યો નહોતો. એક સ્પોર્ટ વેબસાઈટના રિપોર્ટ મુજબ, તે IPL અને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ પણ નહીં રમી શકે. ભારતીય ફેન્સ એ જ આશા રાખશે કે તે વન-ડે વર્લ્ડ કપ સુધીમાં ફિટ થઈ જાય. એમ કહેવામાં આવી રહ્યું છે કે તેને સર્જરીમાંથી પસાર થવું પડી શકે છે. જસપ્રીત બૂમરાહે ડિસેમ્બરમાં બોલિંગ કરવાની શરૂ કરી દીધી હતી. તે સારો થઈ ગયો છે માનતા સિલેક્ટર્સે તેને શ્રીલંકા વિરુદ્ધ વ્હાઇટ બોલ સીરિઝમાં સામેલ પણ કર્યો હતો.

પરંતુ ત્યારબાદ તે પૂરી રીતે ફિટ નથી એમ કહીને તેનું નામ પાછું લઈ લેવામાં આવ્યું હતું. જસપ્રીત બૂમરાહ આ સમયે નેશનલ ક્રિકેટ અકાદમીમાં રિહેબિલિટેશનની પ્રક્રિયાથી પસાર થઈ રહ્યો છે. તેના માટે આ સમય ખૂબ નિરાશાજનક રહ્યો છે. જાહેર રીતે તે ભારતીય ફેન્સ અને મુંબઈ ઇન્ડિયન્સના ફેન્સ માટે ખૂબ જ માઠા સમાચાર છે. એ સ્પષ્ટ નથી કે મુંબઈ ઇન્ડિયન્સ આગામી સીઝન માટે જસપ્રીત બૂમરાહની જગ્યાએ કોઈને લેવાની માગ કરશે કે નહીં.

એવી જાણકારી મળી રહી છે કે થોડા કલાક બોલિંગ કર્યા બાદ જસપ્રીત બૂમરાહને દુઃખાવો થયો અને તેને ફરીથી નેશનલ ક્રિકેટ અકાદમીમાં મોકલાવમાં આવ્યો. ટીમ મેનેજમેન્ટ આશા રાખી રહ્યું હતું કે બૂમરાહ ઓસ્ટ્રેલિયા વિરુદ્ધની છેલ્લી 2 ટેસ્ટ મેચો માટે તૈયા થઈ જશે, પરંતુ તેને પીઠમાં દુઃખાવાની ફરિયાદ હજુ પણ થઈ રહી છે. ભારતના અગ્રણી ફાસ્ટ બોલર માટે પીઠની સમસ્યા કોઈ નવી વાત નથી. એક અંગ્રેજી અખબાર સાથે હાલમાં જ વાતચીત કરતા પૂર્વ સ્ટાર સ્પિનર હરભજન સિંહે સલાહ આપી હતી કે, ભારતીય ક્રિકેટર્સને આરામની અવધિની જરૂરિયાત છે. ખાસ કરીને જ્યારથી તેઓ છેલ્લા કેટલાક વર્ષોમાં નોન-સ્ટોપ રમી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp