ભારત સામે શરમજનક હાર બાદ છલકાયું જોસ બટલરનું દર્દ, જાણો કોના પર ફોડ્યો ઠીકરો

PC: espncricinfo.com

ઇંગ્લેન્ડને ભારત વિરુદ્ધ ક્રિકેટ વર્લ્ડ કપની મેચમાં 100 રનોથી હારનો સામનો કરવો પડ્યો. 29 ઓક્ટોબર (રવિવારે) લખનૌના ભારત રત્ન શ્રી અટલ બિહારી વાજપેયી ઈકાના ક્રિકેટ સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં ટારગેટનો પીછો કરતા ઇંગ્લિશ ટીમ 34.5 ઓવરોમાં 129 રન પર જ સમેટાઇ ગઈ. આ ભારતીય ટીમની હાલના વર્લ્ડ કપમાં સતત છઠ્ઠી જીત છે. હવે ભારત 2 નવેમ્બરે મુંબઇમાં શ્રીલંકા સામે મેચ રમશે. આ મેચમાં ઇંગ્લેન્ડના બોલરોએ શાનદાર પ્રદર્શન કર્યું અને ભારતને સીમિત 50 ઓવરમાં 9 વિકેટના નુકસાન પર 229 રન જ બનાવવા દીધા.

ઇનિંગ બ્રેક બાદ એમ લાગી રહ્યું હતું કે, ઇંગ્લિશ ટીમ 230 રનોના લક્ષ્યને હાંસલ કરી લેશે. પરંતુ મોહમ્મદ શમી અને જસપ્રીત બૂમરાહે અંગ્રેજોની નાવ ડૂબાડી દીધી. હાર બાદ ઇંગ્લિશ કેપ્ટન જોસ બટલરનું દર્દ છલકાઈ પડ્યું. તેણે હાર માટે બેટ્સમેનો પર ઠીકરો ફોડ્યો. જોસ બટલરે મેચની સમાપ્તિ બાદ કહ્યું કે, ‘ખૂબ નિરાશાજનક. 230 રનનો પીછો કરતા અમારી પાસે સારો અવસર હતો, પરંતુ ફરી જૂની કહાનીનું પુનરાવર્તન કર્યું. હું ઝાકળને લઈને સુનિશ્ચિત નહોતો, મારી અંદર અવાજ આવી રહ્યો હતો કે અમારે લક્ષ્યનો પીછો કરવો જોઈએ. અમે સારો દબાવ બનાવ્યો, અમે સારી બોલિંગ કરી, વિકેટ લીધી. જો તમે કહેતા કે અમે 230 રનનો પીછો કરી રહ્યા છીએ તો અમને તેનાથી ખુશી થતી.’

બટલર કહે છે કે, અંગત રૂપે હું થોડો દબાવ ઝીલવા માગતો હતો, એ સમયમાંથી પસાર થવા માગતો હતો અને પછી એક પાર્ટનરશિપ બનાવીને ભારતના મોમેન્ટને સમાપ્ત કરવા માગતો હતો. તે તમારા સ્કિલને પ્રતિબદ્ધ અને ક્રિયાન્વિત કરવા બાબતે છે. 230 રનનો પીછો કરતી વખત સ્કોરબોર્ડનો દબાવ નહોતો. આ એ ફેઝમાંથી પસાર થવાના પ્રયાસ કરવા બાબતે છે. આ સમયે અમે જે પણ રીતે પ્રયાસ કરી રહ્યા છીએ, તેમાં અમે ઓછા પડી રહ્યા છે.

બટલરે જણાવ્યું કે, મને લાગે છે કે અમારા ઉત્તર એક પોસ્ટકાર્ડ પર હશે. કેટલાક ટોપ ખેલાડી અને અમે પોતાના સર્વશ્રેષ્ઠથી ખૂબ પાછળ છીએ. પાવરપ્લેમાં શાનદાર શરૂઆત, બોલરોને થોડું મૂવમેન્ટ મળ્યું. થોડો અસમાન ઉછાળો હતો, ગ્રાઉન્ડ ફિલ્ડિંગ સારી હતી. એમ લાગ્યું જેમ આજે અમારો દિવસ હોય, પરંતુ જે પ્રકારે અમે બેટિંગ કરી, તેનું સમર્થન નહીં કરી શકાય. ભારતીય કેપ્ટન રોહિત શર્માએ જીત બાદ કહ્યું કે, મને લાગે છે કે આ મેચમાં અમે ખૂબ ઝનૂન દેખાડ્યું. બધા અનુભવી ખેલાડી યોગ્ય સમય પર જવાબદારીથી રમ્યા અને મેચ જીતાડી.

અમે જાણતા હતા કે પીચમાં મદદ છે અને અમારી બોલિંગમાં અનુભવ છે. એટલે અમે એક સારા સ્કોર સુધી પહોંચવા ઇચ્છતા હતા. અમે બેટથી સારું પ્રદર્શન ન કર્યું. પહેલા પાવરપ્લેમાં 3 વિકેટ ગુમાવવાની આદર્શ સ્થિતિ નથી. છતા તમારે એક લાંબી ભાગીદારીની જરૂરિયાત હતી, જે અમે કરી, પરંતુ પછી અમે વિકેટ ગુમાવી દીધી, જેમાં મારી વિકેટ પણ સામેલ હતી. સમગ્ર તસવીરને જોતા મને લાગે છે અમે 30 રન પાછળ રહી ગયા.’

ટોસ હારીને પહેલા બેટિંગ કરતા ભારતીય ટીમે સીમિત 50 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને માત્ર 229 રન બનાવી શકી હતી. ભારતીય ટીમે 40 રન પર જ 3 વિકેટ ગુમાવી દીધી હતી, ત્યારબાદ રોહિત અને રાહુલે 91 રનોની પાર્ટનરશિપ કરીને ભારતની મેચમાં વાપસી કરાવી. રોહિતે 87 રન બનાવ્યા, એ સિવાય સૂર્યકુમાર યાદવે પણ 49 રન બનાવીને ભારતીય ટીમને સન્માનજનક સ્કોર સુધી પહોંચાડવામાં મદદ કરી. તો 230 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ઇંગ્લેન્ડની ટીમ માત્ર 34.5 ઓવરમાં 129 રન પર જ ઢેર થઇ ગઇ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp