એક જ મેચમાં 8 વિકેટ, જાણો કોણ છે નવી બોલિંગ સનસની વિદવથ કવેરપ્પા

PC: sportstar.thehindu.com

ચેતેશ્વર પૂજારા ટેસ્ટ ઇતિહાસમાં ભારતીય ટીમના સૌથી શાનદાર બેટ્સમેનોમાંથી એક છે. સૂર્યકુમાર યાદવ-અત્યારે દુનિયાનો નંબર વન T20 બેટ્સમેન છે. સરફરાઝ ખાન-ટેસ્ટ ટીમમાં જગ્યા મેળવવાનો મોટો દાવેદાર છે, પરંતુ એક બોલરે એક જ સ્પેલ ત્રણેય બેટ્સમેનોને આઉટ કરી દીધા. આ બોલરનું નામ છે વિદવથ કવેરપ્પા. તમે કદાચ પહેલી જ વખત તેનું નામ સાંભળી રહ્યા હશો, પરંતુ આ બોલરે દુલિપ ટ્રોફીમાં વેસ્ટ ઝોન વિરુદ્ધ પોતાના પ્રદર્શનથી હાહાકાર મચાવી દીધો છે.

વિદવથ કવેરપ્પા પાસે ઉમરાન મલિક જેવી સ્પીડ નથી, પરંતુ તેની પાસે સ્પષ્ટતા છે. 24 વર્ષીય કવેરપ્પા કર્ણાટક માટે ઘરેલુ ક્રિકેટ રમે છે. દુલિપ ટ્રોફીમાં સાઉથ ઝોન માટે રમી રહ્યો છે. જમણા હાથના આ ફાસ્ટ બોલરે વર્ષ 2021-22ની સીઝનમાં કર્ણાટક માટે રન ટ્રોફી ડેબ્યૂ કર્યું હતું. ગતિ ઓછી હોવાના કારણે તેનો ડેબ્યૂમાં વિરોધ પણ થઈ રહ્યો હતો, પરંતુ માત્ર 12 જ મેચમાં તે 49 વિકેટ લઈ ચૂક્યો છે. કર્ણાટકના કોડાગુ જિલ્લાના ગોનિકોપ્પલના કવેરપ્પાને IPLમાં પંજાબ કિંગ્સે ખરીદ્યો હતો, પરંતુ તેને વર્ષ 2023ની સીઝનમાં મેચ રમવાનો ચાંસ ન મળ્યો.

દુલિપ ટ્રોફીની ફાઇનલ મેચની પહેલી ઇનિંગમાં 24 વર્ષીય વિદવથ કવેરપ્પાએ 7 બેટ્સમેનોને આઉટ કર્યા. 19 ઓવરોની પોતાની સ્પેલમાં તેણે માત્ર 53 રન ખર્ચ કર્યા. બીજી ઇનિંગમાં એક વિકેટ લીધી તે પણ પ્રિયાંક પંચાલની, જે 95 રન બનાવીને વેસ્ટ ઝોનને જીત તરફ લઈ જઈ રહ્યો હતો. સેમીફાઇનલમાં નોર્થ ઝોન વિરુદ્ધ 28 રન આપીને 5 વિકેટ લીધી હતી. ટૂર્નામેન્ટની 2 મેચમાં 15 વિકેટ લઈને તેણે પોતાની ટીમને ચેમ્પિયન બનાવી. તેને ફાઇનલમાં મેન ઓફ ધ મેચ સાથે જ પ્લેયર ઓફ ધ ટૂર્નામેન્ટનો પણ એવોર્ડ મળ્યો.

સાઉથ ઝોને દુલિપ ટ્રોફીની ફાઇનલ મેચમાં વેસ્ટ ઝોનને 75 રનથી હરાવી. પહેલા બેટિંગ કરતા સાઉથ ઝોને 213 રન બનાવ્યા. કવેરપ્પાની 7 વિકેટે વેસ્ટ ઝોનની ઇનિંગ 146 રનો પર જ સામેટી દીધી. બીજી ઇનિંગમાં સાઉથ ઝોને 230 રન બનાવ્યા. ચોથી ઇનિંગમાં વેસ્ટ ઝોનની બધી વિકેટ 222 રનો પર જ પડી ગઈ. સાઉથ ઝોને ટૂર્નામેન્ટને 14મી વખત પોતાના નામે કરી છે. ગયા વર્ષે થયેલા ટૂર્નામેન્ટમાં સાઉથ ઝોનને વેસ્ટ ઝોન વિરુદ્ધ જ 294 રનોથી મોટી હાર મળી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp