તેને કંઇ રીતે દિલાસો આપું કેમ કે હું પોતે રડી રહ્યો હતો, કુલદીપના કોચ થયા ભાવુક

PC: business-standard.com

હાલમાં જ સમાપ્ત થયેલી બાંગ્લાદેશ અને ભારત વચ્ચેની ટેસ્ટ સીરિઝમાં ભારતીય ટીમના સ્પિનર કુપદીપ યાદવને 1.5 વર્ષ કરતા વધુ વર્ષ બાદ ચાન્સ મળ્યો હતો. તેણે આ ચાન્સને બેકાર જવા ન દીધો અને પહેલી ટેસ્ટ મેચ 8 વિકેટ લીધી અને પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ પોતાના નામે કર્યો હતો, પરંતુ ભારતીય ફેન્સ અને પૂર્વ ક્રિકેટરોને ત્યારે ઝટકો લાગ્યો, જ્યારે કુલદીપ યાદવને બીજી ટેસ્ટ મેચમાં બહાર બેસાડી દેવામાં આવ્યો હતો. કુલદીપ યાદવની જગ્યાએ 12 વર્ષ બાદ વાપસી કરી રહેલા ફાસ્ટ બોલર જયદેવ ઉનડકટને ચાન્સ મળ્યો હતો.

જો કે, ભારતીય ટીમે આ મેચ પણ જીતી લીધી, પરંતુ કુલદીપ યાદવને ડ્રોપ કરવાનો મોટો સવાલ અત્યારે પણ બધાના મનમાં ચાલી રહ્યો છે. કુલદીપ યાદવ ડ્રોપ થવા અને તેની પરિપક્વતાને લઇને તેના બાળપણના કોચ કપિલ પાંડેએ ભાવુક થતા મોટી પ્રતિક્રિયા આપી છે. તેમણે આ સંદર્ભમાં કહ્યું કે, સમય સાથે કુલદીપ યાદવ ખૂબ ધૈર્યવાન થઇ ગયો છે. શરૂ શરૂમાં મને આ છોકરાની ખૂબ ચિંતા થતી હતી, જ્યારે તેને લાયક ચાંસ મળતા નહોતા. તેની પાસે વન-ડે હેટ્રીક છે, ભારત A માટે હેટ્રીક છે અને અંડર-19 વર્લ્ડ કપમાં વધુ એક હેટ્રીક છે.

તેમણે આગળ કહ્યું કે, પહેલી ટેસ્ટ મેચમાં પ્લેયર ઓફ ધ ટૂર્નામેન્ટ હોવા છતા જ્યારે તેને બીજી ટેસ્ટ મેચમાં ડ્રોપ કરવામાં આવ્યો તો મને ખબર નહોતી કે તેને કઇ રીતે દિલાસો આપું કેમ કે હું પોતે પણ રડી રહ્યો હતો, પરંતુ જે પ્રકારે તેણે મને ધૈર્ય રાખવા અને વિશ્વાસ બનાવી રાખવા માટે કહ્યું, વસ્તુ આખરે કામ કરશે, એ દર્શાવે છે કે તે કેટલો પરિપક્વ થઇ ગયો છે. એક સ્પોર્ટ વેબસાઇટ સાથે વાત કરતા કુલદીપ યાદવના બાળપણના કોચે આગળ કહ્યું કે, કુલદીપ યાદવ સમજી ગયો છે કે, તેણે માત્ર પ્રક્રિયા પર ધ્યાન આપવાની જરૂરિયાત છે અને કોઇ એવી વસ્તુ બાબતે ચિંતા કરવાની જરૂરિયાત નથી, જે તેના નિયંત્રણમાં નથી.

તેમણે આગળ કહ્યું કે, મને વિશ્વાસ છે કે તે સારું પ્રદર્શન કરશે અને તેને જે ધૈર્ય રાખ્યું છે તે તેને મજબૂત વાપસી કરવામાં મદદ કરશે. કુલદીપ યાદવના ક્રિકેટ કરિયરની વાત કરીએ તો એમે ભારત માટે 8 ટેસ્ટ, 73 વન-ડે અને 25 T20 ઇન્ટરનેશનમ મેચ રમી છે જેમાં તેણે ક્રમશઃ 34, 119 અને 44 વિકેટ પોતાના નામે કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp