કુલદીપે ફેંક્યો પોતાનો સૌથી ખતરનાક બોલ, આઉટ થતા ખેલાડીનું રિએક્શન જુઓ

PC: zeenews.com

લખનૌમાં રમાયેલી ન્યૂઝીલેન્ડ વિરુદ્ધની બીજી મેચમાં ભારતીય ટીમે અંતિમ ઓવરમાં છ વિકેટથી જીત મેળવીને સીરિઝને 1-1થી બરાબર કરી દીધી છે. ટીમ ઈન્ડિયાના બોલરોના દમ પર મેચમાં 6 વિકેટથી જીત હાંસલ થઈ છે. બીજી T20 મેચમાં કુલદીપ યાદવે ઘણી જ શાનદાર બોલિંગ કરી હતી. તેણે પોતાની બોલિંગથી બધાનું દિલ જીતી લીધું હતું. તે ટીમ ઈન્ડિયા માટે સૌથી મોટો મેચ વિનર સાબિત થયો હતો. મેચમાં તેણે એક એવી બોલ નાખી હતી, જેને જોઈને સૌ કોઈ હેરાન રહી ગયું હતું.

કુલદીપ યાદવે ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ બીજી T20 મેચમાં કમાલની બોલિંગ કરી હતી. તેણે પોતાની બોલિંગથી વિરોધી બેટ્સમેનો પર કમાન પકડી રાખી હતી અને ખુલીને મોટા સ્ટ્રોક લગાવવા દીધા ન હતા. તેણે પોતાની ચાર ઓવરમાં 17 રન આપીને એક વિકેટ લીધી હતી, આ મેચ માટે ઘણી મહત્વની સાબિત થઈ હતી. તેના કારણે ટીમ ઈન્ડિયા મેચમાં જીત મેળવવામાં સફળ રહી હતી.

મેચની 10 મી ઓવરમાં કુલદીપ યાદવે પોતાનો જલવો દેખાડ્યો હતો. તેણે આ ઓવરની છેલ્લી બોલ પર ન્યૂઝીલેન્ડ ટીમના ખતરનાક બેટ્સમેન ડેરિક મિશેલને ક્લીન બોલ્ડ કર્યો હતો. આ બોલ ઓફ સ્ટમ્પની ઘણો બહાર પડ્યો હતો. પરંતુ આ બોલે એટલો મોટો ટર્ન લીધો કે મિશેલ પોતે પણ હેરાન રહી ગયો હતો. આઉટ થયા પછી પણ તે ઘણા સમય સુધી પીચને જોતો રહ્યો હતો. એટલે સુધીકે સ્ટેડિયમમાં હાજર બાકીના લોકો પણ બોલના આટલા મોટા ટર્ન થવાથી હેરાન હતા. BCCIએ તેનો આ વીડિયો શેર કર્યો છે.

કુલદીપ યાદવ T20 ક્રિકેટનો ઘણો મોટો પ્લેયર છે. તેની બોલને રમવી એટલી સરળ નથી. તે થોડીક બોલમા જ મેચનું રૂખ બદલી નાખે છે. તેની પાસે એ કાબિલિયત છે કે તે કોઈ પણ બેટ્સમેનના આક્રમણને ધ્વસ્ત કરી શકે. તેણે પોતાના દમ પર ટીમ ઈન્ડિયાને ઘણી મેચો જીતાડી છે. તેણે ટીમ ઈન્ડિયા તરફછી 8 ટેસ્ટ મેચમાં 34 વિકેટ, 78 વનડેમાં 130 વિકેટ અને 27 T20માં 46 વિકેટો લીધી છે. ગઈકાલની મેચમાં ન્યૂઝીલેન્ડની ટીમ 99 પરમાં ઓલઆઉટ થઈ ગઈ હતી અને જવાબમાં ટીમ ઈન્ડિયાએ 4 વિકેટ ગુમાવીને 100 રન બનાવી લીધા હતા.     

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp