પહેલી T20માં જીત છતા બૂમરાહે આ સુધારાની કરી વાત, IPLને લઇ બોલ્યો કે....

PC: indiatimes.com

ભારતીય ટીમે આયરલેન્ડ સામેની ત્રણ મેચોની સીરીઝની પહેલી ટી20 મેચમાં જીત હાંસલ કરી છે. જોકે, વરસાદને કારણે આ મેચ આખી રમાઇ નહોતી અને ડકવર્થ લુઈસના નિયમ અનુસાર ભારતીય ટીમને 2 રને જીત મળી. ભારત માટે આ મેચમાં બોલિંગની સારી શરૂઆત થઇ હતી. જોકે આયરલેન્ડે અંતમાં કર્ટિસ કેમ્ફર અને બેરી મેકાર્થીની મદદથી 139 રનનો સ્કોર કર્યો. એક સમયે આઇરીશ ટીમે 59 રને 6 વિકેટ ગુમાવી દીધી હતી. 31 રને તેમની અડધી ટીમ આઉટ થઇ ગઇ હતી. આ મેચ પછી કેપ્ટન જસપ્રીત બુમરાહે એક ખાસ વાત કહી. તેણે જીત છતાં ટીમમાં સુધારાની વાત કહી.

શું બોલ્યો બુમરાહ

ટીમની જીત બાદ બુમરાહે કહ્યું કે, જો તમે જીતી પણ જાઓ છો તો પણ અમુક જગ્યાએ સુધારાની જરૂર હોય છે. બધા આત્મવિશ્વાસથી ભરપૂર છે અને સારી રીતે તૈયારી કરી રહ્યા છે. જણાવીએ કે ભારતે મેચ જરૂર જીતી પણ અમુક સમસ્યાઓ હતી જે દૂર કરી શકી નહીં. તો IPLને લઇ બુમરાહે કહ્યું કે, આ ફોર્મેટમાં ખેલાડીઓના પ્રદર્શનમાં આઈપીએલથી ઘણી મદદ મળે છે.

ભારતીય ટીમ માટે બોલરોએ સારી શરૂઆત કરી. પણ પાછલા અમુક વર્ષોમાં એવું જોવામાં આવ્યું કે ભારતીય બોલરો ટોપ ઓર્ડર અને મિડલ ઓર્ડરના બેટ્સમેનોને આઉટ કરી દે છે પણ નીચલા ક્રમના બેટિંગ ઓર્ડરની વિકેટ લેવામાં મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આયરલેન્ડ સામેની મેચમાં પણ કંઇક આવું જ થયું. આ મેચમાં 59 રને 6 વિકેટ ગુમાવ્યા છતાં આયરલેન્ડ 139 રન બનાવી ગયું. ડેથ ઓવરમાં ભારતીય બોલરોની બોલિંગ લાંબા સમયથી ચર્ચાનો વિષય બની છે. ખાસ કરીને 19 અને 20મી ઓવરમાં વધારે મુશ્કેલી પડે છે. 20મી ઓવરમાં અર્શદીપે 22 રન આપ્યા. તો ઓપનિંગ જોડી પણ ફ્લોપ સાબિત રહી.

આ મેચમાં ઋતુરાજ ગાયકવાડ અને યશસ્વી જાયસવાલ ઓપનિંગમાં ઉતર્યા. આ વર્ષે ટી20માં આ ત્રીજુ નવુ ઓપનિંગ કોમ્બિનેશન હતું, જે સફળ રહ્યું નહીં. આ ઉપરાંત તિલક વર્માની પોઝિશન બદલીને તેને 4ના સ્થાને 3 નંબરે મોકલવામાં આવ્યો અને તે પહેલી બોલે જ આઉટ થઇ ગયો. આ એવી બાબતો છે જેના પર ભારતીય ટીમને સુધારની જરૂર છે. આવતા વર્ષે જૂનમાં ટી20 વર્લ્ડ કપ થવાનો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp