એશિયા કપની ભારતીય ટીમને લઈને કપિલ દેવ કેમ છે નારાજ, શું આપી સલાહ, જાણો

PC: dnaindia.com

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન કપિલ દેવે ઈજામાંથી બહાર આવેલા લોકેશ રાહુલ અને શ્રેયસ ઐય્યરનું એશિયા કપ ટીમમાં પાછા ફરવાનું સ્વાગત કર્યું છે. આ બંને ખેલાડીઓ પાછલા લાંબા સમય સુધી ઈજાને લીધે બહાર રહ્યા હતા. લોકેશ રાહુલની ઈંજરીને લઇ હજુ સુધી સ્થિતિ સંપૂર્ણ રીતે ક્લિઅર નથી. જેની ટીકા પણ થઇ રહી છે. શ્રેયસ ઐય્યર બોર્ડર-ગાવસ્કર ટ્રોફી તો લોકેશ રાહુલ IPLની બીજી મેચમાં ઈન્જરી બાદથી બહાર ચાલી રહ્યો છે. હવે ખબર આવી છે કે લોકેશ રાહુલ એશિયા કપની શરૂઆતી મેચોમાંથી બહાર રહી શકે છે.

કપિલ દેવનું કહેવું છે કે, વર્લ્ડ કપ પહેલા દરેક ખેલાડીની ટેસ્ટ લેવાવી જોઇએ. જેમાં એશિયા કપ કોઇપણ ખેલાડીની ફિટનેસ પારખવા માટે શ્રેષ્ઠ સમય છે. આદર્શ રીતે દરેક ખેલાડીની ફિટનેસ ટેસ્ટ થવી જોઇએ. વર્લ્ડ કપ નજીક છે. પણ હજુ સુધી તમે ખેલાડીઓને તક આપી નથી. તમે વિચારો જો તેઓ સીધા વર્લ્ડ કપમાં રમે છે અને ઈન્જર્ડ થઇ જાય છે તો પછી શું થશે? આખી આની સજા ભોગવશે.

પૂર્વ ક્રિકેટરે કહ્યું કે, એશિયા કપમાં તેમને બેટિંગ અને બોલિંગની તક તો મળશે. નિશ્ચિતપણે ખેલાડીઓને આનાથી લય અને આત્મવિશ્વાસ મળશે. કપિલે કહ્યું કે જો કોઇ ખેલાડી વર્લ્ડ કપ દરમિયાન ઈન્જર્ડ થઇ જાય છે તો આ સૌથી ખરાબ વાત રહેશે. જે ખેલાડીઓ ઈંજરીમાંથી સ્વસ્થ થઇ પાછા આવ્યા છે તેમને તક આપવાની જરૂર છે. જો તે ફિટ છે તો તે વર્લ્ડ કપ રમી શકે છે.

કપિલ દેવે કહ્યું કે, ભારત પાસે ભરપૂર ટેલેન્ટ છે. પણ જો ખેલાડી પિટ નથી તો ભારત પાસે વર્લ્ડ કપ ટીમમાં ફેરફાર કરવાનો સમય રહેશે. તમારી પાસે વર્લ્ડ કપની ટીમ બનાવવા માટે સારો સમય છે અને એશિયા કપ સારું પ્લેટફોર્મ પૂરુ પાડશે. હું આ ખેલાડીઓને સારુ રમતા જોવા માગું છું. પણ આમને લઇ જો કોઇપણ રીતનો સવાલ છે તો પછી તેમણે ટીમમાં રહેવું જોઇએ નહીં. જો તમે આમને તક આપતા નથી તો આ ન માત્ર ખેલાડીઓ બલ્કે સિલેક્ટરો માટે પણ ખોટું રહેશે. વર્લ્ડ કપ ભારતમાં થઇ રહ્યો છે. માટે તમારે સર્વશ્રેષ્ઠ અને સૌથી ફિટ ટીમનું સિલેક્શન કરવું જોઇએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp