સચિન સાથે કોહલીની સરખામણી યોગ્ય નથી, ગંભીરે તેને માટે આપ્યું આ કારણ

PC: cricketcountry.com

વિરાટ કોહલીએ નવા વર્ષની શરૂઆત ધમાકેદાર અંદાજમાં કરી છે. શ્રીલંકા વિરુદ્ધ પહેલી વનડે મેચમાં તેણે 87 બોલ પર 113 રનની વિસ્ફોટક ઈનિંગ રમી હતી. તેણે આ ઈનિંગના માધ્યમથી ભારતીય મેદાન પર સદી મારવાના મામલામાં સચિન તેંદુલકરની બરાબરી કરી લીધી છે. શ્રીલંકા વિરુદ્ધ પહેલી વનડેમાં ઘમાકેદાર સદી મારનારા વિરાટ કોહલીએ ઘરેલૂં જમીન પર સચિન તેંદુલકર દ્વારા બનાવવામાં આવેલા 20 સદીના રેકોર્ડની બરાબરી કરી લીધી છે. ત્યારબાદ ફેન્સ તેની સરખામણી સચિન સાથે કરી રહ્યા છે.

તેની આ ઈનિંગના વખાણ સચિન તેંદુલકરથી લઈને ઘણા પૂર્વ ક્રિકેટરે કર્યા છે. એટલું જ નહીં, ફેન્સ હવે તેની સરખામણી સચિન તેંદુલકર સાથે કરવા માંડ્યા છે અને તેમને આશા છે કે, આવનારા સમયમાં તે સચિન તેંદુલકર કરતા પણ આગળ નીકળી જશે. વનડેમાં સદીની વાત કરીએ તો તે હવે સચિનની 49 સદીથી માત્ર 4 સદી દૂર છે.

પરંતુ, ભારતના પૂર્વ બેટ્સમેન અને બેવાર વર્લ્ડ ચેમ્પિયન રહેલો ગૌતમ ગંભીર આ વાત સાથે સહમત નથી. તેણે કહ્યું કે, બે અલગ-અલગ સમયના ક્રિકેટરોની સરખામણી ના કરી શકાય. સ્ટાર સ્પોર્ટ્સ સાથે વાતચીત કરતા ગૌતમ ગંભીરે કહ્યું, ઈમાનરાદીથી કહું તો આ રેકોર્ડની વાત નથી. વિરાટ કોહલી વનડેમાં સચિન કરતા વધુ સદી પણ બનાવશે પરંતુ, નિયમ બદલાઈ ગયા છે.

તેણે આગળ કહ્યું, તમારે બે અલગ-અલગ સમયના ખેલાડીઓની સરખામણી ના કરવી જોઈએ. આ યોગ્ય નથી. પહેલા માત્ર 1 નવો બોલ હતો પરંતુ, હવે બે નવા બોલ હોય છે અને સાથે જ 5 ફીલ્ડર પણ 30 ગજના દાયરામાં રહે છે. પરંતુ, હાં તે આ ફોર્મેટનો માસ્ટર ખેલાડી છે અને તેણે લાંબા સમય સુધી આ કામ કર્યું છે.

થોડી હદ સુધી ગૌતમ ગંભીરની વાત સાચી પણ છે કારણ કે, સચિન જે સમયમાં રમતો હતો તે સમયના ક્રિકેટમાં અને હાલના સમયના ક્રિકેટમાં ઘણો બધો બદલાવ આવી ગયો છે. ભારતીય ટીમનો કેપ્ટન રોહિત શર્મા પણ આ અંગે પહેલા વાત કરી ચુક્યો છે કે ક્રિકેટમાં ઝડપથી બદલાવ આવ્યો છે. તેણે કહ્યું કે, પહેલા 250 રનના સ્કોરને ફાઈટિંગ ટોટલ માનવામાં આવતું હતું જ્યારે, હવે એવુ જરા પણ નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp