કેએલ રાહુલે ટ્રોલિંગ પર તોડ્યું મૌન, કહ્યું- નફરત અને અનાદર મને...

PC: cricketnmore.com

ભારતીય ક્રિકેટ ટીમનો સ્ટાર બેટ્સમેન કેએલ રાહુલ છેલ્લાં ઘણા સમયથી ખરાબ ફોર્મ સામે ઝઝૂમી રહ્યો હતો. આ કારણે તેને સોશિયલ મીડિયા પર ખૂબ જ ટ્રોલ કરવામાં આવી રહ્યો હતો. સોશિયલ મીડિયા પર થયેલા ટ્રોલિંગ વિશે હવે કેએલ રાહુલે ખુલીને પોતાની વાત રજૂ કરી છે. રાહુલે એક શો દરમિયાન એ વાતનો ખુલાસો કર્યો કે, શું સોશિયલ મીડિયા પર થનારી ટ્રોલિંગથી તે ચિંતિત થાય છે કે નહીં.

ભારતમાં એક ક્રિકેટર હોવાના નાતે નિશ્ચિતરૂપે જ ઉતાર-ચડાવ જોવા મળે છે અને કેએલ રાહુલ આ અંગે ખૂબ જ સારી રીતે જાણે છે. જમણા હાથના આ બેટ્સમેને છેલ્લાં કેટલાક વર્ષોમાં ટીમ ઇન્ડિયા અને IPLમાં સફળતાનો સ્વાદ ચાખ્યો છે પરંતુ, સતત ટીકાઓનો સામનો પણ કર્યો છે. 32 વર્ષનો સ્ટાઇલિશ બેટ્સમેન જ્યારે પણ પોતાની ગેમથી તેમની આશાઓ પર ખરો નથી ઉતરતો ત્યારે તેણે ફેન્સની ટીકાઓનો સામનો કરવો પડે છે.

સોશિયલ મીડિયા પર એક્ટિવ હોવા છતા કેએલ રાહુલે ક્યારેય પણ કોઈ ટ્રોલનો જવાબ નથી આપ્યો કે પછી ક્યારેય પણ ઓનલાઇન ચર્ચામાં તે સામેલ નથી થયો. પરંતુ, પહેલીવાર રાહુલે સોશિયલ મીડિયા પર થનારા ટ્રોલિંગને લઇને પોતાની વાત રજૂ કરી છે. રણવીર ઇલાહબાદિયાના શો ધ રણવીર શો માં કેએલ રાહુલે ક્રિકેટ અને તેની બહારના મુદ્દાઓ પર વાત કરી. જે ટોપિક પર રાહુલે વાત કરી, તેમાંથી એક સોશિયલ મીડિયા પર થનારા સતત ટ્રોલિંગ વિશે હતું. લખનૌ સુપર જાયન્ટ્સના કેપ્ટને એ વાતનો સ્વીકાર કર્યો કે નફરત અને અનાદર તેને પ્રભાવિત કરે છે પરંતુ, ફેન્સ તરફથી મળનારા પ્રેમ માટે તે તેમનો આભારી પણ છે.

કેએલ રાહુલે આગળ કહ્યું કે, મને ખબર છે કે છેલ્લાં કેટલાક મહિના મારા માટે મેદાન પર એટલા સારા નથી રહ્યા. મને લોકો તરફથી જે પ્રકારનું સમર્થન અને પ્રેમ મળી રહ્યો છે, તેના પરથી જાણકારી મળે છે કે હું ના માત્ર એક ક્રિકેટરના રૂપમાં પરંતુ એક સારા વ્યક્તિના રૂપમાં પણ કંઈક સારું મેળવામાં સફળ રહ્યો છું. આ કંઈક એવુ છે, જે મારા દિલની નજીક રહેશે. આ વાતો એ વાતની પુષ્ટિ કરે છે કે, લોકો પર તમારો સારો પ્રભાવ પડ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp