26th January selfie contest

નાગપુર ટેસ્ટ બાદ રાહુલનું કરિયર થશે સમાપ્ત? BCCIએ આપ્યું મોટું નિવેદન

PC: BCCI

ભારતીય ટીમના ઓપનર બેટ્સમેન કે.એલ. રાહુલ પોતાના ખરાબ ફોર્મને લઇને હંમેશાં ફેન્સના નિશાના પર રહે છે. તે રન બનાવવા માટે સતત પ્રયાસ કરી રહ્યો છે, પરંતુ લોકેશ રાહુલ પોતાના પ્લાનમાં સફળ થઇ શકતો નથી. તો ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ નાગપુર ટેસ્ટમાં રમાયેલી પહેલી ટેસ્ટમાં કે.એલ. રાહુલ ફરી એક વખત ફ્લોપ રહ્યો. તે 20 રન બનાવીને સસ્તામાં આઉટ થઇ ગયો. આ દરમિયાન ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના એક અધિકારીએ કહ્યું કે ખરાબ ફોર્મના કારણે તેને ટીમથી બહાર કરી શકાય છે.

કે.એલ. રાહુલ ખૂબ લાંબા સમયથી કોઇ મોટી ઇનિંગ રમી નથી. તે સતત પોતાના ખરાબ ફોર્મથી ઝઝૂમી રહ્યો છે. શ્રીલંકા વિરુદ્ધ રમાયેલી ટેસ્ટ સીરિઝમાં 2 મેચોમાં પૂરી રીતે ફ્લોપ સાબિત થયો. તેણે બાંગ્લાદેશ પ્રવાસ પર 23 રનોની સર્વાધિક ઇનિંગ રમી. તો ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ પહેલી ઇનિંગમાં 20 રન બનાવીને આઉટ થઇ ગયો. એવામાં ફ્લોપ થવા પર કે.એલ. રાહુલને ચાન્સ આપવામાં આવી રહ્યા છે જેના કારણે ફેન્સ ટીમ મેનેજમેન્ટના વલણ પર પણ સવાલ ઊભા કરી રહ્યા છે.

તો હવે એક અધિકારીએ કે.એલ. રાહુલના ખરાબ ફોર્મ પર મોટી પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે, કોઇએ ક્યાં કહ્યું કે ઉપકેપ્ટનને કોઇ છૂટ નથી. એવો કોઇ નિયમ નથી કે ઉપકેપ્ટનને નહીં હટાવી શકાય. કે.એલ. રાહુલને ભવિષ્યમાં ટેસ્ટમાં ભારતીય ટીમની કેપ્ટન્સી કરવાનો પહેલો દાવેદાર માનવામાં આવે છે. બેન્ચ પર ફોર્મ ખેલાડી હોય તો કોઇ રિસ્ક લઇ શકાય નહીં. ભારતીય ટીમમાં યુવા ખેલાડીઓની ભરમાર છે. આ ફોર્મ બેટ્સમેન શુભમન ગિલ અને ઇશાન કિશન જેવા ખેલાડી માત્ર એક અવસરની શોધ કરી રહ્યા છે.

જો કે.એલ. રાહુલ ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ રમાઇ રહેલી સીરિઝની પહેલી મેચની બીજી ઇનિંગમાં રન બનાવી શકતો નથી તો તેને બીજી ટેસ્ટથી ડ્રોપ કરી શકાય છે. કેમ કે કે.એલ. રાહુલ વર્ષ 2022ની 8 ઇનિંગમાં માત્ર 137 રન બનાવ્યા છે. એવામાં તેની પાસે ઓછો સમય બચ્યો છે. એવામાં તેણે જલદી જ પોતાના બેટથી મોટી ઇનિંગ રમવી પડશે, ત્યારે જ તે ટીમમાં પોતાની જગ્યા સ્થિર રાખી શકે છે.

જો કે, બેટિંગ કોચ વિક્રમ રાઠોરએ કે.એલ. રાહુલને ચાન્સ મળવા પર તેનો બચાવ કર્યો. તેમણે કહ્યું કે, કે.એલ. રાહુલ માટે ઇમાનદારીથી કહું તો છેલ્લી 10 ટેસ્ટ ઇનિંગ જે તેણે રમી છે તેના નામે કેટલીક સદીઓ અને 2 સદીઓ છે. તેણે દક્ષિણ આફ્રિકા અને ઇંગ્લેન્ડમાં સદી લગાવી છે. મને નથી લાગતું કે, આપણે અત્યારે એ સ્થિતિમાં છીએ જ્યાં પ્લેઇંગ ઇલેવનમાં તેની જગ્યાને લઇને સવાલ કરીએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp