
મહિલા T20 વર્લ્ડ કપમાં ભારતે પાકિસ્તાનને હરાવીને વિજયી શરૂઆત કરી છે. 150 રનના લક્ષ્યનો પીછો કરતા ભારતે શાનદાર ગેમ બતાવી અને સાત વિકેટથી મેચ પોતાના નામે કરી લીધી. આ મેચમાં ભારત માટે જેમિમા રોડ્રિગ્ઝ અને ઋચા ઘોષે શાનદાર બેટિંગ કરી. બંનેએ ચોથી વિકેટ માટે અડધી સદીની ભાગીદારી કરી 19 ઓવરમાં જ ભારતને જીત અપાવી દીધી. આ જીત સાથે જ ભારતીય ટીમ માટે આવનારા દોરનો રસ્તો સરળ થઈ ગયો છે.
આ મેચમાં જેમિમા રોડ્રિગ્ઝે 38 બોલમાં નોટઆઉટ 53 રન બનાવ્યા. તેની ઈનિંગમાં 8 ચોગ્ગા સામેલ હતા. તેણે ચોગ્ગાની સાથે જ ટીમ ઈન્ડિયાને છ બોલ રહેતા જ જીત અપાવી દીધી. જેમિમાની આ ઈનિંગે ફેન્સને વિરાટ કોહલીની નોટઆઉટ 82 રનની ઈનિંગની યાદ અપાવી દીધી. વિરાટની આ ઈનિંગને પગલે ભારતે T20 વર્લ્ડ કપ 2022ની પહેલી મેચમાં પાકિસ્તાનને હરાવ્યું હતું. મહિલા વર્લ્ડ કપની પહેલી મેચમાં જેમિમાએ વિરાટ કોહલીના અંદાજમાં બેટિંગ કરી. તે કોહલીની જેમ જ ત્રીજા નંબર પર બેટિંગ માટે આવી અને મેચ જીતાડીને જ પાછી ગઈ.
જેમિમા જ્યારે બેટિંગ માટે આવી હતી, ત્યારે ભારતનો સ્કોર એક વિકેટ પર 38 રન હતો. ત્યારબાદ તેણે એક છેડો સંભાળ્યો અને કોહલીની જેમ જ ભારતીય ઈનિંગને આગળ વધારી. આ દરમિયાન તેણે વિરાટની મેલબર્નવાળી ઈનિંગના ઘણા શૉટ પણ કોપી કર્યા. અંતમાં તેને ઋચા ઘોષનો સાથ મળ્યો, જેણે 20 બોલમાં 31 રન બનાવ્યા. તેમજ, કોલહીને હાર્દિકનો સાથ મળ્યો હતો. અંતમાં ભારતને મેચ જીતાડ્યા બાદ જેમિમાના સેલિબ્રેશન કરવાનો અંદાજ પણ કોહલી જેવો જ હતો.
ICCએ પણ બંને ખેલાડીઓનો વીડિયો શેર કરીને બતાવ્યું કે વિરાટ કોહલી અને જેમિમા રોડ્રિગ્ઝની ઈનિંગમાં કેટલી સમાનતા હતી.
આ મેચમા પાકિસ્તાને ટોસ જીતીને પહેલા બેટિંગ કરતા ચાર વિકેટ પર 149 રન બનાવ્યા. ખરાબ શરૂઆતથી બહાર આવતા પાકિસ્તાને છેલ્લી ઓવરોમાં શાનદાર બેટિંગ કરી. કેપ્ટન બિસ્માહ મારૂફે 55 બોલમાં નોટઆઉટ 68 રન બનાવ્યા. તેની ઈનિંગમાં સાત ચોગ્ગા સામેલ હતા. તેમજ, આયશા નસીમે 25 બોલમાં 43 રન બનાવી દીધા. તેણે બે ચોગ્ગા અને બે છગ્ગા માર્યા. ભારત માટે રાધા યાદવે બે વિકેટ લીધી. તેમજ, દિપ્તી શર્મા અને પૂજા વસ્ત્રાકરને એક-એક વિકેટ મળી.
View this post on Instagram
150 રનના લક્ષ્યનો પીછો કરતા ભારતની શરૂઆત પણ કંઈ ખાસ નહોતી. ઓપનિંગ બેટ્સમેન યાસ્તિકા ભાટિયા 20 બોલમાં 17 રન બનાવીને આઉટ થઈ ગઈ. આ સમયે ભારતનો સ્કોર 38 રન હતો. ત્યારબાદ શેફાલી પણ 25 બોલમાં 33 રન બનાવીને આઉટ થઈ ગઈ. કેપ્ટન હરમનપ્રીત પણ 12 બોલમાં 16 રન બનાવીને પેવેલિયન પાછી ફરી. પરંતુ, ત્રીજા નંબર પર બેટિંગ કરવા આવેલી જેમિમા રોડ્રિગ્ઝ એક છેડા પર મક્કમ રહી અને ટીમને જીત અપાવીને જ પાછી આવી. જેમિમાએ 38 બોલમાં આઠ ચોગ્ગાની મદદથી નોટઆઉટ 53 રન બનાવ્યા.
Both Virat Kohli and Jemimah Rodrigues weren't in a good form but had played their best knock in T20I at the big stage. That's what makes u a hero . 🔥❤️#INDvPAK #INDvsPAK pic.twitter.com/NSlA1WluT6
— Akshat (@AkshatOM10) February 12, 2023
13.3 ઓવરમાં 93 રન પર કેપ્ટન હરમનપ્રીત સહિત ત્રણ વિકેટ ગુમાવ્યા બાદ ભારતીય ટીમ સંઘર્ષ કરી રહી હતી, પરંતુ ઋચા ઘોષે ત્યારબાદ ઈનિંગ સંભાળી. તેણે જેમિમા રોડ્રિગ્ઝની સાથે 50 રનની ભાગીદારી કરી. ઋચાએ 20 બોલમાં નોટઆઉટ 31 રન બનાવ્યા. તેની ઈનિંગમાં પાંચ ચોગ્ગા સામેલ હતા. ઋચા અને જેમિમાએ મળીને 19 ઓવરમાં જ ભારતનો સ્કોર 151 રન પહોંચાડી દીધો અને ટીમ ઈન્ડિયાએ સરળતાથી મેચ પોતાના નામે કરી લીધી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp