Video: પહેલવાનોએ આ મોટા નેતાને સ્ટેજ પરથી ઉતાર્યા નીચે, કહ્યું- આ એથલીટોનો વિરોધ

PC: hindustantimes.com

પહેલવાનોના વિરોધ પ્રદર્શનને રાજકીય રંગ આપવા કેટલાક નેતા પણ પહોંચી રહ્યા છે. વામપંથી નેતા વૃંદા કરાતને પહેલવાનો દ્વારા ગુરુવારે દિલ્હીના જંતર-મંતર પર સ્ટેજ છોડવા માટે હાથ જોડીને અનુરોધ કરવામાં આવ્યો, જ્યાં આશરે 200 પહેલવાન, મહાસંઘ પ્રમુખ અને ઘણા કોચો પર એથલીટોના યૌન ઉત્પીડનના આરોપોને લઈને વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. ટોકિયો ઓલમ્પિકના બ્રોન્ઝ મેડલ વિજેતા બજરંગ પુનિયાએ કાર્યક્રમ સ્થળ પર પહોંચવા પર વૃંદા કરાતને કહ્યું, નીચે ચાલ્યા જાઓ કૃપયા... અમે તમને અનુરોધ કરીએ છીએ, કૃપા કરીને તેને રાજકીય હથિયાર ના બનાવો. આ એથલીટોનો વિરોધ છે.

એથલીટોના ધરણાનો આજે બીજો દિવસ છે. ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટી (માર્ક્સવાદી)ની સાંસદે ત્યારબાદ એનડીટીવીને કહ્યું, અમે કોઈપણ પ્રકારના યૌન ઉત્પીડન વિરુદ્ધ લડાઈમાં સામેલ થવા માટે તૈયાર છીએ, એવુ કંઈ પણ જે મહિલાઓના કોઈપણ વર્ગને અપમાનિત કરે છે. આથી, અમે અહીં માંગ કરીએ છીએ કે સરકાર દોષીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરે. તેમણે કહ્યું, આ ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે કે, તેમને (પહેલવાનોને) અહીં આવવા અને ધરણા પર બેસવા માટે મજબૂર કરવામાં આવી રહ્યા છે. કોઈપણ રંગની સરકારે એ સુનિશ્ચિત કરવુ જોઈએ કે કોઈપણ મહિલા દ્વારા કોઈપણ ફરિયાદ પર કાર્યવાહી કરવામાં આવે. જ્યાં સુધી તપાસ કોઈ પરિણામ પર ના પહોંચે, આરોપી વ્યક્તિને હટાવી દેવામાં આવવા જોઈએ.

વૃંદા કરાત લગભગ એ જ સમયે જંતર-મંતર પહોંચ્યા, જ્યારે ઓલમ્પિયન બબીતા ફોગાટ પહેલવાનોના એક સમૂહ સાથે સરકારની વાતચીતનો સંદેશ લઈને આવી. બબીતા પોતે એક પૂર્વ પહેલવાન છે અને હવે સત્તારૂઢ BJPની સભ્ય અને હરિયાણા સરકારનો હિસ્સો છે. તેમણે કહ્યું, હું પહેલા પહેલવાન છું. BJP સરકાર પહેલવાનોની સાથે છે. હું સુનિશ્ચિત કરીશ કે આજે જ કાર્યવાહી થાય. હું પહેલવાન છું અને હું સરકારમાં પણ છું. આથી, મધ્યસ્થતા કરવી મારી જવાબદારી છે. મેં મારા કરિયરમાં અપશબ્દોના કિસ્સા પણ સાંભળ્યા છે. આગ વિના ધુમાડો નથી થતો. આ અવાજો મહત્ત્વપૂર્ણ છે.

ઉલ્લેખનીય છે કે, દેશના ખેલ મંત્રાલયે પહેલા જ ભારતીય કુશ્તી મહાસંઘ (WFI) ને 72 કલાકની અંદર આરોપોનો જવાબ આપવા માટે કહ્યું છે. WFIના અધ્યક્ષ બૃજભૂષણ ચરણ સિંહ, જે BJP સાંસદ પણ છે, એ આરોપોનું ખંડન કર્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp