કે.એલ.રાહુલ પર પૂર્વ ક્રિકેટર બોલ્યા-આજ સુધી આટલી ખરાબ બેટિંગ નથી જોઇ

PC: BCCI

રાજસ્થાન રોયલ્સ (RR) અને લખનૌ સુપર જાયન્ટ્સ (LSG) વચ્ચે રમાયેલી મેચમાં કે.એલ. રાહુલે પહેલી ઓવરમાં એક પણ રન ન બનાવ્યો. તેની સાથે જ ફરી એક વખત સોશિયલ મીડિયા પર તેને જોરદાર ટ્રોલ કરવામાં આવી રહ્યો છે. જો કે, તેણે 32 બૉલમાં 39 રનોની ઇનિંગ પણ રમી હતી, પરંતુ એ છતા પણ ધીમી સ્ટ્રાઈક રેટના કારણે ફેન્સના નિશાના પર છે. લખનૌ સુપર જાયન્ટ્સના કેપ્ટનની ધીમી બેટિંગની નિંદા ઇંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન કેવિન પીટરસને પણ કરી છે.

કેવિન પીટરસને કમેન્ટ્રી કરવા દરમિયાન કહ્યું કે, ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં જ્યાં પાવરપ્લેમાં ખૂબ રન બને છે, તેમાં એવી સ્ટ્રાઈક રેટની સાથે બેટિંગ કરતા મજા આવતી નથી. પાવરપ્લેમાં કે.એલ. રાહુલની બેટિંગ જોવાથી વધારે બોરિંગ કશું જ નથી. મેચની પહેલી જ ઓવર મેડન રહી અને સ્ટ્રાઈ પર કે.એલ. રાહુલ હતો. તો ફેન્સે તેને ટ્રોલ કરવાનો શરૂ કરી દીધો કેમ કે અત્યાર સુધી IPLમાં કે.એલ. રાહુલ ક 11 વખત મેડન ઓવર રમી ચૂક્યો છે. કેટલાક ફેન્સ તો તેનાથી એટલા નારાજ છે કે તેમનું કહેવું છે કે કે.એલ. રાહુલ માટે T20 ક્રિકેટમાં કોઈ જગ્યા નથી. રાજસ્થાન રોયલ્સ માટે પહેલી ઓવર ટ્રેન્ટ બોલ્ટે કરી હતી અને એક પણ રન આપ્યો નહોતો. ત્યારબાદ ફ્રેન્ચાઇઝીએ પણ મજેદાર ટ્વીટ કરીને કે.એલ. રાહુલની મજા લીધી.

એક યુઝરે લખ્યું કે, કે.એલ. રાહુલ T20ને ટેસ્ટની જેમ રમે છે. અન્ય એક યુઝરે લખ્યું કે, કે.એલ. રાહુલ ચૂપચાપ આ ફ્રેન્ચાઇઝીનો ઉપયોગ ભારતમાં આગામી વન-ડે વર્લ્ડ કપ માટે પોતાના તૈયાર કરવા માટે કરી રહ્યો છે. એક બીજા યુઝરે લખ્યું કે, કે.એલ. રાહુલ, જો આ ખેલાડીમાં આત્મસન્માન છે તો તેણે ચૂપચાપ T20માંથી સંન્યાસ લઈ લેવો જોઈએ. એક યુઝરે લખ્યું કે, રાહુલને ટીમમાંથી બહાર કરવામાં આવ્યો નથી. LSG દ્વારા મોટી ભૂલ, તે WTC ફાઇનલ ટીમમાં પોતાના સ્થાન પાટે અભ્યાસ કરી રહ્યો છે, તે પોતે દોષી છે.

જો રાજસ્થાન રોયલ્સ અને લખનૌ સુપર જાયન્ટ્સ વચ્ચે રમાયેલી મેચની વાત કરીએ તો રાજસ્થાન રોયલ્સે ટોસ જીતીને પહેલા ફિલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પહેલા બેટિંગ કરતા લખનૌ સુપર જાયન્ટ્સે કાઈલ મેયર્સના 50 અને કેપ્ટન કે.એલ. રાહુલના 39 રનની મદદથી સીમિત 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 154 રન બનાવ્યા હતા. તો 155 રનનો પીછો કરવા ઉતરેલી રાજસ્થાનની ટીમ સીમિત 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને માત્ર 144 રન જ બનાવી શકી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp