KKRએ નવા કેપ્ટનની જાહેરાત કરી, શ્રેયસની ગેરહાજરીમાં સંભાળશે જવાબદારી

PC: tv9hindi.com

IPL 2023 પહેલા, કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR)ના નિયમિત કેપ્ટન શ્રેયસ અય્યર ઓછામાં ઓછી અડધી સિઝન માટે બહાર હોવાના અહેવાલો હતા અને હવે તેની સાબિતી થઈ ગઈ છે. KKR ફ્રેન્ચાઇઝીએ નવા કેપ્ટનની જાહેરાત કરી છે, જેનો અર્થ છે કે, શ્રેયસ અય્યર શરૂઆતની કેટલીક મેચો ચૂકી જશે. તેની ગેરહાજરીમાં, ટીમનું નેતૃત્વ મુખ્ય બેટ્સમેન નીતીશ રાણા કરશે, જે ઘણી સીઝનથી KKRનો ભાગ રહેલો છે. અમદાવાદમાં ઓસ્ટ્રેલિયા સામેની ચોથી બોર્ડર-ગાવસ્કર ટેસ્ટ દરમિયાન તેમના નિયમિત સુકાની અય્યરને પીઠમાં ઈજા થતાં બે વખતના IPL ચેમ્પિયનને નવા કેપ્ટનની શોધ કરવાની ફરજ પડી હતી.

નીતીશ રાણાની સાથે સુનીલ નારાયણ પણ કાર્યકારી કેપ્ટનશિપ માટેના બે ઉમેદવારોમાંથી એક હતા. તે 2012માં ફ્રેન્ચાઇઝી સાથે જોડાયો હતો અને હજુ પણ તેનો ભાગ છે. સુનીલ નારાયણે તાજેતરમાં ILT20ની પ્રથમ સિઝનમાં અબુ ધાબી નાઈટ રાઈડર્સનું નેતૃત્વ કર્યું હતું. જો કે, તેની કપ્તાની હેઠળ ટીમ માત્ર એક મેચમાં જીત મળી હતી અને આઠ મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો.

કોલકાતા નાઈટ રાઈડર્સે તેમના સત્તાવાર નિવેદનમાં કહ્યું, 'જો કે અમને આશા છે કે શ્રેયસ સાજો થઈ જશે અને IPL 2023ની આવૃત્તિમાં કોઈક તબક્કે ભાગ લેશે, અમે ભાગ્યશાળી છીએ કે નીતિશ મર્યાદિત ઓવરોની ક્રિકેટમાં તેની રાજ્યની ટીમનું નેતૃત્વ કરવાનો સુકાનીપદનો અનુભવ અને 2018થી KKR સાથે IPLનો અનુભવની સાથે તે શાનદાર કામ કરશે.

અમને એ પણ વિશ્વાસ છે કે મુખ્ય કોચ ચંદ્રકાંત પંડિત અને સપોર્ટ સ્ટાફ હેઠળ, તેને મેદાનની બહાર ખૂબ જ જરૂરી સપોર્ટ મળશે અને ટીમના ઉચ્ચ અનુભવી ખેલાડી મેદાનમાં જરૂર પડ્યે નીતિશને સમર્થન આપશે. અમે તેને તેની નવી ભૂમિકા અને શ્રેયસમાં સંપૂર્ણ અને ઝડપથી સ્વસ્થ થવાની શુભેચ્છા પાઠવીએ છીએ.'

IPL 2023માં, કોલકાતા નાઈટ રાઈડર્સ ટીમ 1 એપ્રિલે પંજાબ કિંગ્સ સામે તેમના અભિયાનની શરૂઆત કરશે. બે વખતની ચેમ્પિયન KKR તેની પ્રથમ મેચ 6 એપ્રિલે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે તેના હોમ ગ્રાઉન્ડ પર રમશે. ગત સિઝનમાં KKRનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું હતું અને ટીમે ટૂર્નામેન્ટમાં સાતમા સ્થાને રહીને પોતાની સફર પૂરી કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp