WTC ફાઈનલમાંથી બહાર થયેલા કે.એલ.રાહુલની જગ્યાએ આ ખેલાડીને ટીમમાં સ્થાન મળ્યું

PC: bharat.republicworld.com

ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC) ફાઈનલ પહેલા ભારતીય ટીમને એક મોટો ઝટકો લાગ્યો છે. ટીમ ઈન્ડિયાના ઓપનર અને વિકેટકીપર તરીકે પસંદ કરાયેલા KL રાહુલ ઓસ્ટ્રેલિયા સામેની મહત્વપૂર્ણ મેચમાંથી બહાર થઈ ગયો છે. BCCIએ ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) દરમિયાન ઈજાગ્રસ્ત લખનઉ સુપર જાયન્ટ્સના કેપ્ટનના સ્થાને વિકેટકીપરના નામની જાહેરાત કરી છે. KL રાહુલના સ્થાને BCCIએ ઈશાન કિશનનું નામ પસંદ કર્યું છે.

BCCIએ સોમવારે, 8 મેના રોજ ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલ માટે પસંદ કરાયેલી ભારતીય ટીમમાં ફેરફારની જાહેરાત કરી હતી. IPL દરમિયાન ઈજાગ્રસ્ત KL રાહુલની જગ્યાએ ઈશાન કિશનની પસંદગી કરવામાં આવી છે. જ્યારે, ઋતુરાજ ગાયકવાડ, મુકેશ કુમાર અને સૂર્યકુમાર યાદવને સ્ટેન્ડબાય તરીકે રાખવામાં આવ્યા છે.

ઈન્ડિયન પ્રીમિયર લીગની મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે ફિલ્ડિંગ કરતી વખતે KL રાહુલ ઈજાગ્રસ્ત થયો હતો. આ પછી તે મેદાન પર બેટિંગ કરવા ઉતર્યો પરંતુ છેલ્લા નંબરે. આ ઈજાથી તે મુંબઈમાં છે અને તેની સારવાર ચાલી રહી છે. ઈશાન કિશન હાલ IPLમાં મુંબઈ ઈન્ડિયન્સ તરફથી રમી રહ્યો છે.

IPL 2023માંથી બહાર થયા બાદ KL રાહુલે એક ઈન્સ્ટાગ્રામ પોસ્ટ કર્યું. આ પોસ્ટમાં, તેણે તેની ઈજા વિશે નવીનતમ અપડેટ આપી. KL રાહુલે લખ્યું છે કે, મેડિકલ ટીમની સલાહ મુજબ હું મારી ઈજાની સર્જરી કરાવીશ, આ સર્જરી ટૂંક સમયમાં થઈ શકે છે. જો કે, મારું ધ્યાન ઝડપથી સજા થવા અને સંપૂર્ણ રીતે સ્વસ્થ થવા પર છે. જોકે આ સમય મારા માટે આસાન નિર્ણય નહોતો, પરંતુ હું જાણું છું કે સંપૂર્ણ રીતે સ્વસ્થ થવાનો આ યોગ્ય સમય છે.

ભારતીય ટીમમાં KL રાહુલને બીજા વિકેટકીપર તરીકે રાખવામાં આવ્યો હતો. KS ભરત મુખ્ય વિકેટકીપરની ભૂમિકા ભજવી રહ્યો છે. ઓસ્ટ્રેલિયા સામે રમાયેલી બોર્ડર ગાવસ્કર ટ્રોફીમાં ઈશાન કિશનની ટીમમાં પસંદગી કરવામાં આવી હતી પરંતુ તેને ડેબ્યૂ કરવાની તક મળી ન હતી. KS ભરતે શ્રેણીની ચારેય મેચ રમી હતી.

ભારતે સતત બીજી વખત ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં જગ્યા બનાવી છે. ભારતીય ટીમને પાછલી વખતે ન્યૂઝીલેન્ડ સામે હાર્યા બાદ રનર્સ અપ બનીને સંતોષ માનવો પડ્યો હતો. આ વખતે ભારતનો સામનો ઓસ્ટ્રેલિયન ટીમ સાથે થવાનો છે. 7 થી 11 જૂન સુધી બંને ટીમ ઈંગ્લેન્ડમાં ઓવલના મેદાનમાં રમવા માટે ઉતરશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp