વિરાટ કોહલી જેટલું ક્રિકેટ કોઇ નથી રમતું, શ્રીલંકન દિગ્ગજે કહી મોટી વાત

વિરાટ કોહલી માટે વર્ષ 2022 ઉતાર-ચડાવવાળું રહ્યું. છેલ્લા કેટલાક વર્ષોથી તેનું પ્રદર્શન પહેલાંની જેમ જબરદસ્ત નજરે પડ્યું નથી. વર્ષ 2022માં તેણે T20 ઇન્ટરનેશનલમાં પોતાની પહેલી સદી લગાવી હતી, તો વન-ડે ક્રિકેટમાં 3 વર્ષ બાદ સદી લગાવી હતી, પરંતુ તેનું ટેસ્ટ ફોર્મ અત્યારે પણ સતત નિરાશાજનક નજરે પડી રહ્યું છે. આ સંદર્ભમાં શ્રીલંકાના દિગ્ગજ ખેલાડી રહેલા કુમાર સંગાકારનું માનવું છે કે, વિરાટ કોહલીનો વર્કલોડ મેનેજ કરીને શાનદાર ફોર્મ જોવા મળી શકે છે.

આજથી શરૂ થતી શ્રીલંકા વિરુદ્ધની T20 સીરિઝ માટે વિરાટ કોહલીને આરામ આપવામાં આવ્યો છે, જ્યારે વન-ડે સીરિઝમાં તે રમતો નજરે પડશે. શ્રીલંકાના પૂર્વ વિકેટકીપર બેટ્સમેન કુમાર સંગાકારાએ વિરાટ કોહલીના ખરાબ ફોર્મ અને તેના વર્કલોડ મેનેજમેન્ટને લઇને એક સ્પોર્ટ ચેનલ સાથે વાતચીત કરતા કહ્યું કે, મને લાગે છે કે તે વાસ્તવમાં વિરાટ કોહલી સાથે એક વાતચીત કરીને અને તેને પૂછવાનો સવાલ છે કે તે પોતાના કાર્યભાર (વર્કલોડ) અને પોતાનું સમયનું સંચાલન કઇ રીતે કરે છે.

જેથી દરેક વખતે જ્યારે તે ભારત માટે રમે તો તે ફ્રેસ રહે, તે ખુશ રહે, તે રનો માટે ભૂખ્યો રહે અને તે ટીમને મેચ જીતાડવા માટે જવા તૈયાર રહે. તમે તેને દરેક સમયે ક્રિકેટ રમતા નહીં જોઇ શકો અને તેની પાસે એવા જ પ્રદર્શનની આશા નહીં કરી શકો. વિરાટ કોહલી જેટલું ક્રિકેટ કોઇ રમતું નથી. કુમાર સંગાકારાએ T20 વર્લ્ડ કપમાં તેની શાનદાર રમત પાછળનું રહસ્ય બતાવતા કહ્યું કે, ક્યારેક ક્યારેક તમે સતત ક્રિકેટ થવાના કારણે તેનો આનંદ લેવાનું બંધ કરી દો છો.

તેમણે આગળ કહ્યું કે, એટલે તમને એક લાંબા બ્રેકની જરૂરિયાત હોય છે. તમારે ફ્રેસ હોવા અને પરત આવતા અને પ્રદર્શન કરતા જુઓ છો. T20 વર્લ્ડ કપમાં તેની બેટિંગ અભૂતપૂર્વ હતી, ખાસ કરીને પાકિસ્તાન વિરુદ્ધ એ મેચમાં તેનું પ્રદર્શન લાજવાબ હતું.  કુમાર સંગાકારાએ સંજુ સેમસને કયા નંબર પર બેટિંગ કરવી જોઇએ તેને લઇને પણ નિવેદન આપ્યું છે. તેમનું માનવું છે કે, T20 ક્રિકેટમાં સંજુ સેમસનની આદર્શ પોઝિશન નંબર-4 પર છે. તે IPLમાં રાજસ્થાન રોયલ્સ (RR)ની કેપ્ટન્સી કરતા નંબર 3-4 પર જ રમતો નજરે પડે છે, પરંતુ ભારતીય ટીમમાં તેના બેટિંગ ઓર્ડરમાં સતત બદલાવ થતો રહે છે.

About The Author

Related Posts

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.