ટીમ સિલેક્શનને લઈને ગુસ્સે થયા વસીમ જાફર, સિલેક્ટર્સને પૂછ્યા આ 3 સવાલ

PC: economictimes.indiatimes.com

વેસ્ટ ઇન્ડીઝ વિરુદ્ધ વન-ડે ટેસ્ટ સીરિઝ માટે ભારતીય ટીમની જાહેરાત થઈ ગઈ છે. વેસ્ટ ઇન્ડીઝ વિરુદ્ધ સીરિઝ માટે સરફરાઝ ખાન, અભિમન્યુ ઈશ્વરન અને પ્રિયાંક પંચાલને સામેલ કરવામાં આવ્યા નથી, તો બીજી તરફ ઋતુરાજ ગાયકવાડ અને યશસ્વી જયસ્વાલને ટીમમાં ચાંસ મળ્યો છે. તો ચેતેશ્વર પૂજારાને ટીમમાંથી બહારનો રસ્તો દેખાડી દેવામાં આવ્યો છે. ટીમ સિલેક્શન બાદ પૂર્વ ક્રિકેટરોએ પોત પોતાના મંતવ્યો આપવાની શરૂઆત કરી દીધી છે. ભારતના પૂર્વ ક્રિકેટર વસીમ જાફરે ટ્વીટ કરીને ટીમના સિલેક્શનને લઈને સવાલ ઊભા કર્યા અને ટ્વીટ કરીને સિલેક્ટર્સને 3 સવાલ પૂછ્યા છે. પૂર્વ ભારતીય ક્રિકેટરે ટ્વીટ કરી અને પોતાના વિચારો સવાલો દ્વારા શેર કર્યા છે.

વસીમ જાફરનો પહેલો સવાલ: “ટીમમાં 4 ઓપનિંગ બેટ્સમેનોને પસંદ કરવાની શું જરૂરિયાત હતી? શું મિડલ ઓર્ડર માટે સરફરાઝ ખાનને પસંદ કરી શકાતો નહોતો, જેણે છેલ્લા કેટલાક સમયથી ઘરેલુ ક્રિકેટમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું.”

વસીમ જાફરનો બીજો સવાલ: “રણજી અને ઈન્ડિયા-A માટે ઈશ્વરન અને પ્રિયાંક પંચાલે શાનદાર રમત દેખાડી હતી, ત્યારબાદ પણ તેમને ચાંસ ન મળ્યો. તેઓ લાંબા સમયથી ટેસ્ટ ટીમમાં આવવાનો પ્રયાસ કરી રહ્યા છે, માત્ર એટલે કે આ ખેલાડી IPL રમતા નથી એટલે ચાંસ નહીં આપી શકાય, પરંતુ બીજી તરફ ઋતુરાજ ગાયકવાડ અચાનક ટેસ્ટ ટીમની લાઇનમાં કેવી રીતે આવી ગયો?”

વસીમ જાફરનો ત્રીજો સવાલ: “મોહમ્મદ શમીને આરામ આપવામાં આવ્યો છે. તે હેરાનીભર્યો નિર્ણય છે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ (WTC) ફાઇનલ બાદ બધા ખેલાડીઓને પહેલા જ એક મહિનાનો આરામ મળી ચૂક્યો છે, એવામાં શમીને કેમ આરામ આપવામાં આવ્યો છે? શમી એક એવો ખેલાડી છે જે જેટલું રમશે એટલી જ શાનદાર રમત દેખાડશે.”

વેસ્ટ ઇન્ડીઝ સામે ટેસ્ટ સીરિઝ માટે ભારતીય ટીમ:

રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, ઋતુરાજ ગાયકવાડ, વિરાટ કોહલી, યશસ્વી જયસ્વાલ, અજિંક્ય રહાણે (ઉપકેપ્ટન), કેએસ ભરત (વિકેટકીપર), ઇશાન કિશન (વિકેટકીપર), આર. અશ્વિન, રવીન્દ્ર જાડેજા, શાર્દૂલ ઠાકુર, અક્ષર પટેલ, મોહમ્મદ સિરાજ, મુકેશ કુમાર, જયદેવ ઉનડકટ, નવદીપ સૈની.

વેસ્ટ ઇન્ડીઝ પ્રવાસ પર ભારતીય ટીમનું  ટેસ્ટ સીરિઝનુું શેડ્યૂલ:

પહેલી ટેસ્ટ મેચ: 12-16 જુલાઇ, ડોમિનિકા.

બીજી ટેસ્ટ મેચ: 20-24 જુલાઇ, પોર્ટ ઓફ સ્પેન.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp