IPL ઓક્શનમાં કોઇએ ભાવ ન આપ્યો, એ અનસોલ્ડ ખેલાડીએ બેવડી સદી ફટકારી દીધી

PC: twitter.com

એક સમય હતો જ્યારે કેદાર જાધવ ભારતીય ક્રિકેટ ટીમના મિડલ ઓર્ડર માટે નિયમિત સભ્ય બની ચૂક્યો હતો, પરંતુ કહેવાય છે ને કે સમય ક્યારે બદલાઇ જાય, કોઇને ખબર પડતી નથી. કેદાર જાધવ સાથે પણ કંઇક એવું જ થયું છે. અચાનક જ કેદાર જાધવની ભારતીય ટીમમાંથી છુટ્ટી થઇ ગઇ અને હવે તો તેનું ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) કરિયર પણ લગભગ સમાપ્ત થઇ ગયું છે કેમ કે IPLના મિની ઓક્શન 2023માં તેને કોઇ પણ ફ્રેન્ચાઇઝીએ ખરીદ્યો નહોતો.

જો કે, IPLના મિની ઓક્શનમાં અનસોલ્ડ રહ્યા બાદ હવે ફરી એક વખત ચર્ચામાં છે અને કારણ તેના માટે ખૂબ ખાસ છે. રણજી ટ્રોફી 2022-23ના એલિટ ગ્રુપ-B મેચમાં મહારાષ્ટ્ર માટે રમત તેણે આસામ વિરુદ્ધ બેવડી સદી લગાવી દીધી છે. આ મેચમાં આસામની ટીમે પહેલા બેટિંગ કરતા પહેલી ઇનિંગમાં માત્ર 274 રન બનાવ્યા હતા અને તેના જવાબમાં મહારાષ્ટ્રએ કેદાર જાધવની બેવડી સદીની મદદથી એક મોટી લીડ હાંસલ કરી લીધી છે. ત્રીજા દિવસે મહારાષ્ટ્રની ટીમે 9 વિકેટના નુકસાન પર 594 રન બનાવીને પોતાનો દાવ ડિક્લેર કરી દીધો હતો અને કેદાર જાધવ પોતાની પહેલી ઇનિંગમાં 283 રનની ઇનિંદ રમી હતી.

કેદાર જાધવે આ 283 રન બનાવવામાં માત્ર 283 બૉલ લીધા. આ ઇનિંગમાં તેણે 21 ફોર સાથે સાથે 12 સિક્સ પણ લગાવ્યા હતા. આ વિસ્ફોટક બેવડી સદી સાથે જ કેદાર જાધવ સોશિયલ મીડિયા પર છવાયેલો છે અને ફેન્સ તેના માટે સહાનુભૂતિ અનુભવી રહ્યા છે કેમ કે જો તેની આ બેવડી સદી મિની ઓક્શનના થોડા સમય પહેલા આવી જતી તો કદાચ તે કોઇક ને કોઇક ફ્રેન્ચાઇઝીનો હિસ્સો હોત, પરંતુ કદાચ હવે કેદાર જાધવ માટે ખૂબ મોડું થઇ ગયું છે.

કેદાર જાધવ એ 405 ખેલાડીઓની લિસ્ટમાં સામેલ નહોતો અને પહેલા જ તેને બહાર કરી દેવામાં આવ્યો હતો કેમ કે તે વર્ષ 2021ની IPLમાં સનરાઇઝર્સ હાઇરદબાદ (SRH) માટે નિષ્ફળ સાબિત થયો હતો અને એટલે તેના પર કોઇ પણ ટીમે આ વખત ભરોસો ન કર્યો. આ વખત કેદાર જાધવે પોતાની બેઝ પ્રાઇઝ 1 કરોડ રૂપિયાની રાખી હતી. તેની સાથે જ તમને એ પણ જણાવી દઇએ કે કેદાર જાધવ વર્ષ 2019ના વર્લ્ડ કપ ટીમનો પણ હિસ્સો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp