એશિયા કપ માટે પાકિસ્તાન નહીં જાય ભારતીય ટીમ, નિર્ણય પર અડગ જય શાહ
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) અને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) વચ્ચે ચાલી રહેલી તકરાર હવે હજુ વધી ગઇ છે. BCCI સચિવ જય શાહે પુષ્ટિ કરી છે કે એશિયા કપ 2023 માટે ભારતીય ટીમ પાકિસ્તાન નહીં જાય. હવે એશિયા કપ માટે એક ન્યૂટ્રલ વેન્યુ નક્કી કરવામાં આવશે. BCCIના આ નિર્ણયે પાકિસ્તાનને મોટો ઝટકો આપ્યો છે. આ અગાઉ રમીઝ રાજા BCCIના નિર્ણયને લઇને ઘણી વખત ટિપ્પણી કરી ચૂક્યા છે અને તેમણે ધમકી પણ આપી હતી.
BCCI સચિવ જય શાહ ACC મીટિંગ માટે બહરીન ગયા હતા. એક અખબારમાં છપાયેલા રિપોર્ટ મુજબ, જય શાહ એશિયા કપના નિર્ણયને લઇને અત્યારે પણ અડગ છે. ભારતીય ટીમ આ ટૂર્નામેન્ટ માટે પાકિસ્તાન નહીં જાય. એશિય કપ 2023 માટે એક ન્યૂટ્રલ વેન્યુ નક્કી કરવામાં આવશે. જો કે, તેન લઇને અત્યાર સુધી સત્તાવાર નિવેદન સામે આવ્યું નથી. BCCIએ તેને લઇને કોઇ પણ પ્રકારની જાણકારી આપી નથી. રિપોર્ટ્સ મુજબ, પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના નવા ચેરમેન નજમ સેઠીએ ઇમરજન્સી મીટિંગની માગ કરી હતી.
આ માગને એશિયા ક્રિકેટ કાઉન્સિલ (ACC)એ માની લીધી હતી. આ કારણે જય શાહ બહરીન પહોંચ્યા છે. તેમાં એશિયા કપ 2023ને લઇને નિર્ણય થવાનો હતો. પાકિસ્તાન કિરકેટ બોર્ડે એશિયા કપ માટે લેવામાં આવેલા નિર્ણય પર આપત્તિ દર્શાવી હતી. તેના પર રમીઝ રાજાએ કહ્યું હતું કે જો ભારતીય ટીમ એશિયા કપ રમવા માટે પાકિસ્તાન નહીં આવે તો પાકિસ્તાની ટીમ વન-ડે વર્લ્ડ કપ રમવા માટે ભારત નહીં જાય અને આ વખત એશિયા કપ પણ પાકિસ્તાની ટીમ વિના જ રમવી પડશે.
એશિયા કપ 2023નું આયોજન પાકિસ્તાનમાં થવાનું છે, પરંતુ ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલી રાજનૈતિક તણાવના કારણે BCCIએ ટીમને મોકલવાની ના પાડી દીધી છે. આમ પણ પાકિસ્તાન હાલમાં આર્થિક સંકટનો સામનો કરી રહ્યું છે. લોકો ખાવા માટે ફાફા મારી રહ્યા છે. રિપોર્ટ મુજબ તેની પાસે માત્ર 18 દિવસ સુધી આયાત માટે બજેટ હતું. તો IMF પાસે પણ વિનંતી કરી રહ્યું છે. હાલમાં IMFની તે પાકિસ્તાનમાં જ ઉપસ્થિત છે. ખેર હવે જોવાનું એ રહેશે કે આખરે ACC મીટિંગમાં શું નિર્ણય થાય થે. શું એશિયા કપ 2023 પાકિસ્તાનમાં જ રમાશે કે પછી કોઇક બીજી જગ્યાએ.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp