એશિયા કપ અગાઉ ભારતને લાગ્યો મોટો ઝટકો, આ બે ખેલાડી ટીમનો હિસ્સો નહીં હોય

ભારતીય ટીમને એશિયા કપ અગાઉ મોટો ઝટકો લાગ્યો છે. એશિયા કપમાં કે.એલ. રાહુલ અને શ્રેયસ ઐય્યર ટીમનો હિસ્સો નહીં રહે. એમ માનવામાં આવી રહ્યું હતું કે, કે.એલ. રાહુલ અને શ્રેયસ ઐય્યર ઇજાથી બહાર આવી ચૂક્યા છે અને બંને ખેલાડી એશિયા કપમાં ભારતીય ટીમ માટે રમતા નજરે પડશે, પરંતુ ફેન્સને નિરાશા હાથ લાગી છે. સોશિયલ મીડિયા પર વાયરલ વીડિયોમાં કે.એલ. રાહુલ બેટિંગ અને વિકેટકીપિંગ પ્રેક્ટિસ કરતો નજરે પડ્યો હતો. ત્યારબાદ ફેન્સમાં આશા જાગી કે, કે.એલ. રાહુલ એશિયા કપમાં રમતો નજરે પડશે, પરંતુ ફરી એક વખત ફેન્સની આશાઓ પર મોટો ઝટકો લાગ્યો છે.
છેલ્લા ઘણા સમયથી કે.એલ. રાહુલ ક્રિકેટના મેદાનથી દૂર છે. ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2023 સીઝન દરમિયાન કે.એલ. રાહુલ ઇજાનો શિકાર થઈ ગયો હતો. ત્યારબાદ તે પોતાની સર્જરી અને રિકવરી પર કામ કરી રહ્યો હતો. તો કે.એલ. રાહુલ સિવાય શ્રેયસ ઐય્યર પણ એશિયા કપમાં નહીં રમી શકે. ભારતીય ટીમ સતત મિડલ ઓર્ડરની સમસ્યાથી ઝઝૂમી રહી છે. એમ માનવામાં આવી રહ્યું છે કે કે.એલ. રાહુલ અને શ્રેયસ ઐય્યરની વાપસી બાદ મિડલ ઓર્ડરની સમસ્યા ઉકેલાઈ શકતી હતી, પરંતુ હવે સવાલ એ છે કે શું વર્લ્ડ કપ સુધી કે.એલ. રાહુલ અને શ્રેયસ ઐય્યર ફિટ થઈ શકશે?
જો વર્લ્ડ કપ સુધી કે.એલ. રાહુલ અને શ્રેયસ ઐય્યર ફિટ નહીં થઈ શકે તો આ રોહિત શર્માની આગેવાનીવાળી ભારતીય ટીમ માટે મોટો ઝટકો સાબિત થઈ શકે છે. હાલમાં ભારતીય ટીમ વેસ્ટ ઇન્ડીઝ પ્રવાસ પર છે. ભારતીય ટીમે ટેસ્ટ અને વન-ડે સીરિઝમાં વેસ્ટ ઇન્ડીઝને હરાવી છે. હવે ભારત અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે 5 T20 મેચોની સીરિઝની પહેલી મેચ આજે રમાવાની છે. એશિયા કપ બાદ ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ 3 મેચોની ઘરેલુ વન-ડે સીરિઝ રમવાની છે.
આ સીરિઝમાં બંનેને અવસર આપી શકાય છે, પરંતુ ત્રણ મેચોમાં પોતાને વર્લ્ડ કપ માટે ફિટ સાબિત કરવું ખૂબ મુશ્કેલ હશે. સાથે જ આ 3 વન-ડે મેચોથી બંને ખેલાડીઓ સામે પોતાના ફોર્મને સાબિત કરવું મુશ્કેલ હશે. જો આ બંને જ ટેસ્ટમાં બંને ખરા ઉતરતા નથી કે બંનેને સાબિત કરવાનો પણ અવસર મળતો નથી અને એ છતા તેનું વર્લ્ડ કપ માટે સિલેક્શન થાય છે તો તે સવાલોના ઘેરામાં પણ રહેશે. જો કે ફોર્મ અને ફિટનેસ સાબિત કર્યા વિના કોઈ પણ ખેલાડીનું વર્લ્ડ કપ માટે સિલેક્શન થવું ખૂબ મુશ્કેલ છે. એવામાં કે.એલ. રાહુલ અને શ્રેયસ ઐય્યર સામે વર્લ્ડ કપથી બહાર થવાનું જોખમ મંડરાઈ રહ્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp