બસ માત્ર 175 રન, રોહિત WI સામે ODIમાં ઈતિહાસ રચશે, ઘણા દિગ્ગજો પાછળ રહી જશે

PC: indiatv.in

ભારતીય કેપ્ટન રોહિત શર્મા વનડે ક્રિકેટમાં 10,000 રન પૂરા કરવાની અણી પર છે. હમણાં સુધી તેણે 9825 રન બનાવ્યા છે. તેનું નામ ODI ક્રિકેટના ટોપ બેટ્સમેનોમાં ગણવામાં આવે છે. વિરાટ કોહલી પછી રોહિત સૌથી ઝડપી આ આંકડા સુધી પહોંચનાર ખેલાડી હશે.

ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન રોહિત શર્માની ગણતરી વિશ્વના ટોચના બેટ્સમેનોમાં થાય છે. રોહિત ભલે થોડા વર્ષોથી ટેસ્ટમાં શાનદાર રમત રમવા લાગ્યો હોય પરંતુ વનડે અને T-20માં તેને કોઈ પહોંચી શકે તેમ નથી. 2013માં નિયમિત ઓપનર બન્યા પછી રોહિતે પાછળ ફરીને જોયું નથી. રોહિતે વન-ડેમાં 264 રનની સૌથી મોટી ઇનિંગ રમ્યા પછી જ અનેક મોટા મોટા રેકોર્ડ બનાવ્યા છે. વેસ્ટ ઈન્ડિઝ સામેની વનડે શ્રેણીમાં રોહિતના નામે વધુ એક મોટો રેકોર્ડ જોડાવા જઈ રહ્યો છે.

ભારતીય કેપ્ટન રોહિત શર્મા વનડે ક્રિકેટમાં 10,000 રન પૂરા કરવાની અણી પર છે. હાલમાં આ ભારતીય કેપ્ટને 243 વનડેની 236 ઇનિંગ્સમાં 9825 રન બનાવ્યા છે. એટલે કે હવે માત્ર 175 રન બનાવ્યા પછી રોહિત શર્માના 10000 વનડે રન પૂરા થઈ જશે. તે આવું કરનાર વિશ્વનો 15મો અને ભારતનો છઠ્ઠો ખેલાડી હશે. રોહિત પહેલા સચિન તેંડુલકર, સૌરવ ગાંગુલી, રાહુલ દ્રવિડ, મહેન્દ્ર સિંહ ધોની અને વિરાટ કોહલી વનડેમાં આ આંકડા સુધી પહોંચી ચૂક્યા છે.

ભારત માટે ODI ક્રિકેટમાં દસ હજારથી વધુ રન બનાવનાર બેટ્સમેનઃ સચિન તેંડુલકર-18426 રન, વિરાટ કોહલી-12898 રન, સૌરવ ગાંગુલી-11363 રન, રાહુલ દ્રવિડ-10889 રન, મહેન્દ્ર સિંહ ધોની-10773 રન.

રોહિત શર્મા ભલે વનડેમાં 15મો દસ હજાર રન બનાવનારો બેટ્સમેન હશે, પરંતુ તે સૌથી ઓછી ઇનિંગ્સમાં અહીં પહોંચનારા બેટ્સમેનોની યાદીમાં બીજા નંબર પર આવશે. વિરાટ કોહલીએ માત્ર 205 ઇનિંગ્સમાં 10 હજાર રન પૂરા કર્યા હતા. ત્યાર પછી સચિન તેંડુલકર બીજા નંબર પર છે. સચિન તેંડુલકરે 259 ઇનિંગ્સમાં 10000 રન પૂરા કર્યા હતા. અત્યારે રોહિત શર્મા પાસે સચિન તેંડુલકરને પાછળ છોડવા માટે 22 ઇનિંગ્સ રમવાની બાકી છે.

વનડેમાં સૌથી ઓછી ઇનિંગ્સમાં 10 હજાર રન: વિરાટ કોહલી- 205 ઇનિંગ્સ, સચિન તેંડુલકર- 259 ઇનિંગ્સ, સૌરવ ગાંગુલી- 263 ઇનિંગ્સ, રિકી પોન્ટિંગ- 266 ઇનિંગ્સ, જેક્સ કાલિસ- 272 ઇનિંગ્સ.

વેસ્ટ ઈન્ડિઝ સામે ટેસ્ટ શ્રેણી જીત્યા બાદ ભારતીય ટીમ વનડે શ્રેણી રમવા માટે તૈયાર છે. 27 જુલાઈથી ત્રણ મેચની વનડે શ્રેણીની શરૂઆત થશે. હાલમાં વેસ્ટ ઈન્ડિઝ ક્રિકેટ મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહ્યું છે. તે વર્લ્ડ કપ માટે પણ ક્વોલિફાય થઈ શક્યું નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp