'ભારત પાસેથી બેટિંગ શીખો કહી માઈકલ ક્લાર્કે પોતાની ટીમની આ ભૂલો ગણાવી

ભારતના હાથે કાંગારૂઓની સતત હારથી ઓસ્ટ્રેલિયામાં ખળભળાટ મચી ગયો છે. પેટ કમિન્સની કેપ્ટનશીપવાળી ટીમે સપનામાં પણ વિચાર્યું નહોતું કે ભારતની ધરતી પર ટીમનું આવું નસીબ હશે. બે અઠવાડિયા પછી, મહેમાન ટીમ શ્રેણીમાં 0-2થી પાછળ છે અને બોર્ડર-ગાવસ્કર ટ્રોફી જીતવાની તક પહેલાથી જ ગુમાવી ચૂકી છે. દરમિયાન, ભૂતપૂર્વ કેપ્ટન માઈકલ ક્લાર્કનું માનવું છે કે, ભારતના પ્રવાસ પર ઓસ્ટ્રેલિયાનું અત્યાર સુધીનું ખરાબ પ્રદર્શન 'મોટી ભૂલો'થી ભરેલું છે.

ક્લાર્કનું માનવું છે કે ઓસ્ટ્રેલિયાએ 9 ફેબ્રુઆરીથી શરૂ થઈ રહેલી 4 ટેસ્ટ મેચની શ્રેણી પહેલા વોર્મ-અપ મેચ ન રમીને સૌથી મોટી ભૂલ કરી છે. કમિન્સે તેના બદલે નાગપુરમાં શ્રેણી-પ્રારંભિક ટેસ્ટ મેચ પહેલા બેંગલુરુ નજીક એક નાનકડી પ્રેક્ટિસ કેમ્પ પસંદ કર્યો અને તે પહેલા ઘરઆંગણે ભારતીય પરિસ્થિતિઓ જેવી જ પરિસ્થિતિઓ તૈયાર કરીને પ્રેક્ટિસ કરી.

ક્લાર્કે સોમવારે બિગ સ્પોર્ટ્સ બ્રેકફાસ્ટ પર કહ્યું, 'હું જે જોઈ રહ્યો છું, તેનાથી હું આશ્ચર્યચકિત નથી, કારણ કે અમે પ્રેક્ટિસ મેચમાં ભાગ લીધો ન હતો. મોટી, મોટી, મોટી ભૂલ... પરિસ્થિતિઓને અનુરૂપ થવા માટે ત્યાં ઓછામાં ઓછી એક મેચ હોવી જોઈતી હતી.

ટોચની સ્પિન બોલિંગ સામે ઓસ્ટ્રેલિયાના બેટ્સમેનોની નબળાઈઓ પ્રથમ બે ટેસ્ટમાં છતી થઈ હતી. દિલ્હીમાં, મુલાકાતી ટીમના બેટ્સમેનોએ સ્વીપ રમીને સ્પિનરોનો સામનો કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ આ વ્યૂહરચના ખરાબ રીતે નિષ્ફળ ગઈ. ક્લાર્કના મતે આ સિવાય બીજી એક મોટી ભૂલ ટ્રેવિસ હેડને પ્રથમ ટેસ્ટમાં ન રમાડીને કરી હતી.

બીજી ટેસ્ટની બીજી ઈનિંગમાં ઓસ્ટ્રેલિયા માટે ડાબોડી બેટ્સમેન હેડે 46 બોલમાં 43 રન કરીને સૌથી વધુ રન બનાવ્યા હતા, કારણ કે સમગ્ર ટીમ 113 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. આ પહેલી વખત હતું કે, જ્યારે તેણે ટેસ્ટ મેચમાં ઇનિંગ્સની શરૂઆત કરી હતી.

ક્લાર્કે કહ્યું, 'પ્રથમ ટેસ્ટ માટે પસંદગી, મોટી, મોટી ભૂલ. તેઓ બીજી ટેસ્ટમાં સ્વીપ શોટ્સ રમ્યા, અમે પ્રથમ ટેસ્ટ મેચમાં ઘણા સ્વીપ શોટ્સ જોયા. જ્યારે તમે તમારી ઇનિંગ્સની શરૂઆત કરો છો ત્યારે તે સ્વીપ કરવાનો યોગ્ય સમય નથી. ઓસ્ટ્રેલિયાના અડધા બેટ્સમેન ઓછી ઉછાળવાળી પીચ પર સ્વીપ અથવા રિવર્સ સ્વીપ કરીને આઉટ થયા હતા.

ક્લાર્કે કહ્યું, 'તમારી આસપાસ કેટલા સહયોગી સ્ટાફ છે તેનાથી કોઈ ફરક પડતો નથી, તમે ઓસ્ટ્રેલિયા માટે રમી રહ્યા છો. દેખીતી રીતે જ સર્વોચ્ચ સ્તરે રમતા બેટ્સમેન તરીકે, તમે જોખમ વિરુદ્ધ પુરસ્કારની ગણતરી કરો છો.'

ક્લાર્કે એમ પણ કહ્યું કે, ઓસ્ટ્રેલિયાએ ભારત પાસેથી શીખવું જોઈએ કે સ્પિનને અનુકૂળ સ્થિતિમાં કેવી રીતે બેટિંગ કરી શકાય છે.' તેણે કહ્યું, 'એવું લાગે છે કે અમે ભારતને બેટિંગ કરતા નથી જોઈ રહ્યા. એવું માન્યું કે, આ લોકો પરિસ્થિતિને સારી રીતે જાણે છે અને તે મુજબ તેઓ રમી રહ્યા છે. જ્યારે તેઓ આટલા સારા રમી રહ્યા હતા ત્યારે આપણે શા માટે કંઈક અલગ કરવાનો પ્રયાસ કરીયે છીએ?

આ પૂર્વ કેપ્ટને કહ્યું, 'જો અમે 200 રન બનાવ્યા હોત તો અમે મેચ જીતી શક્યા હોત. અમારો સ્કોર એક વિકેટે 60 રન હતો. ઓસ્ટ્રેલિયાએ તેની છેલ્લી 9 વિકેટ 52 રન ઉમેરીને ગુમાવી દીધી હતી. ભારતને 115 રનનો ટાર્ગેટ મળ્યો હતો જે તેણે 4 વિકેટ ગુમાવીને હાંસલ કરી લીધો હતો.

ક્લાર્કે રવિવારે પેટ કમિન્સના ફિલ્ડરોને સજાવવા પર પણ સવાલ ઉઠાવ્યા હતા. તેણે કહ્યું, 'મને ખાતરી નથી કે, અમારી રણનીતિની સાથે શું થયું. અમારી પાસે માત્ર 100 રન હતા. એક સમયે, કમિન્સ પાસે બાઉન્ડ્રી પર ચાર ખેલાડીઓ હતા. ટેસ્ટ મેચમાં અઢી દિવસ બાકી હતા. તમે કાં તો ભારતને સો કરતાં ઓછા સ્કોર પર આઉટ કરી રહ્યા છો, અથવા તો તમે હારી રહ્યા છો.'

About The Author

Related Posts

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.