કિરણ મોરેએ કરી ભવિષ્યવાણી, આ ખેલાડી આગળ જઈને બની શકે છે ભારતીય ટીમનો કેપ્ટન

PC: india.com

ભારતીય ટીમના યુવા ઑપનર બેટ્સમેન ઋતુરાજ ગાયકવાડને લઈને પૂર્વ વિકેટકીપર બેટ્સમેન કિરણ મોરેએ મોટી પ્રતિક્રિયા આપી છે. તેમણે આ ખેલાડીને લઈને એક મોટી ભવિષ્યવાણી કરી દીધી છે. કિરણ મોરેના જણાવ્યા મુજબ, ઋતુરાજ ગાયકવાડ એક એવો ખેલાડી છે જે બધા ફોર્મેટમાં રમી શકે છે અને ભવિષ્યમાં ભારતીય ટીમનો કેપ્ટન પણ બની શકે છે. ઋતુરાજ ગાયકવાડને એશિયન ગેમ્સ 2023 માટે ભારતીય ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે.

ભારતીય ક્રિકેટ ટીમ પહેલી વખત એશિયન ગેમ્સમાં મેન્સ ઇવેન્ટમાં હિસ્સો લેશે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ આગામી વર્લ્ડ કપને જોતા ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2023 અને ઘરેલુ ક્રિકેટમાં સારું પ્રદર્શન કરનારા ખેલાડીઓને આ ટૂર્નામેન્ટમાં અવસર આપ્યો છે. આ ટીમમાં રાહુલ ત્રિપાઠી, તિલક વર્મા, રિંકુ સિંહ, જીતેશ શર્મા જેવા IPLના ઘણા સ્ટાર ખેલાડી સામેલ છે. કિરણ મોરેના જણાવ્યા મુજબ, ઋતુરાજ ગાયકવાડની અંદર ત્રણેય ફોર્મેટમાં રમવાની કુશળતા છે.

જિયો સિનેમા પર વાતચીત કરવા દરમિયાન તેમણે કહ્યું કે, હું ઋતુરાજ ગાયકવાડના ટેસ્ટ ડેબ્યૂની રાહ જોઈ રહ્યો છું. ઋતુરાજ ગાયકવાડ અને યશસ્વી જયસ્વાલ બંને જ ખૂબ શાનદાર ખેલાડી છે. ઋતુરાજ તો દરેક ફોર્મેટમાં રમી શકે છે કેમ કે તેનું બેઝિક ખૂબ સારું છે. તે ભવિષ્યમાં ભારતનો કેપ્ટન પણ બની શકે છે. તેનું ટેમ્પરામેન્ટ પણ શાનદાર છે. તે IPLમાં મહેન્દ્ર સિંહ ધોનીની કેપ્ટન્સીમાં રમી રહ્યો છે અને આ જ કારણે તેને ઘણું બધુ શીખવા મળ્યું હશે કે ટીમને કયા પ્રકારે હેન્ડલ કરવામાં આવે છે અને પરિસ્થિતિને કઈ રીતે હેન્ડલ કરી શકાય છે.

કિરણ મોરેએ આગળ કહ્યું કે, ઋતુરાજ ગાયકવાડ એક ક્વાલિટી પ્લેયર છે અને મને તેના ટેસ્ટ ડેબ્યૂની રાહ છે. ઉલ્લેખનીય છે કે, ઋતુરાજ ગાયકવાડનું પ્રદર્શન IPL અને ઘરેલુ ક્રિકેટમાં ખૂબ સારું રહ્યું છે અને આ જ કારણે તેને ભારતીય ટીમમાં સતત ચાંસ મળી રહ્યા છે, પરંતુ તે અત્યાર સુધી ઇન્ટરનેશનલ ક્રિકેટમાં પોતાને સાબિત કરી શક્યો નથી. હાલમાં તે આયરલેન્ડ વિરુદ્ધની T20 સીરિઝમાં ભારતીય ટીમનો હિસ્સો છે અને પહેલી મેચમાં સારા ટચમાં નજરે પડ્યો હતો. હવે જોવાનું એ રહેશે કે એશિયન ગેમ્સમાં તે ટીમનું નેતૃત્વ કેવું કરશે અને અને તેનું પ્રદર્શન આ દરમિયાન કેવું રહે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp