ભારતીય ટીમને લાગ્યો મોટો ઝટકો,ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ સીરિઝથી બહાર થયો આ ખેલાડી

PC: BCCI

ભારતીય ટીમ માટે માઠા સમાચાર સામે આવી રહ્યા છે. ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ચાલી રહેલી બોર્ડર ગાવસ્કર ટેસ્ટ સીરિઝથી સ્ટાર બોલર જસપ્રીત બૂમરાહ પૂરી રીતે બહાર થઇ ગયો છે. પહેલા એમ કહેવામાં આવી રહ્યું હતું જે જસપ્રીત બૂમરાહ ઇજાથી સારો થઇ ગયો છે અને તે 4 મેચોની ટેસ્ટ સીરિઝની છેલ્લી 2 મેચો રમી શકે છે. પરંતુ મીડિયા રિપોર્ટ્સમાં કહેવામાં આવી રહ્યું છે કે જસપ્રીત બૂમરાહ પૂરી સીરિઝથી બહાર થઇ ગયો છે. જો કે, ત્યારબાદ ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ થનારી 3 મેચોની ઘરેલુ વન-ડે સીરિઝમાં જસપ્રીત બૂમરાહની વાપસી થશે.

એક ન્યૂઝ એજન્સીના સંદર્ભે કહેવામાં આવી રહ્યું છે કે, જસપ્રીત બૂમરાહ આ સમયે સારો થઇ ચૂક્યો છે. ઇજામાંથી બહાર આવી ગયો છે. તે નેશનલ ક્રિકેટ અકાદમી (NCA)માં રિહેબ માટે છે. જસપ્રીત બૂમરાહે બોલિંગ કરવાની શરૂઆત પણ કરી દીધી છે, પરંતુ ભારતીય ટીમ મેનેજમેન્ટનું થિંક ટેન્ક જસપ્રીત બૂમરાહને લઇને રિસ્ક લેવા માગતું નથી. આ જ કારણ છે કે તેમણે જસપ્રીત બૂમરાહને ટેસ્ટ સીરિઝ બહાર રાખ્યો છે. આ વર્ષે ભારતની મેજબાનીમાં વન-ડે વર્લ્ડ કપ આયોજિત થવાનો છે.

એવામાં જસપ્રીત બૂમરાહની હાજરી વર્લ્ડ કપ માટે ફાયદાકારક સાબિત થઇ શકે છે. રિપોર્ટ્સ મુજબ, જસપ્રીત બૂમરાહ આ સમયે નેશનલ ક્રિકેટ અકાદમીમાં સારી લયમાં બોલિંગ શરૂ કરી દીધી છે. તે સારું પ્રદર્શન કરી રહ્યો છે. હાલના દિવસોમાં તેને ઘણી જકડાશ લાગી રહી છે. આ તેમના માટે સૌથી સારી વાત છે. 29 વર્ષીય જસપ્રીત બૂમરાહે પીઠની ઇજાના કારણે ગયા વર્ષે સપ્ટેમ્બરથી કોઇ ઇન્ટરનેશનલ મેચ રમી નથી. તેને ઓસ્ટ્રેલિયા વિરુદ્ધની પહેલી 2 ટેસ્ટ મેચ માટે પણ સિલેક્ટ કરવામાં આવ્યો નથી.

જો કે, તેણે નેશનલ ક્રિકેટ અકાદમીમાં નેટ પર બોલિંગ શરૂ કરી દીધી છે. છતા તેના સીરિઝ બહાર થવાના આ સમાચારે ફેન્સને નિરાશ કર્યા છે. હાલમાં જ ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ વન-ડે જીત બાદ ભારતીય કેપ્ટન રોહિત શર્માએ કહ્યું હતું કે, જસપ્રીત બૂમરાહને લઇને વધારે સુનિશ્ચિત નથી, પરંતુ મને આશા છે કે તે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ છેલ્લી 2 ટેસ્ટ મેચમાં રમશે. અમે કોઇ પ્રકારનું જોખમ લેવા માગતા નથી કેમ કે પીઠની ઇજા હંમેશાં ગંભીર હોય છે. અમે NCAમાં ફિઝિયો અને ડૉક્ટરો સાથે નિયમિત સંપર્કમાં છીએ. ચિકિત્સા ટીમ તેને ફિટ થવા માટે પૂરો સમય આપશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp