ગિલની જગ્યાએ સ્મિથ હોત તો અમ્પાયર નોટઆઉટ આપત: પૂર્વ કોચ જસ્ટિન લેંગર

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ (WTC)ની ફાઇનલ મેચમાં શભમન ગિલની વિકેટ પર હોબાળો મચી ગયો છે. શુભમન ગિલનો કેચ કેમરન ગ્રીને પકડ્યો, પરંતુ રિપ્લેમાં ભારતીય બેટ્સમેન સ્પષ્ટ નોટઆઉટ નજરે પડ્યો. કેચ પકડતી વખત ઓસ્ટ્રેલિયન ફિલ્ડરના હાથમાંથી બૉલ છૂટીને જમીન પર પડતો નજરે પડ્યો હતો, પરંતુ અમ્પાયરે તેને આઉટ આપી દીધો. શુભમન ગિલના વિવાદિત નિવેદનને લઈને ઓસ્ટ્રેલિયન પૂર્વ કોચ જસ્ટિન લેંગરે મોટી વાત કહી દીધી છે.
શુભમન ગિલના વિવાદિત કેચ પર કમેન્ટ્રીમાં બેઠા જસ્ટિન લેંગર મોટી વાત કહી ગયા. તેમણે કહ્યું કે, ‘જો શુભમન ગિલની જગ્યાએ બેટ્સમેન સ્ટીવ સ્મિથ હોત તો અમ્પાયર કદાચ તેને નોટઆઉટ કરાર આપતો.’ જો કે જસ્ટિન લેંગરે આ વાત મજાકિયા અંદાજમાં કહી. ઉલ્લેખનીય છે કે, 444 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીનને શુભમન ગિલ અને રોહિત શર્માએ શાનદાર શરૂઆત આપી. રોહિત શર્મા અને ગિલના બેટથી ચોગ્ગા અને છગ્ગા નીકળી રહ્યા હતા અને બંને પીચ પર ખૂબ પોઝિટિવ પણ નજરે પડી રહ્યા હતા.
જો કે, આઠમી ઓવરના પહેલા બૉલ પર બધુ જ બદલાઈ ગયું. સ્કોટ બોલેન્ડની ઓવરનો પહેલો બૉલ બેટનો કિનારો લઈને સ્લીપ અને ગલી વચ્ચે ગયો. ગલી પર ફિલ્ડિંગ કરી રહેલા કેમરન ગ્રીને ડાઇવ લગાવતા શાનદાર કેચ પકડી લીધો અને તેમની સાથે જ આખી ઓસ્ટ્રેલિયાની ટીમ સેલિબ્રેશન મનાવવા લાગી. ઓન ફિલ્ડ અમ્પાયરને કેચ પર શંકા ગઈ અને તેણે થર્ડ અમ્પાયરની મદદ લેવાનું યોગ્ય સમજ્યું. રિપ્લેમાં જ્યારે જોવામાં આવ્યું તો બૉલ ગ્રીનના હાથમાંથી એક સમય પર બહાર નીકળતો જમીન પર ટચ થતો સ્પષ્ટ જોઈ શકાતો હતો.
જો કે, તેના થોડા સમય બાદ થર્ડ અમ્પાયરે શુભમન ગિલને આઉટ કરાર આપી દીધો. થર્ડ અમ્પાયરના નિર્ણય પર શુભમન ગિલ અને રોહિત શર્માને વિશ્વાસ જ ન થયો. શુભમન ગિલ મેદાન પર થોડા સમય સુધી ઊભો રહીને સ્ક્રીન જ જોતો રહ્યો, તો રોહિત શર્માએ ફિલ્ડ અમ્પાયર પર પોતાનો ગુસ્સો કાઢ્યો. તો કેચ ક્લીન ન પકડવા છતા ગ્રીન અને ઓસ્ટ્રેલિયન ટીમ જોરદાર સેલિબ્રેશન મનાવતી નજરે પડી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp