ક્યારેક કોહલીએ વજન માટે ટોક્યો હતો, પછી કર્યું ફિટનેસ પર કામ,હવે બની ગયો રન મશીન

PC: insidesport.in

રણજી ટ્રોફીમાં ઘણા ખેલાડીઓએ પોતાના પ્રદર્શનથી પ્રભાવિત કરે છે. પરંતુ, મુંબઈ તરફથી રમનારો સરફરાઝ ખાન ખાસ છે. ગત સિઝનમાં તેણે 6 મેચમાં જ 123ની સરેરાશથી 982 રન બનાવ્યા હતા. આ સીઝનમાં તેણે 4 સદી પણ ફટકારી. સદી ભલે ટીમને મેચ જીતાડવામાં મદદરૂપ ના બની, પરંતુ સરફરાઝે ટીમ ઈન્ડિયાના સિલેક્ટર્સ પર પોતાની છાપ જરૂર છોડી. સુનીલ ગાવસ્કરે પણ સરફરાઝ ખાનના વખાણ કર્યા હતા અને કહ્યું હતું કે, જો આવનારા સમયમાં સરફરાઝ ભારતીય ટેસ્ટ ટીમમાં રમતો ના દેખાયો તો જરૂર આશ્ચર્ય થશે.

 એક અખબાર સાથે વાતચીતમાં સરફરાઝે ગાવસ્કર તરફથી મળેલા વખાણ અને પોતાની ફિટનેસને લઈને વાત કરી હતી. સરફરાઝે કહ્યું હતું કે, આ ખૂબ જ સન્માનની વાત છે કે તેઓ (ગાવસ્કર) મારા વિશે વિચારે છે. જો તમે કોઈ ક્રિકેટના મેદાનમાં જઈને ત્યાં અભ્યાસ કરી રહેલા કોઈપણ બાળકને પૂછશો કે તેનું અંતિમ લક્ષ્ય શું છે તો તેનો જવાબ હશે કે તે ભારત માટે રમવા માંગે છે. મારું પણ આ સપનું છે. પરંતુ, મારા અબ્બૂ કહે છે, પ્રક્રિયા પર વિશ્વાસ કરો. હું એ આશા સાથે રમું છું કે હું દરરોજ વધુ શ્રેષ્ઠ બનું. મારું ઝૂનુન છે, હું હંમેશાંથી એ કરવા માગતો હતો. જ્યારે મારા નસીબમાં હશે ત્યારે હું ભારત માટે રમીશ.

મુંબઈના આ ખેલાડીના બેટિંગ ટેલેન્ટને લઈને ક્યારેય કોઈ શંકા નથી રહી. પરંતુ, ફિટનેસ હંમેશાંથી જ સવાલોના ઘેરામાં રહ્યું છે. સરફરાઝે અખબાર સાથે થયેલી વાતચીતમાં એ વાતનો ખુલાસો કર્યો હતો કે, એકવાર વિરાટ કોહલીએ પણ તેની સાથે આ અંગે વાત કરી હતી, જ્યારે તે 2015-16માં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનો હિસ્સો હતો. ત્યારે સરફરાઝે કોહલીને કહ્યું હતું કે, તે આગળથી હવેથી પોતાના સ્વાસ્થ્ય અને ફિટનેસ પર વધુ ગંભીરતાથી કામ કરશે.

સરફરાઝે જણાવ્યું કે, જ્યારે મેં 2015-16માં IPL મેચ રમી હતી, ત્યારે મારું ફિટનેસનું લેવલ સારું નહોતું અને વિરાટ કોહલીએ પણ મને એ જણાવ્યું હતું. ત્યારબાદ, મેં પોતાની ફિટનેસમાં સુધારો કર્યો, પરંતુ મેં ફરી વેઈટ ગેન કરી લીધું. પરંતુ, છેલ્લાં બે વર્ષોથી હું મારા સ્વાસ્થ્ય અને ફિટનેસને લઈને ખૂબ જ અનુશાસિત છું. દરેક વ્યક્તિનું શરીર અલગ હોય છે પરંતુ, તેનાથી મારી ગેમ પર કોઈ અસર પડવી ના જોઈએ. છેલ્લાં આઠ વર્ષથી હું IPLમાં છું અને ફિટનેસ ટેસ્ટ પાસ કરી રહ્યો છું. પોતાના ઓફ સિઝનમાં પણ હું પોતાના સ્વાસ્થ્ય અને ફિટનેસ પર ધ્યાન આપુ છું.

આ બેટ્સમેને આગળ જણાવ્યું હતું કે, જ્યારે મને ડાયટ વિશે ખ્યાલ નહોતો, તો ત્યારે અમે બધુ જ ખાતા હતા. પરંતુ, હવે અમે પોતાના ડાયટને લઈને ખૂબ જ અનુસાશિત થઈ ગયા છીએ. ઘરમાં અમે રોજ નોનવેજ ખાતા હતા. પરંતુ, હવે બિરીયાની અને ભાતમાંથી બનેલી બીજી ડિશીઝ ખાવાનું છોડી દીધુ છે. અમે માત્ર રવિવારે અથવા તો કોઈ તહેવારના દિવસે જ બિરીયાની ખાઈએ છીએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp