26th January selfie contest

પહેલી મેચમાં નહીં રમે શુભમન ગિલ? કે.એલ. રાહુલે પ્લેઇંગ XI આપ્યું મોટું અપડેટ

PC: khabarchhe.com

હાલમાં ઓસ્ટ્રેલિયન ટીમ ભારતમાં છે અને તે અહીં 4 મેચોની ટેસ્ટ સીરિઝ રમવાની છે જેની શરૂઆત 9 ડિસેમ્બરથી થવાની છે. બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં ભારતીય ટીમના ઉપકેપ્ટન કે.એલ. રાહુલે નાગપુર ટેસ્ટ મેચ અગાઉ પ્રેસ કોન્ફરન્સ કરી હતી. અહી કે.એલ. રાહુલે પ્લેઇંગ ઇલેવનને લઇને વાતચીત કરી અને સાથે જ ભારતીય ટીમ કયા પ્રકારે ઓસ્ટ્રેલિયન ખેલાડીઓનો સામનો કરશે તેની બાબતે વિસ્તારથી જણાવ્યું. ઉપકેપ્ટન કે.એલ. રાહુલે જણાવ્યું કે, અમે એક બેટિંગ ગ્રુપના રૂપમાં દરેક પ્રકારની તૈયારી કરી છે.

તેણે કહ્યું કે, અમે સ્પિન રમવા માટે પણ તૈયાર છીએ. આ અમારા માટે ખૂબ જરૂરી સીરિઝ છે અને તેને જીતવી જરૂરી છે કેમ કે અમારી નજર વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC) પર ટકેલી છે. પહેલી ટેસ્ટ મેચમાં ભારતીય ટીમની પ્લેઇંગ ઇલેવન શું હશે તેના પર દરેકની નજરો ટકેલી છે. કે.એલ. રાહુલે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, શુભમન ગિલની જગ્યા અત્યારે નક્કી થઇ નથી, એ એક મુશ્કેલ નિર્ણય છે. ઉલ્લેખનીય છે કે, શુભમન ગિલ સતત સારું પ્રદર્શન કરી રહ્યો છે, એવામાં દરેક આશા રાખી રહ્યું છે કે તેને અહીં ચાંસ મળી શકે છે.

શુભમન ગિલને લઇને અનુમાન લગાવવામાં આવી રહ્યા હતા કે જો તેને રમાડવામાં આવે છે તો તે રોહિત શર્મા સાથે ઓપનિંગ કરી શકે છે. એવામાં કે.એલ. રાહુલને મિડલ ઓર્ડરમાં રમાડી શકાય છે જેના પર કે.એલ. રાહુલે કહ્યું કે, જો ટીમ તેને મિડલ ઓર્ડરમાં રમવા માટે કહે છે તો તે તેના માટે તૈયાર છે. કે.એલ. રાહુલે નાગપુર ટેસ્ટમાં કોમ્બિનેશનને લઇને કહ્યું કે, અમે 3 સ્પિનર સાથે પણ ઉતરીશું.

પરંતુ અત્યારે પ્લેઇંગ ઇલેવન પર નિર્ણય થયો નથી કેમ કે મેચના દિવસે પિચના હિસાબે ઘણી વસ્તુ નક્કી થવાની છે એ માત્ર સ્પિનર જ નહીં, પરંતુ રિવર્સ સ્વિંગની પણ મહત્ત્વની ભૂમિકા હશે. સાથે જ ભારતીય ટીમના ઉપકેપ્ટને સ્પષ્ટ કર્યું કે, જો જરૂરિયાત પડે છે ત્યારે અમે મોટા શૉટ અને આક્રમક ક્રિકેટ પણ રમશે. અમારું માઇન્ડ સેટ પૂરી રીતે ક્લિયર છે.

ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ બે ટેસ્ટ મેચ માટે ભારતીય ટીમ:

રોહિત શર્મા (કેપ્ટન), કે.એલ. રાહુલ (ઉપકેપ્ટન), શુભમન ગિલ, ચેતેશ્વર પૂજારા, વિરાટ કોહલી, શ્રેયસ ઐય્યર, કે.એસ. ભરત (વિકેટકીપર), ઇશાન કિશન (વિકેટકીપર), રવિચંદ્રન અશ્વિન, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, રવીન્દ્ર જાડેજા, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ, ઉમેશ યાદવ, જયદેવ ઉનડકટ, સૂર્યકુમાર યાદવ.

ભારત વિરુદ્ધ ટેસ્ટ સીરિઝ માટે ઓસ્ટ્રેલિયન ટીમ:

પેટ કમિન્સ (કેપ્ટન), એશ્ટન એગર, સ્કોટ બોલેન્ડ, એલેક્સ કેરી, કેમરૂન ગ્રીન, પીટર હેન્ડ્સકોમ્બ, જોશ હેઝલવુડ, ઉસ્માન ખ્વાજા, માર્નસ લાબુશેન, નાથન લાયન, લાન્સ મોરિસ, ટોડ મર્ફી, મેથ્યૂ રેનશો, સ્ટીવ સ્મિથ (ઉપકેપ્ટન), મિચેલ સ્ટાર્ક, મિચેલ સ્વેપસન, ડેવિડ વોર્નર.

ઓસ્ટ્રેલિયાનો ભારત પ્રવાસ (ટેસ્ટ સીરિઝનું શેડ્યૂલ):

પહેલી ટેસ્ટ: 9-13 ફેબ્રુઆરી, નાગપુર.

બીજી ટેસ્ટ: 17-21 ફેબ્રુઆરી, દિલ્હી.

ત્રીજી ટેસ્ટ: 1-5 માર્ચ, ધર્મશાળા.

ચોથી ટેસ્ટ: 9-13 માર્ચ, અમદાવાદ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp