કોહલીથી લઈને ગાંગુલી સુધી, ઘણા ક્રિકેટર્સે આ સ્ટાર્ટ-અપમાં લગાવ્યા કરોડો રૂપિયા

આજકાલ ક્રિકેટરો પોતાની ઇનકમના પૈસા ભેગા કરવાને બદલે બીજી જગ્યાએ બિઝનેસમાં ઈન્વેસ્ટ કરે છે. જે બિઝનેસ ન કરી શકે તેઓ કોઈ સ્ટાર્ટઅપમાં પૈસા રોકીને વર્ષે કમાણી કરે છે. અમુુક ક્રિકેટર્સ એવા પણ છે જેમણે અલગ અલગ સ્ટાર્ટઅપમાં પૈસા લગાવ્યા છે. ખેલમાં જબરજસ્ત પ્રદર્શન કરનારા ભારતીય ટીમના કેપ્ટન પણ આ લિસ્ટમાં સામેલ છે અને તેની સાથે બીજા એવા ઘણા પૂર્વ ક્રિકેટરો પણ સામેલ છે જેમણે ઘણા સ્ટાર્ટઅપમાં પોતાના કરોડો રૂપિયાનું રોકાણ કર્યું છે, તો ચાલો જોઈ લઈએ આ લિસ્ટને.
વિરાટ કોહલી
ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ સ્ટાર્ટઅપમાં રોકાણ કરવાનું પેશન જાહેર કર્યું છે અને તેણે એક નહીં પરંતુ બે સ્ટાર્ટઅપમાં પોતાના પૈસા રોક્યા છે. તેણે બેંગ્લોરની એક ઈંશ્યોરન્સ ટેક સ્ટાર્ટઅપમાં 2 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે, જેનું નામ ડિજીટલ ઈંશ્યોરન્સ છે. તે સિવાય તેણે એક ફેશન સ્ટાર્ટએપ USPLમાં પણ 19.3 કરોડનું રોકાણ કર્યું છે.
MS ધોની
MS ધોનીએ હાલમાં જ પોતાના ફાર્મ હાઉસમાં ખેતી કરવાનું શરૂ કર્યું છે. આ વર્ષે તેણે તેના ખેતરમાં ઉગેલી શાકભાજી અને ફ્રુટ્સને દુબઈના માર્કેટમાં મોકલવામાં આવ્યા છે. તે સિવાય તેણે બેંગ્લોરના સ્ટાર્ટઅપ ખાતાબુકમાં પણ રોકાણ કર્યું છે. જેના પછી તેને ખાતાબુકનો બ્રાન્ડ એમ્બેસેડર પણ બનાવવામાં આવ્યો હતો.
અજિંક્ય રહાણે
ટીમ ઈન્ડિયાના ટેસ્ટ ટીમના વાઈસ કેપ્ટન અજિંક્ય રહાણેએ પુણેની એક એગ્રીટેક કંપની મેરા કિસાનમાં પૈસા રોક્યા છે. જોકે તેણે ખુલાસો નથી કર્યો કે આ કંપનીમાં કેટલા રૂપિયાનું તેણે રોકાણ કર્યું છે.
ગૌતમ ગંભીર
ક્રિકેટરમાંથી સાંસદ બનેલા ભારતીય ટીમના પૂર્વ ઓપનિંગ બેટ્સમેન ગૌતમ ગંભીરે પણ આ વર્ષે સ્ટાર્ટઅપમાં રોકાણ કર્યું છે. તેણે સ્વાસ્થ્ય ક્ષેત્રના સ્ટાર્ટ અપ FYI Health રોકાણ કર્યું છે. ગંભીરે આ સ્ટાર્ટઅપમાં કેટલા પૈસા રોક્યા છે તેની માહિતી જાણવા મળી નથી.
કપિલ દેવ
ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન કપિલ દેવે ઘણી બધી જગ્યાઓએ પોતાના પૈસાનું રોકાણ કર્યું છે. આ વર્ષે પણ તેમણે કંઈક એવું જ કર્યું છે. તેમણે વર્ષ 2020માં ડીપટેક સ્ટાર્ટઅપ હાર્મોનાઈઝર ઈન્ડિયામાં રોકાણ કર્યું છે.
સૌરવ ગાંગુલી
ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન અને હાલમાં BCCIના ચેરમેન સૌરવ ગાંગુલીએ એડટેક સ્ટાર્ટઅપ ક્લાસપ્લસમાં પૈસા લગાવ્યા છે પરંતુ તેમના રોકાણ અંગેની કોઈ માહિતી જાણી શકાઈ નથી. તે આ કંપનીના બ્રાન્ડ એમ્બેસેડર પણ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp