ગુજરાત ટાઈટન્સને લાગ્યો મોટો ઝટકો, IPL 2023થી બહાર થયો આ ખેલાડી

PC: twitter.com

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2023 સીઝનમાં હાર્દિક પંડ્યાની કેપ્ટન્સીવાળી ગુજરાત ટાઈટન્સ (GT)ને મોટો ઝટકો લાગ્યો છે. ઘૂંટણની ઇજાના કારણે ન્યૂઝીલેન્ડનો કેપ્ટન કેન વિલિયમ્સન આખી સીઝનથી જ બહાર થઈ ગયો છે. IPLની શરૂઆત શુક્રવાર (31 માર્ચના રોજ) શાનદાર ઓપનિંગ સેરેમની સાથે થઇ. ત્યારબાદ થયેલી સીઝનની પહેલી મેચમાં ગુજરાત ટાઈટન્સે ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK)ને 5 વિકેટે હરાવી દીધી. આ મેચમાં કેન વિલિયમ્સન ઇજાગ્રસ્ત થયો અને ટૂર્નામેન્ટમાંથી જ બહાર થઈ ગયો.

ગુજરાતની ટીમે કેન વિલયમ્સનને 2023ના મિની ઓકશનમાં 2 કરોડ રૂપિયાની બોલી લગાવીને ખરીદ્યો હતો. આ ઘટના મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સની ઇનિંગ દરમિયાન 13મી ઓવરમાં થઈ. આ ઓવરમાં ચેન્નાઇના ઑપનર ઋતુરાજ ગાયકવાડે હવાઈ શૉટ માર્યો હતો, જેના પર કેન વિલિયમ્સને કેચ લેવાનો પ્રયાસ કર્યો હતો. બાઉન્ડ્રી પર હવામાં છલાંગ લગાવવા છતા કેન વિલિયમસન કેચ તો ન લઈ શક્યો, પરંતુ ટીમ માટે થોડા રન જરૂર બચાવ્યા. પરંતુ આ દરમિયાન કેન વિલિયમ્સન પોતાની ઘૂંટણ ઇજાગ્રસ્ત કરાવી બેઠો.

તેને તાત્કાલિક જ મેદાનથી બહાર લઈ જવામાં આવ્યો. ત્યારે તેની જગ્યાએ ઇમ્પેક્ટ પ્લેયર સાઈ સુંદર્શનને મેચમાં ઉતારવામાં આવ્યો હતો. તેણે ઇમ્પેક્ટ પ્લેયર તરીકે બેટિંગ પણ કરી હતી. હવે આ ઇજાના કારણે કેન વિલિયમ્સન IPLથી બહાર થઈ ગયો છે. જો મેચની વાત કરીએ તો ચેન્નાઈ સુપર કિંગ્સે ટોસ હારીને પહેલા બેટિંગ કરતાં ઋતુરાજ ગાયકવાડ 92 અને મોઈન અલી 23ની મદદથી સીમિત 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 178 રન બનાવ્યા હતા.

ગુજરાત ટાઈટન્સ તરફથી બોલિંગ કરતા મોહમ્મદ શમી, રાશિદ ખાન અને અલ્જારી જોસેફે 2-2 વિકેટ લીધી, જ્યારે જોશુઆ લિટલને 1 વિકેટ મળી હતી. 179 રનનો પીછો કરવા ઉતરેલી ગુજરાત ટાઈટન્સની ટીમને શુભમન ગિલ અને ઋદ્ધિમાન સાહાએ સારી શરૂઆત અપાવી. ગુજરાત ટાઈટન્સે પોતાનું આ લક્ષ્ય 19.2 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને હાંસલ કરી લીધું હતું. ચેન્નાઈ સુપર કિંગ્સ તરફથી સૌથી વધુ 3 વિકેટ રાજવર્ધન હેંગરગેકર (3 વિકેટ) મળી હતી, જ્યારે તુષાર દેશપાંડે અને રવીન્દ્ર જાડેજાને 1-1 વિકેટ મળી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp