
વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા 24 માર્ચે ઇન્ડિયન સ્પોર્ટ્સ ઓનર્સ એવોર્ડમાં સામેલ થયા. આ દરમિયાન તેમણે કહ્યું કે, તેઓ પહેલાની જેમ હવે લેટ નાઇટ પાર્ટીઝમાં નથી જતા. પહેલા તેઓ રાત્રે ત્રણ વાગ્યા સુધી જાગતા હતા પરંતુ, હવે એવુ નથી. હવે તેઓ 9.30 વાગ્યા સુધીમાં સુઈ જાય છે. વિરાટે કહ્યું કે- પહેલા 2-3 ડ્રિંક બાદ હું આખી રાત ડાન્સ કરતો હતો. હવે ડ્રિંકિંગ છોડી દીધુ છે. વિરાટ અને અનુષ્કાએ સ્ટાર સ્પોર્ટ્સને આપેલા ઇન્ટરવ્યૂમાં આ વાતો કહી હતી.
અનુષ્કાએ કહ્યું- હવે અમે રાત્રે 9.30 વાગ્યા સુધીમાં પોતાના બેડ પર હોઇએ છીએ. પહેલા રાત્રે 3 વાગ્યા સુધી જાગતા હતા, લેટ નાઇટ પાર્ટી કરતા હતા પરંતુ વામિકાના જન્મ બાદ આ બધુ સંભવ નથી. આ કોઈ એક્સક્યૂઝ નહીં, રિયાલિટી છે. બાળકના જન્મ બાદ તમે વધુ સોશિયલ નથી થઈ શકતા.
અમે તેનાથી ખુશ છીએ કારણ કે, અમે બંને જ વધુ સોશિયલ રહેવાનું પસંદ નથી કરતા. અમને નાની-નાની વસ્તુઓ પસંદ છે, જેમ કે ઘરે ટાઇમ સ્પેન્ડ કરવો. અમને એકબીજા સાથે વધુ સમય નથી મળતો આથી જ્યારે પણ સમય મળે, અમે તેને ફેમિલી સાથે સ્પેન્ડ કરવાનું પસંદ કરીએ છીએ. વિરાટે કહ્યું- હવે તો હું ડ્રિંક નથી કરતો પરંતુ, પહેલા જ્યારે પણ કોઇ પાર્ટીમાં જતો હતો તો બે-ત્રણ ડ્રિંક બાદ હું અટકતો નહોતો. આખી રાત ડાન્સ કરતો હતો. પછી મને કોઈ બાબતની પરવાહ નહોતી રહેતી. જોકે, આ બધુ પહેલાની વાત છે. હવે એવુ નથી થતુ.
અનુષ્કાને પૂછવામાં આવ્યું કે બંનેમાંથી કોણ ડાન્સ ફ્લોર પર સૌથી વધુ ડાન્સ કરે છે? અનુષ્કાએ વિરાટ તરફ ઇશારો કરતા કહ્યું કે, વિરાટને સિંગિંગ અને ડાન્સિંગ ખૂબ જ પસંદ છે. વિરાટની મેમરી ખૂબ જ સારી છે. ડેટ કરતા પહેલા, હું વિરાટની આ ક્વોલિટીથી ઇમ્પ્રેસ થઈ હતી. મેં વિચાર્યું કે તેની આ આદત મને આગળ જતા ઘણી મદદ કરશે.
અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીના લગ્ન 2017માં થયા હતા. બંનેએ ત્રણ વર્ષ સુધી ડેટિંગ કર્યા બાદ ઇટલીના ટસ્કનીમાં સાત ફેરા લીધા હતા. અનુષ્કાએ 2021માં દીકરી વામિકાને જન્મ આપ્યો. મા બન્યા બાદથી જ અનુષ્કા ફિલ્મોમાંથી ગાયબ છે. તેની છેલ્લી ફિલ્મ ‘ઝીરો’ હતી જે 2018માં રીલિઝ થઈ હતી. હવે તે ટૂંક સમયમાં જ ‘ચકદા એક્સપ્રેસ’માં દેખાશે. આ ફિલ્મ પૂર્વ ભારતીય મહિલા ક્રિકેટર ઝૂલન ગોસ્વામીના જીવન પર આધારિત છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp